Tuesday, December 25, 2012

ગોવાળિયાએ તીક્ષ્ણ કાષ્ઠશૂલ દ્વારા કરેલો ભયંકર કર્ણોપસર્ગ અને તેનું નિવારણ

Dangerous adversity done by the milkman in Lord's Ears ~ ગોવાળિયાએ તીક્ષ્ણ કાષ્ઠશૂલ દ્વારા કરેલો ભયંકર કર્ણોપસર્ગ અને તેનું નિવારણ

 
Once our Lord Mahavir was meditating in standing posture outside Chammani Village. A milkman came. With him were his oxen. He left them to graze and went back for some work. When he came back he found his oxen were not there & asked meditating Lord where his cows oxen were. Lord was busy meditating & so didnt even knew when oxen came & went to graze too but seeing no reply milkman became angry. He ran here & there searching for them & became mad with anger. He took thickest wood & made it pointed at one end. He inserted such wood deep in Lord's ears & not relieved he pushed it deep in with pressing by stones. Not relieved further, he cut down remaining portion of wood outside ear so that noone can take it out. But our Lord remained in his deep meditation & didnt even reacted to milkman out of so immense pain.
 
Lord thereafter reached at place of Siddharth Merchant at village Madhyama (Pava) in such condition only where his friend doctor named "Kharak" had came. Seeing Lord at his place, Siddharth merchant does bowings while Kharak sees such wood in ears of God & says about the same to Siddharth. They both prayed to Lord to allow them to take that wood out. They poured in very Hot Oil & pulled out those wood pieces from ears. JUST THINK WHAT PAIN OUR LORD WOULD HAD GONE THROUGH, BUT HE KEPT HIS GREAT CALM. Only once lord too gave in to deep pain & a shout came out. Lord understood that this all happened due to some mis-deeds of him in some birth & so just stayed calm. It shows that deeds never ever leaves anyone, not even lord.

ભગવાન જ્યારે છમ્માણિ ગામની બહાર કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થ હતા ત્યારે સંધ્યાકાળે કોઈ ગોવાળિયો ભગવાનની પાસે બળદો મૂકીને ગામમાં ચાલ્યો ગયો. કામ કરીને પાછો આવ્યો ત્યારે બળદો ન જોતાં ભગવાનને પૂછ્યું, "દેવાર્ય! બળદો ક્યાં ગયા?" મૌની ભગવાને જવાબ ન આપતાં દુષ્ટ ગોવાળિયાએ ક્રોધાન્ધ બની કાસ (દાભ) નામના અતિ કઠણ ઘાસની અણીદાર શૂલો-સળીઓ પથ્થરથી ઠોકીને બન્ને કાનોમાં જોરથી ખોસી દીધી. તથા કોઈ તે કાઢી ન શકે એટલા માટે તેના બહારના ભાગને પણ કાપી નાંખ્યો. આવા દારુણ કષ્ટમાં પણ ભગવાન નિશ્ચલભાવે ધ્યાનરત જ રહ્યા અને કઠિન કર્મો ઓછાં કર્યાં. ત્યાંથી શલ્યસહિત ભગવાન મધ્યમા (પાવા) પધાર્યા અને ભિક્ષાર્થે સિદ્ધાર્થ વણિકના ઘરે પહોંચ્યા. તે વખતે તે `ખરક' નામના મિત્રવૈદ્ય સાથે વાતો કરતો હતો. ભગવાન પધારતાં તેણે વંદનપૂર્વક સ્વાગત કર્યું. એ વખતે ખરકે ભગવાનની મુખાકૃતિ ઉપરથી ભગવાનનાં શરીરમાં કંઈક શલ્ય છે એમ પારખી લીધું. પછી શરીર તપાસતાં કાનમાં દર્ભ-કાષ્ઠની શૂલો ખોસાયેલી જોઈ. સિદ્ધાર્થને વાત કરતાં તે કંપી ઊઠ્યો. તેણે કહ્યું કે "એ શલ્ય ને જલદી બહાર કાઢો અને પુણ્યના ભાગીદાર બનો." પછી ભગવાનને મુશ્કેલીથી સમજાવી, નસો ઢીલી કરવા તેલના કુંડામાં બેસાડ્યા. પછી ખૂબ માલિશ કર્યું. તે કર્યા બાદ કુશળપ્રયોગપૂર્વક સાણસીથી શૂલો ખેંચી કાઢી. તે વખતે ભયંકર વેદનાના કારણે ભગવાનથી કારમી ચીસ પડાઈ ગઈ. ગત જન્મમાં ભગવાનના જીવે અજ્ઞાનભાવે બાંધેલું પાપ-કર્મ અંતિમ ભવે પણ ઉદય આવ્યું. ખરેખર! કર્મ કોઈને છોડતું નથી અને નિકાચિત ભાવે બાંધેલું કર્મ ભોગવવું જ પડે છે.
 
કર્મસત્તાનો સિદ્ધાંત કેવો નિષ્પક્ષ અને અટલ છે! એની સચોટ પ્રતીતિ આ પ્રસંગ કરાવી જાય છે. અને "બંધસમય ચિત્ત ચેતીએ ઉદયે શો સંતાપ?" આ પદ્યપંક્તિનું પણ સ્મરણ મૂકી જાય છે.

Monday, December 24, 2012

અભિગ્રહ સમાપ્તિ-પ્રસંગે ચંદનબાલા દ્વારા અડદના બાકળાનું દાન અને દાનપ્રભાવ

Chandanbala's AHO DAAN to Lord Mahavir ~ અભિગ્રહ સમાપ્તિ-પ્રસંગે ચંદનબાલા દ્વારા અડદના બાકળાનું દાન અને દાનપ્રભાવ


In 12th Year of Diksha, Lord takes a very tough resolution about taking of Bhiksha with regard to food, area, time & several other thoughts. With regard to food item, he resolved to have black pulses that too lying at extreme end of utensil meant to clean pulses. With regard to area, he resolved that shall take food from person who offers it while one leg is inside house & other is outside. With regard to time, he resolved that it shall be taken at a time when all have taken Bhiksha i.e. after noon. He also further resolved that shall be taken from someone who is princess but have became servant by course of Time. Her head should had been beheaded & herself is tied in chains. She must be on 3 consecutive fasts (Athham Tapp) & must be crying.
 
after such great resolution which seemed to fail, Lord used to go to several houses to take Bhiksha but as so stiff conditions were not satisfied, he always returned empty & kept on fasting. Noone knew Lord's these stiff resolutions for taking Bhiksha & slowly steadily consecutive 5 MONTHS 25 DAYS passed with Lord continuing fasts. Finally once Lord reaches at Dhanavah Merchant's House where Chandanbala, daughter of King Dadhivahan has became servant due to some misdeeds. Wife of the merchant, who was jealous of so beautiful servant, kept her (Chandanbala) for without food for 3 days & beheaded her. She also kept her in chains. Merchant came to know this & he took her out & gave her black pulses to eat in the utensil meant to clean pulses itself.
 
She had habbit of eating after giving some Bhiksha so awaits at doorstep to offer to beggar but at that time Lord appears to take Bhiksha & sees all his resolution getting fulfilled except 1 that Chandanbala didnt had tears in her eyes. So Lord started to return, by seeing this Chandanbala breaks in tears as Lord didnt accept her Bhiksha. As tears rolled out, even last resolve of Lord is accomplieshed & so finally 5MONTHS 25DAYS fasts of Lord breaks by great Bhiksha of Chandanbala. With this all 5 auspicious things of a great Daan also happen with Sounds of AHO DAAN AHO DAAN from Dev's too.

દીર્ઘ તપસ્વી ભગવાને દીક્ષાના બારમાં વર્ષમાં કૌશામ્બી પધારી ભિક્ષા સંબંધી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવગર્ભિત વિવિધ બોલનો - પ્રકારનો ઘોર અભિગ્રહ કર્યો. દ્રવ્યથી-અડદ-બાકલા તે પણ સૂપડાના ખૂણામાં હોય તો જ લેવા. ક્ષેત્રથી-એક પગ ઉંબરામાં અને એક પગ બહાર રાખીને આપે તો જ વહોરવું. કાલથી-ભીક્ષાચરો ભિક્ષા લઈ ગયા પછીના સમયે મળે તો જ વહોરવું. ભાવથી-કોઈ રાજકુમારી અને તે દાસીપણાને પામી હોય, પગમાં બેડી નાંખેલી હોય, માથું મુંડાવેલી હોય, રડતી હોય, અઠ્ઠમનો તપ એટલે ત્રણ દિવસથી ભૂખી હોય, વળી તે પવિત્ર સતી સ્ત્રી હોય, તે વહોરાવે તો જ વહોરવું.

આવી પ્રતિજ્ઞા બાદ ભગવાન કૌશામ્બીમાં હંમેશાં ભિક્ષા માટે અનેકનાં ઘરે પધારે છે, પણ સૂચિત અભિગ્રહ પૂરો થતો નથી. લોકો આ દુઃશક્ય અભિગ્રહને જાણતા ન હોવાથી ખૂબ ચિંતાતુર રહે છે. આમ કરતાં પાંચ મહિના અને પચીસ દિવસ પસાર થયા ત્યારે, નિત્યનિયમ મુજબ ભગવાન ભિક્ષાર્થે ધનાવહ શેઠને ત્યાં પધાર્યા. તે સમયે એવું બનેલું કે ચંપાપતિ રાજા દધિવાહનની પુત્રી ચંદનબાળાને પાપોદયે વેચાવાનો વખત આવ્યો. ધનાવહે તેને ખરીદી. પાછળથી શેઠની પત્ની મૂલાંને તેના પર અતિઈર્ષ્યા થતાં, જાણીજોઈને છૂપી રીતે તેનું માથું મૂંડાવી, પગમાં બેડી નાંખી, તેને ભોંયરામાં પૂરી દીધી. ત્રણ દિવસ બાદ શેઠને ખબર પડતાં એને બહાર કાઢી. શેઠે સૂપડાના ખૂણામાં અડદના બાકલા ખાવા આપ્યા. તે લઈને ઉંબરા ઉપર ઊભીને, દાન માટે કોઈ ભિક્ષુની રાહ જોતી હતી ત્યાં ખુદ કરપાત્રી ભગવાનનું પધારવું થયું.

ભગવાને પોતાના સ્વીકૃત અભિગ્રહમાં માત્ર આંસુની ખામી જોઈ તેઓ ત્યાંથી પાછા ફર્યા. ભગવાન જેવા ભગવાન ઘરે પધાર્યા અને પાછા ફર્યા તેનો તીવ્ર આઘાત લાગતાં બાલાચંદના રડી પડી. રુદનનો અવાજ સાંભળીને ભગવાન પાછા ફર્યા. બે હાથ પસારીને ચંદનાની ભિક્ષા સ્વીકારી. દાન પ્રભાવે પાંચ દિવ્યો પ્રગટ થયાં. ધન્ય ચંદના! ધન્ય દાન!

Friday, December 21, 2012

સંગમદેવે કરેલા ભયંકર ૨૦ ઉપસર્ગો ~ 20 dangerous & powerful adversities done by Sangam Dev to Lord Mahavir

સંગમદેવે કરેલા ભયંકર ૨૦ ઉપસર્ગો ~ 20 dangerous & powerful adversities done by Sangam Dev to Lord Mahavir




Lord Mahavir did travel in locations where people didnt even knew what a Monk is & once reached Polash. There Lord started Mahapratima Tapp of 3 consecutive fasts on a rock in a standing posture. Lord was so involved in his meditation that even Indra was appreciating god's deep meditation & tapp in his Palace amongst all other Dev's & while appreciating said that "Noone can win over Lord Mahavir in Meditation, Courage, Patience, Steadiness etc & no human's or even dev's have caliber to move Lord Mahavir from his meditation". Sangam dev couldnt hear this as it hurt his ego so challenged to Indra that he shall make Lord Mahavir move.

Immediately Sangam dev comes up where Lord was meditating & started dangerously devastating adversities on Lord which included in several forms by sending evil spirit, elephant, Lion, Snake, Scorpion, Celestial Women etc & didnt stop only there but cooked food by firing fire in between legs of the Lord so that heat penetrates & Lord Mahavir moves. But its our LORD MAHAVIR, he didnt break away from meditation nor moved an inch EVEN AFTER DANGEROUSLY DEVASTATING 20 ADVERSITIES created by Sangam Dev & finally Sangam Dev was self defeated & went back.

કઠિન કર્મોનો ક્ષય કરવા ભગવાને મ્લેચ્છોથી સભર અને સાધુ-સંતોથી તદ્દન અજ્ઞાત એવી પ્રજાવાળી ભૂમિને પસંદ કરી. વિહાર કરતા તેઓશ્રી દૃઢભૂમિના પોલાસ ચૈત્યમાં પહોંચ્યા. ત્યાં ત્રણ દિવસના ઉપવાસ કરી, નિર્જીવ શિલા ઉપર જરા અવનત દેહે જિનમુદ્રાપૂર્વક ઊભા રહી `મહાપ્રતિમા' નામનું તપ આદર્યું. ચિત્તને સ્થિર કરી નિર્નિમેષ દૃષ્ટિથી આખી રાત એક અચિત્ત પુદ્ગલ સ્કંધ ઉપર જ ધ્યાન સ્થિર કર્યું. મહાવીરના અડગ અને અણનમ ધ્યાનને ઇન્દ્રે જ્ઞાનથી જાણીને પોતાની દેવસભામાં પ્રશંસા કરતાં કહ્યું કે "ધ્યાન અને ધૈર્યમાં ભગવાન મહાવીરની તોલે કોઈ આવે નહિ. મનુષ્યો તો શું, દેવ પણ તેમને ચલિત કરી શકે નહિ." આ પ્રશંસા તેજોદ્વેષી સુરાધમ સંગમદેવથી સહન ન થઈ શકી, એણે કહ્યું કે "માનવીમાં આ સામર્થ્યનો કદી સંભવ જ નથી તેની હું હમણાં જ ખાતરી કરાવી આપું." 
 
તે પછી તરત જ ભગવાનને ધ્યાનથી ચલિત કરવા શીઘ્ર દોડી આવ્યો. એક રાતમાં પિશાચ, હાથી, વાઘ, સાપ અને વીંછીના ઉગ્ર ઉપદ્રવો તથા પગ વચ્ચે અગ્નિ સળગાવીને તેના પર રસોઈ કરવી, અપ્સરાના હાવભાવપૂર્વકનાં પ્રલોભનો, કાલચક્ર પ્રક્ષેપ આદિ પ્રતિકૂળ-અનુકૂળ એવા વિવિધ વીસ ભયંકર, ત્રાસજનક ઉપસર્ગો કર્યા પણ ધીર-વીર એવા ભગવાન તલમાત્ર પણ ક્ષુબ્ધ ન થતાં સર્વથા નિશ્ચલ રહી કસોટીમાંથી પાર ઊતર્યા. આખરે સંગમદેવ થાક્યો અને હારીને રવાના થઈ ગયો.
 
- સમીર દોશી, Samir Doshi _/\_

Thursday, December 20, 2012

સુદંષ્ટ્ર નાગકુમાર દેવનો નૌકાદ્વારા જલોપસર્ગ ~ Adversities to Lord Mahavir by Demi God Sundrashtra

સુદંષ્ટ્ર નાગકુમાર દેવનો નૌકાદ્વારા જલોપસર્ગ ~ Adversities to Lord Mahavir by Demi God Sundrashtra




While travelling from Surbhipur to Rajgruhi, Lord had to cross River Ganga by a boat accompanied by many other people.  As soon as boat reached in middle amidst deep water, Demi God Sundrashtra saw that in Last Birth when Lord Mahavir was Vasudev then he had killed a Lion (now demi god himself). So he gets terrible anger & creates adversities to Lord Mahavir by suddenly raising very strong high tides & strong winds by his demi-god powers. Boat  started shaking terribly & all people on boat started crying for Help. All people started to remember their God's for saving them but only one person, our Lord Mahavir, was sitting in his own meditation without getting a single fear. Some other demi-god's named Kambal-Shambal saw Lord travelling in that boat & came to know such act of another Demi God Sundrashtra. Immediately they fought him out & made everything calm again. Boat landed safe at other Bank & all travellers onboard felt that they were saved just cause of Lord Mahavir & moved forward after taking blessings from Lord.

Sundrashtra Dev is depicted underwater on left side while Kambal-Shambal dev who came for rescue are on left top corner.

સુરભિપુરથી રાજગૃહ જતાં વચમાં આવતી ગંગા નદી પાર કરવા ભગવાન નાવમાં બેઠા. એમાં બીજા પણ અનેક લોકો બેઠા. તે બરાબર ઊંડા જલ પાસે પહોંચી કે અચાનક પાતાલવાસી સુદૃંષ્ટ્ર નામના નાગકુમાર દેવે જ્ઞાનથી જાણ્યું કે `અહો! આ મહાવીર ગત જન્મમાં વાસુદેવના ભવમાં હતા અને હું સિંહના ભવમાં હતો ત્યારે આ વાસુદેવે મારું મોઢું ચીરી મને જાનથી મારી નાંખ્યો હતો.' તેથી તેની વૈરવૃત્તિ જાગી ઉઠી. તે બદલો લેવા દોડી આવ્યો. આવીને તેણે પોતાની દિવ્ય શક્તિથી ભયંકર તોફાન ઊભુ કર્યું. તેણે પ્રારંભમાં મહાપવનને વિકુર્વ્યો. ગંગાનાં નીર હિલોળે ચઢ્યાં, નાવ આમ તેમ ઝોલાં ખાતી ઊછળવા લાગી. સહુને માથે મોત ભમતું દેખાયું, ગભરાટ વધી ગયો, હો હા થઈ પડી, `બચાવો બચાવો' ની બૂમાબૂમ થવા માંડી. બચવા માટે સહું ઇષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. આવા પ્રસંગમાં પણ ભગવાન તો નિશ્ચલ ભાવથી ધ્યાનમાં જ મગ્ન બેઠા હતા. આ તોફાનની જાણ જ્ઞાનથી કંબલ-શંબલ નામના નાગદેવોને થતાં તેઓ તુરંત આવી પહોંચ્યા. આવીને તેમણે સુદૃંષ્ટ્રદેવને ધૂત્કારી હાંકી કાઢ્યો. તોફાન શમી ગયું અને નાવ હેમખેમ કિનારે પહોંચી. ખરેખર! આ મહાન આત્માના જ પુણ્યપ્રભાવે આપણા સહુની રક્ષા થઈ છે એમ સમજીને તમામ પ્રવાસીઓએ ભગવાનને ભાવભીની વંદના કરી હાર્દિક આભાર માન્યો.

ચિત્રમાં પાણીના પ્રવાહમાં જ નૌકા નીચે સુદૃંષ્ટ્રદેવ નૌકાને ઊથલાવતો બતાવ્યો છે. ઉપર આપણી ડાબી બાજુએ ખૂણામાં રક્ષા કરવા આવી રહેલા કંબલ-શંબલ દેવો બતાવ્યા છે.

- સમીર દોશી, Samir Doshi _/\_

Friday, December 7, 2012

સંબધના નામ



એમજ કારણવિના કોઇને કંઇ મળાતુ નથી,
સગપણ સંબધના નામ વગર રખાતુ નથી,


જો સમજવા છે સમજી લો સમય દરમીયાન,
સંકોચમાં વેડફેલી પળોને પાછુ લવાતુ નથી,


બોલ્યા કર્યુ સમજણ વીના,તો પણ કહેવુ હતુ,
નામ આપો અમને નામ પાડતા આવડતુ નથી,


હજી પણ સાંભળવા ‘ના’ ‘હા’ ની જુઓ છો રાહ,
એમ તો વણ બોલ્યે કોઇને કશુ સમજાતુ નથી,


હોઠોને બીડી ચુપચાપ છો વિચારોમાં તલ્લીન,
યાદોની હરોળે ચડ્યા બાદ ઝલ્દી હટાતુ નથી,


મગજથી કામ ના લેતા, લઇ લો કામ હ્રદયથી,
હ્રદયથી કરેલુ નામકરણ ક્યારેય ભુસાતુ નથી...

कतरा कतरा


दास्तां कहते गये कतरा कतरा,
सीतम सहते गये कतरा कतरा,

महेफिले रोशन थी आने से,
चीराग बुज गये कतरा कतरा,

कुछ कमी न थी शानेसौकतमे,
मनसुबे ढह गये कतरा कतरा,

वादे पे उनके नाज था जीसको,
कफन औढ सो गये कतरा कतरा,

मुश्कीलसे सजाया आंखोमे उसे,
आंसु बन बह गये कतरा कतरा,

गुनाह किया था चाहने का उससे,
सजा भोगते ही गये कतरा कतरा,

दस्तुर था समीर भुल जानेका उसका,
पर यादोमें सताते गये कतरा कतरा ।

Tuesday, December 4, 2012

સ્મરણ કરી બેઠો

આખરે હું ગઝલ લખી બેઠો
રાહ જોઈને ક્યાં સુધી બેઠો

દૂરતા ઓગળી રહી જ હતી…
સ્પર્શ વચ્ચે જ ઘર કરી બેઠો

ઓ વિરહ ! થોડું થોભવું તો હતું
એમનું નામ ક્યાં લઈ બેઠો

કેટલાં કારણો હતાં નહિ તો
કોઈ કારણ વિના ફરી બેઠો

ફક્ત તારા સુધી જ જાવું’તું
પૂછ નહિ ક્યાંનો ક્યાં જઈ બેઠો

આજ પણ એ મને નહીં જ મળે
આજ પાછું સ્મરણ કરી બેઠો !!!

Monday, December 3, 2012

આવી સુધારી આપ જીવન મારૂ

હે પ્રભુ, આવી સુધારી આપ જીવન મારૂ
જગાડ નવી આશાઓથી જીવન મારૂ

નથી પામ્યો જીવનમા કંઇ છે અફસોસ
એ અફસોસથી કર મોકળુ જીવન મારૂ

પોતાના કહ્યા અને ઘાવ પણ ખાધા

મલ્હમ લગાવી ઘાવ રહિત કરજે જીવન મારૂ
ઝગડાઓ પર ઝગડા ઉપરથી વિશ્વાસઘાતો
આ બધી બલાઓથી દુર રાખજે જીવન મારૂ

ખુશનુમા વસંતમા પાનખર આવી જાય

ન આવે આવી મોસમ, હસતુ રાખજે જીવન મારૂ
તાંતણાઓની કશ્મકશમા ગુચવાયેલુ જીવન
સુધારી ગુચવણો વિહીન રાખજે જીવન મારૂ

આ આંખોની અશ્રુધારા નીરર્થક ન થાય

અડાળી ચરણને તને, સાર્થક કરજે જીવન મારૂ
મોહવશ થવાય છે આ દુનીયાથી
મોહબંધન કાપી પાવન કરજે જીવન મારૂ !!!

શું છે?


કોઇને કામ ન આવે એ જીંદગી શું છે?
ભેગા ન થાય બેહાથ એ બંદગી શું છે?

વાતો દલીલો કરી વાત બનતી નથી,
વજન વાતમા જ ન હોય એ વાત શું છે?

ઉંચા આલિશાન મહેલોમા રહે જે લોકો,
તે શું સમજે ગરીબોની એ ગરીબી શું છે?

ખુલા શરીર ખાલી પેટને મજબુર છે જે,
વિચારજો ખરા તેની એ જીન્દગી શું છે?

મોજ માટે મિત્રો હશે હજારો-લાખો પણ,
સમયે જ કામ ન આવે એ મિત્રતા શું છે?

શાંતી ને જે જગ્યાએ મળ્યુ સ્થાન ન હોય,
તે ઘર તો નથી જ ‘ સમીર’ એ શહેર શું છે?

Friday, November 30, 2012

નિવેડો લાવજે..


હે પ્રભુ,
નથી કોઇ તારા વીના મારુ, હાથ જોડી કહુ છુ હું, _/\_
સાંભળજે ફરિયાદ બધાની, નિવેડો  લાવજે વીનવુ છુ હું..

ચરણરજ છુ હુ તારો, ચરણ મા જ રહવાનો  હું,
દેજે આશીષ તારા, ધન્ય  થઈ જઇશ હું...!!!

ધ્યાન મા લેજો ..


ધ્યાન મા લેજો કે યાદ ઘણી કામ આવે છે,
કોઇ રહે ન રહે દિલ મા રાહ જગાડે છે,
લાગ્યા હોય ઝખ્મો ઘણા બેહિસાબ સમીર,
રડતા રડતા પણ હરદમ હસતા રાખે છે... !!!

અમુક..


અમુક ક્ષણો અમુક અહેસાસ ભુસી શકાતા નથી
અમુક મીઠી મીઠી પલ ભુલી શકાતી નથી,
અમુક નજરો પોતે જ કહી જતી હોય છે,
અમુક વાતો સંભળાવી શકાતી નથી !!!

Thursday, November 15, 2012

એકજ શબ્દમાં


આખી કથાનો સાર એકજ શબ્દમાં
પામી શકો તો પાર, એકજ શબ્દમાં
મુઠ્ઠી ઉઘાડો એટલી બસ વાર છે
બાકી બધું તૈયાર, એકજ શબ્દમાં
આખા મલકનું મૌન લઈને જોખજો
એથી ય બમણો ભાર એકજ શબ્દમાં
છે આ તરફ જો જિંદગી, ત્યાં મોત છે
પણ બેયનોં આધાર એકજ શબ્દમાં
આ શ્વાસ તો હોવાપણાની છે અરજ
સ્વીકાર-અસ્વીકાર એકજ શબ્દમાં
છે શબ્દ તો સાતેય દરિયાથી ગહન
ઉંડાણ અપરંપાર એકજ શબ્દમાં !!!

Wednesday, November 14, 2012

સુવર્ણકમલસ્થિત શ્રી ગૌતમસ્વામીજીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ, અને પ્રથમ ધર્મ દેશના

Guru Gautam's Kevalgyan & 1st Deshna ~ સુવર્ણકમલસ્થિત શ્રી ગૌતમસ્વામીજીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ, અને પ્રથમ ધર્મ દેશના




Anguthe Amrut Vase Labdhi Tana Bhandar
Shri Guru Gautam Samariye Vanchit Fal Dataar!!!

The main shishya & gandhar of Lord Mahavir was INDRABHUTI of GAUTAM Gotra & he had became Gandhar at age of 50years. It was Guru Gautam who taught other muni bhagvant's about Lord's Preaching's & managed looking after 14000 muni bhagvants, 36000 sadhvi bhagvant's & lacs & lacs in Chaturvidh Sangh. Guru Gautam loved Lord Mahavir to the core & it was this love that was an obstruction in his obtaining Kevalgyaan & Liberation (Moksh). So Lord seeing his nirvaan, sent Guru Gautam to go to next village to teach Deshverma Brahman. While on way to return itself Guru Gautam heard about Lord's Nirvaan & was completely disheartened & kept on crying for Lord Mahavir's death. In such thoughts itself in some hours after lord's Nirvaan at early morning he understood true meanings of this life & attained KEVALGYAAN. On attaining Kevalgyaan he gave his 1st deshna on a Golden Lotus made by Dev's itself. Thereafter he gave deshna's for further 12 years at various places thereby showing true path to lacs of people & finally attained Liberation (Moksh) while on continuous fasts for 30days. In total 50000 shishya's of Guru Gautam got Liberation (Moksh) & as his name is that powerful, it is taken in most of Jain Houses during early morning hours.


ભગવાન શ્રીમહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમગોત્રીય શ્રીઇન્દ્રભૂતિ હતા. તેઓ `ગૌતમ' (ગોત્ર) નામથી જ વિશેષ પ્રસિદ્ધિને પામ્યા હતા. પૂર્વાવસ્થામાં તેઓ બ્રાહ્મણકુલોત્પન્ન અને વેદ-વિદ્યામાં પારંગત હતા. તેઓ ગણધર પદે આવ્યા ત્યારે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી. તેઓ હંમેશા સેંકડો શિષ્યોને શાસ્ત્રની વાચના આપતા અને ખુદ મહાવીર ભગવાનના ૧૪ હજાર સાધુ, ૩૬ હજાર સાધ્વી અને લાખો-કરોડો શ્રાવક-શ્રાવિકારૂપ સંઘની યોગ્ય વ્યવસ્થા અને જવાબદારી સંભાળતા હતા. ગૌતમસ્વામીને મહાવીર ઉપર અવિહડ સ્નેહ-રાગ હતો અને એ રાગ પ્રશસ્ત છતાં એમની આત્યન્તિક સિદ્ધિ (મોક્ષપ્રાપ્તિ) ની આડે આવતો હતો. એ બંધન તૂટી જાય એટલા ખાતર ઉપકારી ભગવાને નિર્વાણના દિવસની સાંજે જ એમને બોલાવીને કહ્યું કે `ગૌતમ, તું સામેના ગામમાં રહેલા દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જા.' પડતો બોલ ઝીલનાર પ્રખર આજ્ઞાંતિક, ગૌતમસ્વામીજી ત્યાં ગયા. પ્રતિબોધ કરીને પાછા ફરતાં માર્ગમાં જ એમણે ભગવાનનું નિર્વાણ (મૃત્યુ) સાંભળ્યું. સાંભળતાં જ વજ્રઘાત થયો! શૂન્યમનસ્ક બની ગયા! પોતાને ખરે અવસરે વેગળો કર્યાના કારણે ભગવાનને ઉપાલમ્ભ આપવા પૂર્વક કરુણ વિલાપ કરવા લાગ્યા! પછી, `વીર! ઓ વીર!' રટતા રહ્યા. એકાએક મોહનાં પડલો ખસી ગયાં. ત્યાં એમને સાચો જ્ઞાનપ્રકાશ લાધ્યો, સમજાયું કે `અરે! નિર્મોહીને મોહ શેનો હોય! મારા એક પક્ષીય સ્નેહને ધિક્કાર હો!' આમ વૈરાગ્ય ભાવના ભાવતાં તેમને પ્રભાતે કેવલજ્ઞાન થયું. પછી એમણે દેવોએ રચેલા સુવર્ણ કમળ ઉપર પદ્માસને બેસીને ધર્મોપદેશ આપ્યો. બાર વર્ષ સુધી અનેક સ્થળે વિચરી, લાખો લોકોને તારીને અંતે એક માસના ઉપવાસ કરી એઓ મોક્ષે પધાર્યા. ગૌતમસ્વામીને તદ્ભવ મોક્ષગામી ૫૦ હજાર શિષ્યો હતા. તેમનું નામ પ્રભાવશાળી હોવાથી હજારો જૈનો નિરંતર પ્રભાતમાં અનેકલબ્ધિથી સમ્પન્ન ગૌતમસ્વામીની પ્રાર્થના-પૂજાદિક કરતા આવ્યા છે અને આજે પણ કરે છે.

- સમીર દોશી, Samir Doshi _/\_

Tuesday, November 13, 2012

દેવો અને માનવોએ ખિન્નહૃદયે કરેલો અગ્નિસંસ્કાર અને દિવાલી પર્વનો પ્રારંભ

Last rites of Lord Mahavir jointly done by Dev's & human's by broken Heart & initiation of Deepawali Parv ~ દેવો અને માનવોએ ખિન્નહૃદયે કરેલો અગ્નિસંસ્કાર અને દિવાલી પર્વનો પ્રારંભ



At time of Liberation of Lord, Kings of 18 places were present & as attainment of Liberation of Lord marked dawn of Light of Knowledge from World, Dipak's were lighted up to glow up the place. From that time lighting of Dipak was done  on Liberation day of Lord & festival was initially named as Dipotsavi which got famous as Deepavali too all across. All Indra dev's reached Apapapuri (now known as Pawapuri) to celebrate MOKSH KALYANAK of Lord Mahavir. To perform final rites, Dev's prepared everything & Lord's body was bathed from holy water. Finally as the procession started towards the place for last rites, everyone were in tears & full of sad feeling. Shibika in which Lord was kept seated was carried by Dev's & reached to final destination with lacs & lacs of people following it. Final rites were done by Dev's & after final rites Asthi's were taken off by Dev's. Before attaining NIRVAAN, Lord had handed over discipline of entire chaturvidh sangh & all sadhu sadhvi bhagvant's to SUDHARMA SWAMI.

Crores & crores of bowing's to our LORD MAHAVIR.

નિર્વાણસમયે કાશી-કોશલના ૧૮ ગણતંત્ર રાજાઓ ઉપસ્થિત હતાં. તેમણે ભાવ-(જ્ઞાન-) પ્રકાશ અસ્ત થતાં, દ્રવ્ય પ્રકાશ કરવા સર્વત્ર દીવાઓ-દીપમાલિકાઓ પ્રગટાવ્યા. ત્યારથી આ દિવસ દીપોત્સવી તરીકે પ્રસિદ્ધિને પામ્યો અને ટૂંક સમયમાં દેશભરમાં દિવાળીપર્વ તરીકે મશહૂર બન્યો. ઇન્દ્રાદિક દેવો જ્ઞાનથી નિર્વાણ જાણીને પાંચમું કલ્યાણક ઊજવવા પાવાપુરી આવી પહોંચ્યા. અંત્યેષ્ટિ કર્મ કરવા શક્રે જુદા જુદા દેવો દ્વારા શીઘ્ર ગોશીર્ષ ચંદનાદિકનાં કાષ્ઠો આદિ સામગ્રી મંગાવી ચિતા તૈયાર કરાવી, પછી આભિયોગિક દેવો પાસે ક્ષીરસમુદ્રનાં જલ મંગાવી અનંત ઉપકારી ભગવાનના અતિ પવિત્ર નિર્જીવ શરીરને સ્નાન કરાવ્યું. હરિચંદનથી લેપ કર્યો. રેશમી વસ્ત્ર પહેરાવ્યાં. મુગટ આદિ સુવર્ણ રત્નોના અલંકારો પહેરાવ્યાં. પછી ભગવાનના દેહને દેવનિર્મિત ભવ્ય શિબિકામાં પધરાવ્યો. આ નિર્વાણયાત્રામાં અસંખ્ય દેવો અને લાખો પ્રજાજનો સામેલ થયા. સૌનાં નેત્રો અશ્રુથી પૂર્ણ હતાં. સૌના ચહેરા દુઃખ-શોકથી મ્લાન હતાં. દેવોએ શિબિકા ઉપાડી. વાજતે ગાજતે જયનાદોની પ્રચંડ ઘોષણા સાથે નિર્વાણયાત્રા ચિતાસ્થાને આવી. ચિતા ઉપર શિબિકા પધરાવી અને સ્તુતિ-પ્રાર્થનાઓ કરી. દેવોએ અગ્નિ પ્રગટાવ્યો અને ઘી વગેરેથી સિંચન કર્યું. દેહ-પુદ્ગલ નષ્ટ થતાં સુગંધી જલથી ચિતા ઠારી. આ પ્રમાણે નિર્વાણમહોત્સવ પૂર્ણ કરી ભગવાનની દાઢાઓ અને અન્ય અસ્થિઓને દેવો દેવલોકમાં લઈ ગયા. અગ્નિસંસ્કારના સ્થાને ભવ્ય સ્તૂપની સ્થાપના કરવામાં આવી. એ પહેલાં ભગવાને પોતાનો કેવલજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની, વાદી, મહાતપસ્વી, અદ્ભુત વિદ્યા-સિદ્ધો વગેરેથી અલંકૃત લાખો સાધુ-સાધ્વીજીઓનો તથા લાખો કરોડો શ્રાવક-શ્રાવિકા-(પુરુષ-સ્ત્રી)ઓનો સંઘ, પાંચમાં શિષ્ય ગણધર શ્રીસુધર્માસ્વામીજીને સોંપ્યો.

શ્રમણ ભગવાન મહાવીરને અંતરનાં કોટાનુકોટિ વંદન!

- સમીર દોશી, Samir Doshi _/\_

Monday, November 12, 2012

પાવાપુરીમાં ભગવાનની ૧૬ પ્રહર [૪૮ કલાક] ની અંતિમ દેશના અને નિર્વાણ-કલ્યાણક

Last Deshna continuously for 48hours by Lord & attainment of Liberation ~ પાવાપુરીમાં ભગવાનની ૧૬ પ્રહર [૪૮ કલાક] ની અંતિમ દેશના અને નિર્વાણ-કલ્યાણક


Lord Mahavir moved around in several cities by feet for several years & very liberally gave all teachings to Kings, Merchants, Poors etc out of which Thousands took Diksha under the Lord. 30 Years after getting Kevalgyaan & after 42 Years of taking Diksha, at age of 72 Lord reaches for his last Chaturmas at Apapapuri (Now known as PAWAPURI) & stayed at servant's quarters of King Hastipal. In Fourth month of Chomasu at Gujarati Month AASO Vad Amaas Lord knew of his liberation & did Chhath Tapp (2 Fasts) on Chaudas & Amaas AND for OUR WELL BEING lord started his antim deshna (preaching's) continuously for 48 hours (16 Prahar). This deshna was attended by Dev's, Chaturvidh Sangh, 18 Big Kings with their ministers & people of their cities. In this last deshna lord preached about PUNYA-PAAP. As just 4 Ghadi time was remaining in completion of AMAVASYA, Lord destroyed his remaining 4 aghati karm's & attained Liberation (MOKSH) from where no-one has to re-born.

This way soul of Lord after doing various tapp's & sadhna's in entire cycle of numerous Births & more particularly great tapp sadhna & sahanshilta in last birth attained LIBERATION & SIDDH PADD.

ભગવાન અનેક દેશમાં પગપાળા વિચર્યા. એમણે ઉપદેશનો ધોધ વરસાવ્યો. જેમાં ગરીબો, અમીરો, શ્રમજીવીઓ અને શ્રીમંતો, રાજકુમારો, રાણીઓ, રાજાઓ હતાં, એવા હજારો જીવોને દીક્ષા આપી, અને લાખો લોકોને ધાર્મિક બનાવ્યા. અંતમાં કેવલી પર્યાયના ૩૦ માં, દીક્ષાના ૪૨ માં અને જન્મના ૭૨ માં વર્ષે અંતિમ ચાતુર્માસ અને જીવનનું અંતિમ વર્ષ પૂર્ણ કરવા ભગવાન અપાપાપુરી (પાવાપુરી) પધાર્યા. ત્યાં તેઓશ્રી હસ્તિપાલ રાજાના કારકુનોના સભાખંડમાં ચાતુર્માસ રહ્યા. ચોમાસાનો ચોથો મહિનો (ગુજ.) આસો વદિ અમાવસ્યાએ પોતાનું પરિનિર્વાણ થવાનું હોવાથી ચૌદસ-અમાસના બે નિર્જલ ઉપવાસ (છઠ્ઠ તપ) કર્યા. જગતના કલ્યાણ માટે સુવર્ણકમળ ઉપર પલ્યંકાસને-પદ્માસને બેસી અંતિમ દેશનાનો પ્રારંભ કર્યો. સભામાં ચારેનિકાયના દેવો, ચતુર્વિધ શ્રીસંઘ, કાશી-કોશલ દેશ આદિ જનપદના માન્ય ૧૮ ગણરાજાઓ, તેમજ ગણ્ય-માન્ય અન્ય વર્ગ અને સામાન્ય વર્ગ પણ ઉપસ્થિત હતો. પ્રવચનમાં ભગવાને પુણ્ય-પાપ ફલ વિષયક અધ્યયનો આદિ વર્ણવ્યું. અમાવસ્યાની પાછલી રાતની ચાર ઘડી બાકી રહી ત્યારે સોળ પ્રહર-૪૮ કલાકની અવિરત ચાલેલી પ્રલંબ દેશના પૂરી થતાં જ ભગવાનનો આત્મા શરીર ત્યજી, વેદનીયાદિ ચાર અઘાતી કર્મોનો ક્ષય થતાં, આઠેય કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી, ૭૨ વર્ષનું આયુષ્ય પૂરું કરીને સ્વાતિ નક્ષત્રમાં ઊર્ધ્વાકાશમાં અસંખ્ય યોજન દૂર રહેલા મુક્તિ-સ્થાનમાં એક જ સમયમાં (એક સેકન્ડનો અસંખ્યાતામો ભાગ) પહોંચી જ્યોતિમાં જ્યોતિરૂપે ભળી ગયો. હવે તેઓ જન્મ-મરણથી મુક્ત થયા. તમામ બંધનો, દુઃખો, સંતાપોથી રહિત બની સર્વસુખના ભોક્તા બન્યા.

આ મહાન આત્માએ ગત જન્મમાં કરેલી સાધના અને અંતિમ જન્મમાં કરેલી મહાસાધનાના ફળરૂપે અભીષ્ટ-પરમોચ્ચ એવા સિદ્ધિપદને મેળવ્યું.
- સમીર દોશી, Samir Doshi _/\_

Sunday, November 11, 2012

સ્વશિષ્યો સહ ૧૧ બ્રાહ્મણવિદ્વાનોને દીક્ષા, ગણધરપદપ્રદાન શાસ્ત્રસર્જન અને સંઘ સ્થાપના

Lord giving Diksha to Gautam Swami & 10 Other Brahman's, Giving them Gandhar Padvi, Formation of  Aagam's & SANGH STHAPNA ~ સ્વશિષ્યો સહ ૧૧ બ્રાહ્મણવિદ્વાનોને દીક્ષા, ગણધરપદપ્રદાન શાસ્ત્રસર્જન અને સંઘ સ્થાપના

In presence of numerous Dev, Devi's & normal living beings LORD MAHAVIR GAVE sermons sitting in SAMOVASRAN at Pawapuri & hearts of many melted out. At same time Indrabhuti Gautam alongwith other 10 brahmins & 4400 Shishya's were in same city who considered themselves as completely full with knowledge. They all came to Lord Mahavir to do competition & show that they are more knowledgeable than the lord Mahavir. But as Lord cleared their doubts they themselves found that the Lord Mahavir is the most Knowledgeable & all of them tok Diksha under Lord Mahavir of which Lord made main 11 Brahmins as his Gandhar's. Lord gave tripadi's to all of them from which Dwadshangi, main aagam, has been made. At that place itself Lord also established Chaturvidh Sangh.

સમવસરણમાં અસંખ્ય દેવો તથા માનવો વચ્ચે, ૩૪ અતિશયો અને ૩૫ ગુણોથી અલંકૃત વાણીમાં ભગવાને અદ્ભુત પ્રવચન આપ્યું. હજારો હૈયાં ધર્મભાવાથી તરબોળ બન્યા. બીજી બાજુ એ જ નગરમાં એક મહાયજ્ઞ શરૂ થયો હતો. તે માટે અનેક વિદ્વાન બ્રાહ્મણો આવેલા હતા. એમાં અગિયાર બ્રાહ્મણો મહાવિદ્વાન હતા. એ બધાય પોતાની જાતને સર્વજ્ઞ માનતા હતા. એમાં મુખ્ય ગૌતમ-ગોત્રીય ઇન્દ્રભૂતિ હતા. એ બ્રાહ્મણોએ લોકોના મોઢેથી સાંભળ્યું કે અમો સર્વજ્ઞ બનેલા મહાવીરને વંદન કરી આવ્યા, ત્યારે ઇન્દ્રભૂતિનો ઇર્ષ્યાગ્નિ પ્રજ્વલિત બન્યો. `મારા સિવાય જગતમાં સર્વજ્ઞ છે જ ક્યાં? આ કોઈ મહાધૂર્ત લાગે છે. હું જાઉં અને એને શાસ્ત્રાર્થ દ્વારા ચૂપ કરી દઉં.' તેઓ ૫૦૦ શિષ્યો સાથે ત્યાં પહોંચ્યા, પણ દૂરથી ભગવાનને જોતાં જ સ્તબ્ધ બની ગયા. પછી નજીક ગયા ત્યાં જ ભગવાને નામ-ગોત્રના ઉચ્ચારપૂર્વક તેમને બોલાવ્યા અને એના મનમાં `આત્મા જેવું સ્વતંત્ર દ્રવ્ય છે કે નહિ?' એવી જે ગુપ્ત શંકા હતી, તે જણાવતાં જ તેનો ગર્વ ગળી ગયો અને `મહાવીર સાચા સર્વજ્ઞ છે' એવી સંપૂર્ણ પ્રતીતિ થઈ. ભગવાને તરત જ યુક્તિયુક્ત અર્થવાળી ગંભીર વાણીથી શંકાનું સમાધાન કર્યું, એટલે ઇન્દ્રભૂતિએ પાંચસો વિદ્વાન શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. તેની જાણ અન્ય દસ વિદ્વાન બ્રાહ્મણોને થતાં તેઓ પણ ભગવાન પાસે આવ્યા. તેમની ગૂઢ શંકાઓનાં સમાધાનો થતાં હજારો (૪૪૦૦) શિષ્યો સાથે તેઓ પણ દીક્ષિત બન્યા. ઇન્દ્રભૂતિ મુખ્ય શિષ્ય બન્યા. પછી ભગવાને ઊભા થઈ ઇન્દ્રના હાથમાં રહેલા થાળમાંથી વાસક્ષેપ લઈ સૌના મસ્તક ઉપર નાંખી આશીર્વાદ આપી તેમને ગણધરપદે સ્થાપિત કર્યા. પ્રભુએ સહુને ત્રિપદી આપી. તેના આધારે અર્થથી સમાન પણ શબ્દથી ભિન્ન દ્વાદશાંગશાસ્ત્રોની પ્રાકૃત ભાષામાં શીઘ્ર રચના કરી અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રીસંઘની સ્થાપના કરવા દ્વારા સ્વતીર્થ-શાસન-પ્રવર્તન કર્યું.

- સમીર દોશી, Samir Doshi _/\_

Saturday, November 10, 2012

ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ~ કેવલજ્ઞાન કલ્યાણક

Attainment of KEVALGYAN by LORD MAHAVIR ~ ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ~ કેવલજ્ઞાન કલ્યાણક




After doing several tapp's, meditations & facing many adversities some of which mentioned earlier for long period of 12 & half years, Lord reached Jhrumbhik Village. Lord had second fast that day & as Lord reached a farmland on banks of Rujubalika river, LORD ATTAINED KEVALGYAN. As time of attaining Kevalgyan was coming nearby, Lord sat under a Shal Tree in Godohika Aasan & did Sukaldhyaan & moved ahead in Shukaldhyan, lord destroyed all 4 Ghati Karms namely Mohniya, Gyanavarniy, Darshnavarniy & Antraay Karm's & attained KEVALGYAAN & KEVALDARSHAN. It was 4th Prahar of Vaisakh Sud 10 when lord attained the ultimate knowledge i.e. KEVALGYAAN & as Lord was not having 18 Dosh, He became ARIHANT too & as such became fit for worship by all & most respectful to all.

ઓછામાં ઓછા બે ઉપવાસ (છઠ્ઠ) થી લઈને છ છ મહિના સુધીના ઉપવાસ આદિની અનેકવિધ મહાતપશ્ચર્યાપૂર્વક ઉદ્યાનો, વનો, નિર્જન સ્થાનો વગેરે સ્થલોમાં ધ્યાનસ્થ રહી, દેવ-મનુષ્યાદિ દ્વારા થયેલા ઉપસર્ગો અને પરીસહોને સમભાવપૂર્વક સ્વેચ્છાથી સહન કરી, સાધિક સાડાબાર વર્ષની સાધનાને અંતે ભગવાન ધર્મ-ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચ્યા. ત્યાર બાદ તેઓશ્રી મધ્યમામાંથી વિહરી, જૃમ્ભિક ગામે આવ્યા અને ત્યાં ગામ બહાર વહેતી ઋજુવાલિકા નદીના કિનારા ઉપરના ખેતરમાં દાખલ થયા ત્યારે તેમને બીજો ઉપવાસ હતો. વિશ્વનાં પ્રાણિમાત્રનું યથાર્થ કલ્યાણ કરવું હોય તેને વિશ્વનાં સમસ્ત પદાર્થો, તેની ત્રૈકાલિક અવસ્થાઓ અને તેનાં ગૂઢ રહસ્યોનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એ માટે `કેવલજ્ઞાન' નો મહાપ્રકાશ મેળવવો જોઈએ. એ મેળવવા આત્મિકગુણોના પૂર્ણવિકાસને રૂંધી રહેલાં કર્મોનો ક્ષય કરવો જોઈએ. એ કરવા માટે અહિંસા, સંયમ અને તપની મહાસાધના કરવી જોઈએ. ભગવાન ૧૨.. વર્ષ સુધી એ માર્ગને અનુસર્યા. અને પ્રારંભેલી મહાસાધનાની અન્તિમ સિદ્ધિ (કેવલજ્ઞાનપ્રાપ્તિ) નો સમય નિકટ આવી રહ્યો હતો ત્યારે ભગવાને શાલવૃક્ષની નીચે સૂર્યના આતપમાં ગોદોહિકાસને (ચિત્ર-મુજબ)બેસીને શુક્લધ્યાનમાં પ્રવેશ કર્યો. ઉત્તરોત્તર વિશુદ્ધ શુક્લધ્યાનમાં પ્રવિષ્ટ હતા ત્યારે, તેઓશ્રીએ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય, આ ચાર ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યો અને (પાંચમું) કેવલજ્ઞાન તથા કેવલદર્શન પ્રગટ થયાં. તે દિવસ હતો વૈશાખ શુદિ દશમનો, અને પ્રહર હતો ચોથો. ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી થવાથી તેઓ સંપૂર્ણ લોકાલોક-વિશ્વનાં ત્રણેય કાલના મૂર્તામૂર્ત, સૂક્ષ્મ કે સ્થૂલ, ગુપ્ત કે પ્રગટ એવા સમસ્ત જડ, ચેતન પદાર્થો, અને તેના પર્યાયો (અવસ્થાઓ)ને પ્રત્યક્ષ રીતે જોવા અને જાણવાવાળા થયા. તેમ જ અઢાર દોષ રહિત થતાં `અરિહંત' બન્યા. તેથી તેઓ ત્રણેય લોકને આરાધ્ય, વંદનીય અને પૂજનીય બન્યા.

- સમીર દોશી, Samir Doshi _/\_

Friday, November 9, 2012

તારા દર્શન કેમ થતા નથી??


તારા દર્શન કેમ થતા નથી?
મારા પર ઉપકાર કેમ થતો નથી?

કહ્યુ હેરાન હુ ~ તોપણ છુ તો તારો
,
મારા પર વિશ્વાસ કેમ થતો નથી?

તારા ખોળામા હુ ચુપચાપ રડી લેત
,
આવો એકવાર મોકો કેમ થતો નથી?

લાખો પાપી ને તાર્યા છે તે
,
મારો ઉધ્ધાર કેમ થતો નથી?

તારી મહેરબાની ના ચાર શબ્દોથી
,
આ દાસ સમીર હકદાર કેમ થતો નથી???