Thursday, July 12, 2012

જિવવા માટે પણ સમય નથી..

દરેક ખુશી છે અહિ લોકો પાસે
પણ હસવા માટે સમય નથી...
દિવસ-રાત દોડતી દુનિયા મા
જિંદગી માટે પણ સમય નથી...

મા ના હાલરડાં નો અહેસાસ છે
પણ મા ની મમતા માટે સમય નથી...
બધા સંબંધો તો મરી ગયા જાણે
પણ તેમને દફનાવવાનો સમય નથી...

બધા નામ મોબઈલ મા છે પણ
મિત્રતા માટે સમય નથી...
પારકા ઓ ની શું વાત કરવી
પોતાના માટે પણ સમય નથી...

આંખો મા છે ઊંઘ ઘણીયે
પણ સુવા મટે સમય નથી...
દિલ છે ગમો થી ભરેલું
પણ રોવા માટે સમય નથી...

પૈસા ની દોડ મા એવા દોડ્યા
કે થાકવા નો પણ સમય નથી...
પારકા અહેસાનો ની શુ કદર કરીએ
જ્યાં પોતાના સપના ની જ કદર નથી...

તુ જ કહે મને એ
શુ થશે આ જિંદગી નુ...
દરેક પળે મરવા વાળા ને
જિવવા માટે પણ સમય નથી..!!

Thursday, July 5, 2012

આત્મ- મન


અનંત અગણિત છે મનનું આકાશ
દુખ માં અંધકાર ને સુખ માં ઉજાસ

મનના મહેલ માં મહાલતો રહ્યો
જીન્દીગીભર ઊંઘ માં ચાલતો રહ્યો

મનને મનાવે તે બધા માનવ
બાકી બધા માયાવી દાનવ

મનના રોગ ની નથી દવા કે મલમ
ફક્ત આત્મચિંતન જરૂરી નહીતો "પુનર્જન્મ"

પળે પળે તરસાવતું ને લલચાવતું
કઠપુતલી ની જેમ મને નચાવતું

સમીર ને ચીંધો માર્ગ હવે પ્રભુ
મમ આત્મસાત વહાવ તું...

મોસમ..


મન ભરીને મોસમ ખીલી આવી છે રેણુ રમવા,
એકબીજામાં ભળવા.

ભર ચોમાસે વરસે મારો તારા ઉપર પ્રેમ,
તું ભીંજાણી વર્ષાથી યે હું ભીંજાણો કે કેમ ?
ભીના ભીના રસ્તા ઉપર ચાલો આપણ ફરવા,
એકબીજામાં ભળવા.



અંગે ઉમંગનો દરિયો ઊછળે મોજાં એનાં મલકતાં,
સ્પર્શેલી આ લાગણીઓનાં રુવે રુવાં ફરફરતાં.
અંબરથી વરસેલી ધારા આવી અવનિને મળવા.
એકબીજામાં ભળવા...

મનથી મળી ગયું છે મારું મન…

નથી મનાવી શકતો હું મનને મારા,
ઘણું જ ચંચળ છે મારું મન.
ડૂબેલુ રહે છે બસ વિચારોમાં,
ખોવાઇ જાય છે સપનામાં મારું મન.

સ્થીર નથી થતું કદી પણ એ,
સદા ભાગતું રહે છે મારું મન.
ઘડીમાં હા અને ઘડીમાં ના,
અચાનક બદલાઈ જાય છે મારું મન.

ક્યારેક ભાંગી પડે છે વિષાદમાં,
ક્યારેક હસે છે ખુશીથી મારું મન.
ક્યારેક બની જાય છે ઘણું કઠોર,
ક્યારેક બને છે કોમળ મારું મન.

પ્રેમના તાંતણે, સ્નેહના સથવારે,
મનથી મળી ગયું છે મારું મન…