Friday, November 30, 2012

નિવેડો લાવજે..


હે પ્રભુ,
નથી કોઇ તારા વીના મારુ, હાથ જોડી કહુ છુ હું, _/\_
સાંભળજે ફરિયાદ બધાની, નિવેડો  લાવજે વીનવુ છુ હું..

ચરણરજ છુ હુ તારો, ચરણ મા જ રહવાનો  હું,
દેજે આશીષ તારા, ધન્ય  થઈ જઇશ હું...!!!

ધ્યાન મા લેજો ..


ધ્યાન મા લેજો કે યાદ ઘણી કામ આવે છે,
કોઇ રહે ન રહે દિલ મા રાહ જગાડે છે,
લાગ્યા હોય ઝખ્મો ઘણા બેહિસાબ સમીર,
રડતા રડતા પણ હરદમ હસતા રાખે છે... !!!

અમુક..


અમુક ક્ષણો અમુક અહેસાસ ભુસી શકાતા નથી
અમુક મીઠી મીઠી પલ ભુલી શકાતી નથી,
અમુક નજરો પોતે જ કહી જતી હોય છે,
અમુક વાતો સંભળાવી શકાતી નથી !!!

Thursday, November 15, 2012

એકજ શબ્દમાં


આખી કથાનો સાર એકજ શબ્દમાં
પામી શકો તો પાર, એકજ શબ્દમાં
મુઠ્ઠી ઉઘાડો એટલી બસ વાર છે
બાકી બધું તૈયાર, એકજ શબ્દમાં
આખા મલકનું મૌન લઈને જોખજો
એથી ય બમણો ભાર એકજ શબ્દમાં
છે આ તરફ જો જિંદગી, ત્યાં મોત છે
પણ બેયનોં આધાર એકજ શબ્દમાં
આ શ્વાસ તો હોવાપણાની છે અરજ
સ્વીકાર-અસ્વીકાર એકજ શબ્દમાં
છે શબ્દ તો સાતેય દરિયાથી ગહન
ઉંડાણ અપરંપાર એકજ શબ્દમાં !!!

Wednesday, November 14, 2012

સુવર્ણકમલસ્થિત શ્રી ગૌતમસ્વામીજીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ, અને પ્રથમ ધર્મ દેશના

Guru Gautam's Kevalgyan & 1st Deshna ~ સુવર્ણકમલસ્થિત શ્રી ગૌતમસ્વામીજીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ, અને પ્રથમ ધર્મ દેશના




Anguthe Amrut Vase Labdhi Tana Bhandar
Shri Guru Gautam Samariye Vanchit Fal Dataar!!!

The main shishya & gandhar of Lord Mahavir was INDRABHUTI of GAUTAM Gotra & he had became Gandhar at age of 50years. It was Guru Gautam who taught other muni bhagvant's about Lord's Preaching's & managed looking after 14000 muni bhagvants, 36000 sadhvi bhagvant's & lacs & lacs in Chaturvidh Sangh. Guru Gautam loved Lord Mahavir to the core & it was this love that was an obstruction in his obtaining Kevalgyaan & Liberation (Moksh). So Lord seeing his nirvaan, sent Guru Gautam to go to next village to teach Deshverma Brahman. While on way to return itself Guru Gautam heard about Lord's Nirvaan & was completely disheartened & kept on crying for Lord Mahavir's death. In such thoughts itself in some hours after lord's Nirvaan at early morning he understood true meanings of this life & attained KEVALGYAAN. On attaining Kevalgyaan he gave his 1st deshna on a Golden Lotus made by Dev's itself. Thereafter he gave deshna's for further 12 years at various places thereby showing true path to lacs of people & finally attained Liberation (Moksh) while on continuous fasts for 30days. In total 50000 shishya's of Guru Gautam got Liberation (Moksh) & as his name is that powerful, it is taken in most of Jain Houses during early morning hours.


ભગવાન શ્રીમહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમગોત્રીય શ્રીઇન્દ્રભૂતિ હતા. તેઓ `ગૌતમ' (ગોત્ર) નામથી જ વિશેષ પ્રસિદ્ધિને પામ્યા હતા. પૂર્વાવસ્થામાં તેઓ બ્રાહ્મણકુલોત્પન્ન અને વેદ-વિદ્યામાં પારંગત હતા. તેઓ ગણધર પદે આવ્યા ત્યારે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી. તેઓ હંમેશા સેંકડો શિષ્યોને શાસ્ત્રની વાચના આપતા અને ખુદ મહાવીર ભગવાનના ૧૪ હજાર સાધુ, ૩૬ હજાર સાધ્વી અને લાખો-કરોડો શ્રાવક-શ્રાવિકારૂપ સંઘની યોગ્ય વ્યવસ્થા અને જવાબદારી સંભાળતા હતા. ગૌતમસ્વામીને મહાવીર ઉપર અવિહડ સ્નેહ-રાગ હતો અને એ રાગ પ્રશસ્ત છતાં એમની આત્યન્તિક સિદ્ધિ (મોક્ષપ્રાપ્તિ) ની આડે આવતો હતો. એ બંધન તૂટી જાય એટલા ખાતર ઉપકારી ભગવાને નિર્વાણના દિવસની સાંજે જ એમને બોલાવીને કહ્યું કે `ગૌતમ, તું સામેના ગામમાં રહેલા દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જા.' પડતો બોલ ઝીલનાર પ્રખર આજ્ઞાંતિક, ગૌતમસ્વામીજી ત્યાં ગયા. પ્રતિબોધ કરીને પાછા ફરતાં માર્ગમાં જ એમણે ભગવાનનું નિર્વાણ (મૃત્યુ) સાંભળ્યું. સાંભળતાં જ વજ્રઘાત થયો! શૂન્યમનસ્ક બની ગયા! પોતાને ખરે અવસરે વેગળો કર્યાના કારણે ભગવાનને ઉપાલમ્ભ આપવા પૂર્વક કરુણ વિલાપ કરવા લાગ્યા! પછી, `વીર! ઓ વીર!' રટતા રહ્યા. એકાએક મોહનાં પડલો ખસી ગયાં. ત્યાં એમને સાચો જ્ઞાનપ્રકાશ લાધ્યો, સમજાયું કે `અરે! નિર્મોહીને મોહ શેનો હોય! મારા એક પક્ષીય સ્નેહને ધિક્કાર હો!' આમ વૈરાગ્ય ભાવના ભાવતાં તેમને પ્રભાતે કેવલજ્ઞાન થયું. પછી એમણે દેવોએ રચેલા સુવર્ણ કમળ ઉપર પદ્માસને બેસીને ધર્મોપદેશ આપ્યો. બાર વર્ષ સુધી અનેક સ્થળે વિચરી, લાખો લોકોને તારીને અંતે એક માસના ઉપવાસ કરી એઓ મોક્ષે પધાર્યા. ગૌતમસ્વામીને તદ્ભવ મોક્ષગામી ૫૦ હજાર શિષ્યો હતા. તેમનું નામ પ્રભાવશાળી હોવાથી હજારો જૈનો નિરંતર પ્રભાતમાં અનેકલબ્ધિથી સમ્પન્ન ગૌતમસ્વામીની પ્રાર્થના-પૂજાદિક કરતા આવ્યા છે અને આજે પણ કરે છે.

- સમીર દોશી, Samir Doshi _/\_

Tuesday, November 13, 2012

દેવો અને માનવોએ ખિન્નહૃદયે કરેલો અગ્નિસંસ્કાર અને દિવાલી પર્વનો પ્રારંભ

Last rites of Lord Mahavir jointly done by Dev's & human's by broken Heart & initiation of Deepawali Parv ~ દેવો અને માનવોએ ખિન્નહૃદયે કરેલો અગ્નિસંસ્કાર અને દિવાલી પર્વનો પ્રારંભ



At time of Liberation of Lord, Kings of 18 places were present & as attainment of Liberation of Lord marked dawn of Light of Knowledge from World, Dipak's were lighted up to glow up the place. From that time lighting of Dipak was done  on Liberation day of Lord & festival was initially named as Dipotsavi which got famous as Deepavali too all across. All Indra dev's reached Apapapuri (now known as Pawapuri) to celebrate MOKSH KALYANAK of Lord Mahavir. To perform final rites, Dev's prepared everything & Lord's body was bathed from holy water. Finally as the procession started towards the place for last rites, everyone were in tears & full of sad feeling. Shibika in which Lord was kept seated was carried by Dev's & reached to final destination with lacs & lacs of people following it. Final rites were done by Dev's & after final rites Asthi's were taken off by Dev's. Before attaining NIRVAAN, Lord had handed over discipline of entire chaturvidh sangh & all sadhu sadhvi bhagvant's to SUDHARMA SWAMI.

Crores & crores of bowing's to our LORD MAHAVIR.

નિર્વાણસમયે કાશી-કોશલના ૧૮ ગણતંત્ર રાજાઓ ઉપસ્થિત હતાં. તેમણે ભાવ-(જ્ઞાન-) પ્રકાશ અસ્ત થતાં, દ્રવ્ય પ્રકાશ કરવા સર્વત્ર દીવાઓ-દીપમાલિકાઓ પ્રગટાવ્યા. ત્યારથી આ દિવસ દીપોત્સવી તરીકે પ્રસિદ્ધિને પામ્યો અને ટૂંક સમયમાં દેશભરમાં દિવાળીપર્વ તરીકે મશહૂર બન્યો. ઇન્દ્રાદિક દેવો જ્ઞાનથી નિર્વાણ જાણીને પાંચમું કલ્યાણક ઊજવવા પાવાપુરી આવી પહોંચ્યા. અંત્યેષ્ટિ કર્મ કરવા શક્રે જુદા જુદા દેવો દ્વારા શીઘ્ર ગોશીર્ષ ચંદનાદિકનાં કાષ્ઠો આદિ સામગ્રી મંગાવી ચિતા તૈયાર કરાવી, પછી આભિયોગિક દેવો પાસે ક્ષીરસમુદ્રનાં જલ મંગાવી અનંત ઉપકારી ભગવાનના અતિ પવિત્ર નિર્જીવ શરીરને સ્નાન કરાવ્યું. હરિચંદનથી લેપ કર્યો. રેશમી વસ્ત્ર પહેરાવ્યાં. મુગટ આદિ સુવર્ણ રત્નોના અલંકારો પહેરાવ્યાં. પછી ભગવાનના દેહને દેવનિર્મિત ભવ્ય શિબિકામાં પધરાવ્યો. આ નિર્વાણયાત્રામાં અસંખ્ય દેવો અને લાખો પ્રજાજનો સામેલ થયા. સૌનાં નેત્રો અશ્રુથી પૂર્ણ હતાં. સૌના ચહેરા દુઃખ-શોકથી મ્લાન હતાં. દેવોએ શિબિકા ઉપાડી. વાજતે ગાજતે જયનાદોની પ્રચંડ ઘોષણા સાથે નિર્વાણયાત્રા ચિતાસ્થાને આવી. ચિતા ઉપર શિબિકા પધરાવી અને સ્તુતિ-પ્રાર્થનાઓ કરી. દેવોએ અગ્નિ પ્રગટાવ્યો અને ઘી વગેરેથી સિંચન કર્યું. દેહ-પુદ્ગલ નષ્ટ થતાં સુગંધી જલથી ચિતા ઠારી. આ પ્રમાણે નિર્વાણમહોત્સવ પૂર્ણ કરી ભગવાનની દાઢાઓ અને અન્ય અસ્થિઓને દેવો દેવલોકમાં લઈ ગયા. અગ્નિસંસ્કારના સ્થાને ભવ્ય સ્તૂપની સ્થાપના કરવામાં આવી. એ પહેલાં ભગવાને પોતાનો કેવલજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની, વાદી, મહાતપસ્વી, અદ્ભુત વિદ્યા-સિદ્ધો વગેરેથી અલંકૃત લાખો સાધુ-સાધ્વીજીઓનો તથા લાખો કરોડો શ્રાવક-શ્રાવિકા-(પુરુષ-સ્ત્રી)ઓનો સંઘ, પાંચમાં શિષ્ય ગણધર શ્રીસુધર્માસ્વામીજીને સોંપ્યો.

શ્રમણ ભગવાન મહાવીરને અંતરનાં કોટાનુકોટિ વંદન!

- સમીર દોશી, Samir Doshi _/\_

Monday, November 12, 2012

પાવાપુરીમાં ભગવાનની ૧૬ પ્રહર [૪૮ કલાક] ની અંતિમ દેશના અને નિર્વાણ-કલ્યાણક

Last Deshna continuously for 48hours by Lord & attainment of Liberation ~ પાવાપુરીમાં ભગવાનની ૧૬ પ્રહર [૪૮ કલાક] ની અંતિમ દેશના અને નિર્વાણ-કલ્યાણક


Lord Mahavir moved around in several cities by feet for several years & very liberally gave all teachings to Kings, Merchants, Poors etc out of which Thousands took Diksha under the Lord. 30 Years after getting Kevalgyaan & after 42 Years of taking Diksha, at age of 72 Lord reaches for his last Chaturmas at Apapapuri (Now known as PAWAPURI) & stayed at servant's quarters of King Hastipal. In Fourth month of Chomasu at Gujarati Month AASO Vad Amaas Lord knew of his liberation & did Chhath Tapp (2 Fasts) on Chaudas & Amaas AND for OUR WELL BEING lord started his antim deshna (preaching's) continuously for 48 hours (16 Prahar). This deshna was attended by Dev's, Chaturvidh Sangh, 18 Big Kings with their ministers & people of their cities. In this last deshna lord preached about PUNYA-PAAP. As just 4 Ghadi time was remaining in completion of AMAVASYA, Lord destroyed his remaining 4 aghati karm's & attained Liberation (MOKSH) from where no-one has to re-born.

This way soul of Lord after doing various tapp's & sadhna's in entire cycle of numerous Births & more particularly great tapp sadhna & sahanshilta in last birth attained LIBERATION & SIDDH PADD.

ભગવાન અનેક દેશમાં પગપાળા વિચર્યા. એમણે ઉપદેશનો ધોધ વરસાવ્યો. જેમાં ગરીબો, અમીરો, શ્રમજીવીઓ અને શ્રીમંતો, રાજકુમારો, રાણીઓ, રાજાઓ હતાં, એવા હજારો જીવોને દીક્ષા આપી, અને લાખો લોકોને ધાર્મિક બનાવ્યા. અંતમાં કેવલી પર્યાયના ૩૦ માં, દીક્ષાના ૪૨ માં અને જન્મના ૭૨ માં વર્ષે અંતિમ ચાતુર્માસ અને જીવનનું અંતિમ વર્ષ પૂર્ણ કરવા ભગવાન અપાપાપુરી (પાવાપુરી) પધાર્યા. ત્યાં તેઓશ્રી હસ્તિપાલ રાજાના કારકુનોના સભાખંડમાં ચાતુર્માસ રહ્યા. ચોમાસાનો ચોથો મહિનો (ગુજ.) આસો વદિ અમાવસ્યાએ પોતાનું પરિનિર્વાણ થવાનું હોવાથી ચૌદસ-અમાસના બે નિર્જલ ઉપવાસ (છઠ્ઠ તપ) કર્યા. જગતના કલ્યાણ માટે સુવર્ણકમળ ઉપર પલ્યંકાસને-પદ્માસને બેસી અંતિમ દેશનાનો પ્રારંભ કર્યો. સભામાં ચારેનિકાયના દેવો, ચતુર્વિધ શ્રીસંઘ, કાશી-કોશલ દેશ આદિ જનપદના માન્ય ૧૮ ગણરાજાઓ, તેમજ ગણ્ય-માન્ય અન્ય વર્ગ અને સામાન્ય વર્ગ પણ ઉપસ્થિત હતો. પ્રવચનમાં ભગવાને પુણ્ય-પાપ ફલ વિષયક અધ્યયનો આદિ વર્ણવ્યું. અમાવસ્યાની પાછલી રાતની ચાર ઘડી બાકી રહી ત્યારે સોળ પ્રહર-૪૮ કલાકની અવિરત ચાલેલી પ્રલંબ દેશના પૂરી થતાં જ ભગવાનનો આત્મા શરીર ત્યજી, વેદનીયાદિ ચાર અઘાતી કર્મોનો ક્ષય થતાં, આઠેય કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી, ૭૨ વર્ષનું આયુષ્ય પૂરું કરીને સ્વાતિ નક્ષત્રમાં ઊર્ધ્વાકાશમાં અસંખ્ય યોજન દૂર રહેલા મુક્તિ-સ્થાનમાં એક જ સમયમાં (એક સેકન્ડનો અસંખ્યાતામો ભાગ) પહોંચી જ્યોતિમાં જ્યોતિરૂપે ભળી ગયો. હવે તેઓ જન્મ-મરણથી મુક્ત થયા. તમામ બંધનો, દુઃખો, સંતાપોથી રહિત બની સર્વસુખના ભોક્તા બન્યા.

આ મહાન આત્માએ ગત જન્મમાં કરેલી સાધના અને અંતિમ જન્મમાં કરેલી મહાસાધનાના ફળરૂપે અભીષ્ટ-પરમોચ્ચ એવા સિદ્ધિપદને મેળવ્યું.
- સમીર દોશી, Samir Doshi _/\_

Sunday, November 11, 2012

સ્વશિષ્યો સહ ૧૧ બ્રાહ્મણવિદ્વાનોને દીક્ષા, ગણધરપદપ્રદાન શાસ્ત્રસર્જન અને સંઘ સ્થાપના

Lord giving Diksha to Gautam Swami & 10 Other Brahman's, Giving them Gandhar Padvi, Formation of  Aagam's & SANGH STHAPNA ~ સ્વશિષ્યો સહ ૧૧ બ્રાહ્મણવિદ્વાનોને દીક્ષા, ગણધરપદપ્રદાન શાસ્ત્રસર્જન અને સંઘ સ્થાપના

In presence of numerous Dev, Devi's & normal living beings LORD MAHAVIR GAVE sermons sitting in SAMOVASRAN at Pawapuri & hearts of many melted out. At same time Indrabhuti Gautam alongwith other 10 brahmins & 4400 Shishya's were in same city who considered themselves as completely full with knowledge. They all came to Lord Mahavir to do competition & show that they are more knowledgeable than the lord Mahavir. But as Lord cleared their doubts they themselves found that the Lord Mahavir is the most Knowledgeable & all of them tok Diksha under Lord Mahavir of which Lord made main 11 Brahmins as his Gandhar's. Lord gave tripadi's to all of them from which Dwadshangi, main aagam, has been made. At that place itself Lord also established Chaturvidh Sangh.

સમવસરણમાં અસંખ્ય દેવો તથા માનવો વચ્ચે, ૩૪ અતિશયો અને ૩૫ ગુણોથી અલંકૃત વાણીમાં ભગવાને અદ્ભુત પ્રવચન આપ્યું. હજારો હૈયાં ધર્મભાવાથી તરબોળ બન્યા. બીજી બાજુ એ જ નગરમાં એક મહાયજ્ઞ શરૂ થયો હતો. તે માટે અનેક વિદ્વાન બ્રાહ્મણો આવેલા હતા. એમાં અગિયાર બ્રાહ્મણો મહાવિદ્વાન હતા. એ બધાય પોતાની જાતને સર્વજ્ઞ માનતા હતા. એમાં મુખ્ય ગૌતમ-ગોત્રીય ઇન્દ્રભૂતિ હતા. એ બ્રાહ્મણોએ લોકોના મોઢેથી સાંભળ્યું કે અમો સર્વજ્ઞ બનેલા મહાવીરને વંદન કરી આવ્યા, ત્યારે ઇન્દ્રભૂતિનો ઇર્ષ્યાગ્નિ પ્રજ્વલિત બન્યો. `મારા સિવાય જગતમાં સર્વજ્ઞ છે જ ક્યાં? આ કોઈ મહાધૂર્ત લાગે છે. હું જાઉં અને એને શાસ્ત્રાર્થ દ્વારા ચૂપ કરી દઉં.' તેઓ ૫૦૦ શિષ્યો સાથે ત્યાં પહોંચ્યા, પણ દૂરથી ભગવાનને જોતાં જ સ્તબ્ધ બની ગયા. પછી નજીક ગયા ત્યાં જ ભગવાને નામ-ગોત્રના ઉચ્ચારપૂર્વક તેમને બોલાવ્યા અને એના મનમાં `આત્મા જેવું સ્વતંત્ર દ્રવ્ય છે કે નહિ?' એવી જે ગુપ્ત શંકા હતી, તે જણાવતાં જ તેનો ગર્વ ગળી ગયો અને `મહાવીર સાચા સર્વજ્ઞ છે' એવી સંપૂર્ણ પ્રતીતિ થઈ. ભગવાને તરત જ યુક્તિયુક્ત અર્થવાળી ગંભીર વાણીથી શંકાનું સમાધાન કર્યું, એટલે ઇન્દ્રભૂતિએ પાંચસો વિદ્વાન શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. તેની જાણ અન્ય દસ વિદ્વાન બ્રાહ્મણોને થતાં તેઓ પણ ભગવાન પાસે આવ્યા. તેમની ગૂઢ શંકાઓનાં સમાધાનો થતાં હજારો (૪૪૦૦) શિષ્યો સાથે તેઓ પણ દીક્ષિત બન્યા. ઇન્દ્રભૂતિ મુખ્ય શિષ્ય બન્યા. પછી ભગવાને ઊભા થઈ ઇન્દ્રના હાથમાં રહેલા થાળમાંથી વાસક્ષેપ લઈ સૌના મસ્તક ઉપર નાંખી આશીર્વાદ આપી તેમને ગણધરપદે સ્થાપિત કર્યા. પ્રભુએ સહુને ત્રિપદી આપી. તેના આધારે અર્થથી સમાન પણ શબ્દથી ભિન્ન દ્વાદશાંગશાસ્ત્રોની પ્રાકૃત ભાષામાં શીઘ્ર રચના કરી અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રીસંઘની સ્થાપના કરવા દ્વારા સ્વતીર્થ-શાસન-પ્રવર્તન કર્યું.

- સમીર દોશી, Samir Doshi _/\_

Saturday, November 10, 2012

ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ~ કેવલજ્ઞાન કલ્યાણક

Attainment of KEVALGYAN by LORD MAHAVIR ~ ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ~ કેવલજ્ઞાન કલ્યાણક




After doing several tapp's, meditations & facing many adversities some of which mentioned earlier for long period of 12 & half years, Lord reached Jhrumbhik Village. Lord had second fast that day & as Lord reached a farmland on banks of Rujubalika river, LORD ATTAINED KEVALGYAN. As time of attaining Kevalgyan was coming nearby, Lord sat under a Shal Tree in Godohika Aasan & did Sukaldhyaan & moved ahead in Shukaldhyan, lord destroyed all 4 Ghati Karms namely Mohniya, Gyanavarniy, Darshnavarniy & Antraay Karm's & attained KEVALGYAAN & KEVALDARSHAN. It was 4th Prahar of Vaisakh Sud 10 when lord attained the ultimate knowledge i.e. KEVALGYAAN & as Lord was not having 18 Dosh, He became ARIHANT too & as such became fit for worship by all & most respectful to all.

ઓછામાં ઓછા બે ઉપવાસ (છઠ્ઠ) થી લઈને છ છ મહિના સુધીના ઉપવાસ આદિની અનેકવિધ મહાતપશ્ચર્યાપૂર્વક ઉદ્યાનો, વનો, નિર્જન સ્થાનો વગેરે સ્થલોમાં ધ્યાનસ્થ રહી, દેવ-મનુષ્યાદિ દ્વારા થયેલા ઉપસર્ગો અને પરીસહોને સમભાવપૂર્વક સ્વેચ્છાથી સહન કરી, સાધિક સાડાબાર વર્ષની સાધનાને અંતે ભગવાન ધર્મ-ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચ્યા. ત્યાર બાદ તેઓશ્રી મધ્યમામાંથી વિહરી, જૃમ્ભિક ગામે આવ્યા અને ત્યાં ગામ બહાર વહેતી ઋજુવાલિકા નદીના કિનારા ઉપરના ખેતરમાં દાખલ થયા ત્યારે તેમને બીજો ઉપવાસ હતો. વિશ્વનાં પ્રાણિમાત્રનું યથાર્થ કલ્યાણ કરવું હોય તેને વિશ્વનાં સમસ્ત પદાર્થો, તેની ત્રૈકાલિક અવસ્થાઓ અને તેનાં ગૂઢ રહસ્યોનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એ માટે `કેવલજ્ઞાન' નો મહાપ્રકાશ મેળવવો જોઈએ. એ મેળવવા આત્મિકગુણોના પૂર્ણવિકાસને રૂંધી રહેલાં કર્મોનો ક્ષય કરવો જોઈએ. એ કરવા માટે અહિંસા, સંયમ અને તપની મહાસાધના કરવી જોઈએ. ભગવાન ૧૨.. વર્ષ સુધી એ માર્ગને અનુસર્યા. અને પ્રારંભેલી મહાસાધનાની અન્તિમ સિદ્ધિ (કેવલજ્ઞાનપ્રાપ્તિ) નો સમય નિકટ આવી રહ્યો હતો ત્યારે ભગવાને શાલવૃક્ષની નીચે સૂર્યના આતપમાં ગોદોહિકાસને (ચિત્ર-મુજબ)બેસીને શુક્લધ્યાનમાં પ્રવેશ કર્યો. ઉત્તરોત્તર વિશુદ્ધ શુક્લધ્યાનમાં પ્રવિષ્ટ હતા ત્યારે, તેઓશ્રીએ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય, આ ચાર ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યો અને (પાંચમું) કેવલજ્ઞાન તથા કેવલદર્શન પ્રગટ થયાં. તે દિવસ હતો વૈશાખ શુદિ દશમનો, અને પ્રહર હતો ચોથો. ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી થવાથી તેઓ સંપૂર્ણ લોકાલોક-વિશ્વનાં ત્રણેય કાલના મૂર્તામૂર્ત, સૂક્ષ્મ કે સ્થૂલ, ગુપ્ત કે પ્રગટ એવા સમસ્ત જડ, ચેતન પદાર્થો, અને તેના પર્યાયો (અવસ્થાઓ)ને પ્રત્યક્ષ રીતે જોવા અને જાણવાવાળા થયા. તેમ જ અઢાર દોષ રહિત થતાં `અરિહંત' બન્યા. તેથી તેઓ ત્રણેય લોકને આરાધ્ય, વંદનીય અને પૂજનીય બન્યા.

- સમીર દોશી, Samir Doshi _/\_

Friday, November 9, 2012

તારા દર્શન કેમ થતા નથી??


તારા દર્શન કેમ થતા નથી?
મારા પર ઉપકાર કેમ થતો નથી?

કહ્યુ હેરાન હુ ~ તોપણ છુ તો તારો
,
મારા પર વિશ્વાસ કેમ થતો નથી?

તારા ખોળામા હુ ચુપચાપ રડી લેત
,
આવો એકવાર મોકો કેમ થતો નથી?

લાખો પાપી ને તાર્યા છે તે
,
મારો ઉધ્ધાર કેમ થતો નથી?

તારી મહેરબાની ના ચાર શબ્દોથી
,
આ દાસ સમીર હકદાર કેમ થતો નથી???

Wednesday, November 7, 2012

ક્રોધ સામે ક્ષમાનો અને હિંસા સામે અહિંસાનો અપૂર્વ વિજય ~ `ચણ્ડકૌશિક' સર્પને પ્રતિબોધ

Winning of FORGIVENESS in front of ANGER & win of AHINSA against HINSA as lord pacifies Chandkaushik Snake ~ ક્રોધ સામે ક્ષમાનો અને હિંસા સામે અહિંસાનો અપૂર્વ વિજય ~ `ચણ્ડકૌશિક' સર્પને પ્રતિબોધ


In previous birth, a very tapasvi jain monk died while having great anger & hence re-birth's as a very dangerous snake named CHANDKAUSHIK who used to kill whatever comes in front of it by its poisonous eyes. Cause of this entire forest was empty & noone even dared to pass through that forest. Lord mahavir with his ample & great love for everyone came to know this & even after stopping by villagers, dares to do meditation in that forest that too just near chandkaushik's hideout. In anger, chandkaushik snake bites lord's leg & sees towards the lord. But lord had not moved, nor died... infact chandkaushik was astonished to see that INSTEAD OF RED BLOOD, MILKY WHITE MILK coming out of it. Lord just says few words to chandkaushik which meant that chandkaushik you should understand things & give up such hinsa & anger. Hearing this from lord, chandkaushik remembers his last birth & understands that just cause of his anger he became a snake from a great jain monk & hence asks forgiveness from Lord. OUR LORD WITHOUT A SINGLE THOUGHT OF CHANDKAUSHIK BITING HIM, FORGIVES HIM. Chandkaushik thereafter observes great ahinsa & re-births as a Dev in 8th Vaimanik Devlok.

ભૂતકાળનો એક તપસ્વી જૈન સાધુ ક્રોધના ભાવમાં મૃત્યુ પામી ચોથા ભવે જંગલમાં `વાચાલા' ગામની સમીપના આશ્રમમાં દૃષ્ટિવિષ સર્પ તરીકે જન્મ્યો. તે `ચણ્ડકૌશિક' એવા નામથી ઓળખાયો. આ સર્પ પોતાની દૃષ્ટિમાં રહેલા કાતિલ ઝેરથી અનેક પશુ-પક્ષીઓ અને માનવોનો સંહાર કર્યે જતો હતો. પરિણામે આખું જંગલ સાવ નિર્જન અને ભયંકર બની ગયું હતું. એ રસ્તે કોઈ જ પસાર થતું ન હતું. કરુણાસમુદ્ર ભગવાન મહાવીરે જ્ઞાનથી આ જાણ્યું. તેના ઉપર કરુણા ઊપજી. તેને પ્રતિબોધ કરી હિંસાથી મુક્ત કરવા, જનતાની ના છતાં, જંગલમાં જઈને તેના દર નજીક ધ્યાનસ્થ બનીને તેઓ ઊભા રહ્યા. સર્પને માનવની ગંધ આવી. એણે મનોમન વિચાર્યું કે "અરે! નિર્જન બનાવેલા આ સ્થળમાં આવવાની હિંમત કરનારો આ છે કોણ? મારી તાકાતનો બરાબર પરચો બતાવું." તરત જ ભગવાન પાસે આવી તેમને ખતમ કરવા તેમના દેહ ઉપર વારંવાર પોતાની વિષપૂર્ણ જ્વાલાઓ ફેંકી. પણ તેની કશી જ અસર ન થઈ. છેવટે ક્રોધાન્ધ બની તે ભગવાનના પગના અંગૂઠામાં ડંખ મારીને દૂરથી જોઈ રહ્યો. ભગવાન ન પડ્યા, ન મૃત્યુ પામ્યા. વળી ડંખમાંથી લાલને બદલે શ્વેત રુધિર જોઈ, ભારે આશ્ચર્યમગ્ન બની તે પ્રભુની પ્રશાન્ત મુદ્રા જોતાં શાંત થવા લાગ્યો. તે વખતે ભગવાને મધુર શબ્દોમાં કહ્યું કે - 'હે ચણ્ડકૌશિક! તું બોધ પામ અને શાંત થા.' એવું વારંવાર કહેવાથી તેને ગત જન્મનું જ્ઞાન થયું. પોતાનો આત્મા ક્રોધ કરવાને કારણે સાધુમાંથી સર્પયોનિમાં જઈ પહોંચ્યો હતો, તેથી એણે પાપનો પશ્ચાત્તાપ કર્યો. ભગવાનની ક્ષમા માંગી, હિંસા છોડી અને અનશન કરી એ આઠમા વૈમાનિક દેવલોકમાં દેવ થયો.

- સમીર દોશી, Samir Doshi _/\_

Tuesday, November 6, 2012

ધ્યાનસ્થ ભગવાનને શૂલપાણિ યક્ષનો ઉપસર્ગ

Adversities done by demi-god Shulpaani on Lord Mahavir while in meditation ~ ધ્યાનસ્થ ભગવાનને શૂલપાણિ યક્ષનો ઉપસર્ગ


Lord reaches Ashthik village & searched a place in silence to do meditation in a temple which belonged to demi god (yaksh) shulpaani on a small hill top outside that village. Lord asked for staying at that place to villagers of that village who told lord that this demi god shulpani is very dangerous & kills human whoever stay there at night so please select some place else. Lord assures all not to worry for lord & starts his meditation at that place. Yaksh Shulpaani's ego gets hurt that who is such person who dared to stay at his temple even though villagers dared him & so gets very angry on Lord. He starts doing several things such as making thunderous noise resembling that sky has fallen. Thereafter he disguised himself in several ways such as elephant, snake, vamp etc & caused several problems to lord but seeing no panic gave lots of pain to several body parts of god including eyes ears etc but our lord remains in deep meditation itself without being disturbed from anything. Seeing unmoved Lord even after all this, Shulpaani accepts self defeat & falls in feet of god. Next day when villagers knew all this, they all applauded Lord.

ભગવાન કુમાર (કર્માર-કર્મરિ?) ગામથી `અસ્થિક' ગામ પધાર્યા. ત્યાં ધ્યાન માટે નિર્જન એકાન્ત જગ્યાની શોધ કરતાં ગામ બહાર ટેકરી ઉપર આવેલાં શૂલપાણિ યક્ષના મંદિરની પસંદગી કરી. ગામ લોકોની અનુમતિ માગી પણ લોકોએ આગ્રહપૂર્વક કહ્યું કે, "આ મંદિરનો યક્ષ અતિ ક્રૂર છે. અહીં જે કોઈ રાત રહે છે તેને તે મારી નાખે છે, માટે આપ બીજે પધારો." ભગવાને કહ્યું કે "તેની ચિંતા ન કરો." તેમની અનુમતિ લઈને ભગવાન ત્યાં રહ્યા, અને સ્થળ નિર્જન થયા બાદ ધ્યાનારૂઢ બન્યા. આથી શૂલપાણિ રોષે ભરાયો અને મનોમન બોલ્યો કે "સહુએ ઘસીને ના પાડી છતાં પોતાની તાકાત ઉપર મુસ્તાક રહેનાર આ કેવો ધૃષ્ટ માણસ છે? આ તો મારી સામે પડકાર છે. હવે હું એને મારી શક્તિનો પરચો બરાબર બતાવું." તેણે તુરંત જ ભગવાનને ડરાવવા આભ તૂટી પડે એવું ભયંકર અટ્ટહાસ્ય કર્યું. હાથી, પિશાચ, સર્પાદિકનાં ભયંકર રૂપો લઈને ભગવાનને વિવિધ પ્રકારે ત્રાસ આપ્યો, છતાં તેની કશી જ અસર ન થઈ ત્યારે આંખ, કાન વગેરે માર્મિક અંગોમાં ભયંકર વેદનાઓ ઉત્પન્ન કરી. આમ છતાં અખૂટ ધૈર્યશાલી ભગવાન જરા પણ ધ્યાનભગ્ન ન બન્યા. શૂલપાણિ ભગવાનની અપ્રતિમ શક્તિથી પરાજિત થયો. એણે ક્ષમાશીલ ભગવાનના ચરણમાં પડી અપરાધોની ક્ષમા માગી, ચરણપૂજા કરી, ગુણગીતો ગાયાં અને એ યક્ષ સદાને માટે પ્રશાન્ત બન્યો. સવારે ગામના લોકો મંદિરે પહોંચ્યા અને ભગવાનની અગાધ શક્તિ અને અપાર મહિમાને જોઈ નતમસ્તક બની ભગવાનનો જયજયકાર કર્યો.

- સમીર દોશી, Samir Doshi _/\_

Monday, November 5, 2012

કર્મોનો બોજ ઉપાડવો પડશે


નહી રહે કોઇ સંગાથ,કે ન કંઇ પણ જશે સાથે,
ખાલી હાથે આવેલો અને ખાલી જ રહશે સાથે,

જે પીંજરાનો રાખી મોહ,જીવન બગાડ્યુ આખુ,
તેમાં વસેલુ પક્ષી,વીન કહ્યે,સમયે,ઉડશે સાથે,


મારા-તારાના બંધારણ,ઘડી કાઢયા આપમેળે,

તુજ ગયા બાદ,બનેલા કાયદા પણ ભમશે સાથે,
નહતા બેસતા બે ઘડી,તે પણ બેસશે આજ પાસે,
પીંજરાનો ખાલીપો જોઇ આંખોને નમ કરશે સાથે,

બાંધે છે શાને કાજે રોજ નીત નવા સંચીત કરમો,
આ જન્મે કરેલા કર્મોનો બોજ ઉપાડવો પડશે સાથે...




ગોવાળનો પ્રતિકૂલ ઉપસર્ગ અને ઇન્દ્રનો અટકાવ

Adverse trouble done by cowherd & Indra stopping it ~ ગોવાળનો પ્રતિકૂલ ઉપસર્ગ અને ઇન્દ્રનો અટકાવ

Our Lord who himself is the great example of leaving up worldly pleasures had been in a forest & were meditating in a standing posture. A cowherd who was just passing by made his cow sit there & said to Lord to keep a watch on the cows. He didnt understood that Lord was in meditation & havent seen or heard anything. Cows started to graze & so moved away far from that place. After sometime when the cowherd returned, he asked lord about where his cows were but lord was in deep meditation & so remained silent. Cowherd searches for his cows for quite a long time & when he again returns to same place till that time cows too had returned from their graze & were siting beside the lord. Seeing this cowherd gets very angry & starts to beat the Lord with rope meant to control cows but the Lord remains still silent nor tries to save himself. Immediately Indra comes from devlok & stops that cowherd saying that the one whom you are beating is not a rowdy but is Vardhman, dikshit son of King Siddharth. Lord doesnt bring any signs of annoyance for that cowherd & remains calm & silent in his meditation.

ત્યાગ વૈરાગ્યની મૂર્તિસમા ભગવાન, દીક્ષાગ્રહણ કર્યા બાદ સાયંકાલે વિહાર કરી નજીકના કુમાર ગામના સીમાડે પધાર્યા. એમને કોઈ રહેઠાણ, બીજી કોઈ સગવડ કે સરભરાની જરૂર જ ક્યાં હતી? સંસારના ભૌતિક તમામ સુખ-સાધનોનો ત્યાગ કર્યો હતો, એટલે તેઓ તો ગામ બહાર ઊભા ઊભા ધ્યાનાવસ્થામાં લીન બની ગયા. ભગવાનને તો અનંત કાળના પોતાના આત્માએ બાંધેલાં અને આત્માની મહાન શક્તિઓને પ્રગટ થવામાં અવરોધક બનેલાં એવાં પુરાતન કર્મોને ખપાવવાં હતાં. એ ત્યારે જ બને કે જ્યારે સુખ-દુઃખ, સારા-નરસા ગમે તેવા પ્રસંગમાં જરાપણ રોષ-ગુસ્સો કે પ્રતિકાર કર્યા વિના શાંતિ જાળવી સમભાવે રહે. હવે ભગવાન જ્યાં ઊભા હતા ત્યાં એક અજ્ઞાત ગોવાળિયો પોતાના બળદને બેસાડીને, તેનું ધ્યાન રાખવાનું મહાવીરને કહી ગામમાં ગયો. બળદો તો ચરવા દૂર દૂર જતા રહ્યા. ગોવાળે ગામમાંથી પાછા ફરીને જોયું તો બળદો ન જોયા. ભગવાનને પૂછ્યું કે, `મારા બળદો ક્યાં છે?' ભગવાનને મૌન હોવાથી એને જવાબ ન મળ્યો. ગોવાળ શોધમાં આખી રાત રખડપટ્ટી કરી પાછો ફર્યો ત્યારે પેલા બળદોને ભગવાન પાસે બેઠેલા જોયા, તેથી ગોવાળે ગુસ્સાપૂર્વક કહ્યું કે, `હે દેવાર્ય! તમે જાણતા છતાં પણ મને કેમ કહ્યું નહિ અને મને નાહક રખડપટ્ટી કરાવી?' તે બળદની રાશ (દોરડું) લઈ ભગવાનને મારવા દોડ્યો. ત્યાં દેવલોકમાંથી ઇન્દ્ર શીઘ્ર આવીને તેનો હાથ પકડી તેને અટકાવે છે અને તેને ઉપાલમ્ભ આપતાં કહે છે કે, `હે દુરાત્મન્! આ કોઈ રખડાઉ માણસ નથી, પણ રાજા સિદ્ધાર્થના દીક્ષિત પુત્ર વર્ધમાન છે.'

- સમીર દોશી, Samir Doshi _/\_

Saturday, November 3, 2012

દરિદ્ર બ્રાહ્મણને અડધા દેવદૂષ્ય વસ્ત્રનું દાન

Lord Mahavir's Compassion ~ Giving away of lone cloth, Devdushya, given by Indra to a poor brahmin ~ દરિદ્ર બ્રાહ્મણને અડધા દેવદૂષ્ય વસ્ત્રનું દાન


A poor brahman named Som had went to far destination to earn when Prince Vardhman (Lord Mahavir) had been giving Varsidaan for a year & therefrom too that poor brahman couldnt earn much. Seeing this his wife asks him to go & ask to Lord Mahavir for something. Som Brahman goes to Lord & asks for some alms, almighty & most compassionate Lord Mahavir who is now a saint & has just a cloth gave away half off most costly cloth named Devdushya given by Indra to Lord Mahavir at time of Diksha. Brahmin couple tried to sell that but the buyer said that if complete cloth is provided then he would pay 1 Lac gold coins for the same. Hearing this her wife again send Brahman Som to take other half from God. Som goes to God but doesnt get the courage to ask the same from God so follows Lord Mahavir. The other half gets stuck to some thorn due to wind & Lord departs leaving the cloth there itself from where Brahman Som following Lord collects the other half of that cloth.

જ્યારે ભગવાન વર્ષીદાન દ્વારા લાખો માનવીઓનું દારિદ્ર્ય દૂર કરી રહ્યા હતા ત્યારે સોમ નામનો એક બ્રાહ્મણ ધન કમાવા પરદેશ ગયેલો, તે ત્યાંથી પણ ધનપ્રાપ્તિ કર્યા વિના પાછો ફર્યો. આ જોઈને ગરીબાઈથી ત્રાસેલી પત્નીએ ઉપાલમ્ભ આપતાં કહ્યું કે, "તમે કેવા અભાગિયા છો! જ્યારે વર્ધમાન કુમારે સોનાનો વરસાદ વરસાવ્યો ત્યારે તમો પરદેશ જતા રહ્યા અને પરદેશથી આવ્યા ત્યારે ખાલી હાથે પાછા ફર્યા. હવે ખાઈશું શું? હજુ જંગમ કલ્પવૃક્ષ જેવા વર્ધમાન પાસે જાઓ. તેઓ ઘણા દયાળુ અને દાનવીર છે, પ્રાર્થના કરો. તેઓ જરૂર દારિદ્ર્ય કરશે." તે બ્રાહ્મણ વિહારમાં ભગવાનને ભેટી ગયો. તેણે દીન મુખે વિનંતિ કરતાં કહ્યું કે, "આપ ઉપકારી છો, દયાળુ છો, સહુનું દારિદ્ર્ય આપે દૂર કર્યું, નિર્ભાગી હું જ રહી ગયો, તો હે કૃપાનિધિ! મારો ઉદ્ધાર કરો." હવે ભગવાન પાસે ખભા ઉપર માત્ર એક દેવદૂષ્ય વસ્ત્ર હતું. તેમાંથી તેમણે અડધો ભાગ ચીરીને આપી દીધો. બ્રાહ્મણ ભગવાનને વંદન કરી આભાર માની ઘરે આવ્યો. તેની સ્ત્રીએ તેને વણકર પાસે મોકલ્યો. તેણે કહ્યું કે, "બાકીનું અડધું વસ્ત્ર જો લઈ આવ તો તેને અખંડ બનાવી દઉં, તેની કિંમત એક લાખ દીનાર-સુવર્ણમહોર ઊપજશે અને આપણે બન્ને સુખી થઈશું." તે ભગવાન પાસે પહોંચ્યો. એ શરમથી માગી ન શક્યો, પણ તેમની પાછળ પાછળ ફરતાં જ્યારે તે વસ્ત્ર પવનથી કાંટામાં ભરાતાં પડી ગયું ત્યારે તેને લઈને ઘરે પહોંચ્યો.

- સમીર દોશી, Samir Doshi _/\_

Friday, November 2, 2012

વિહાર-ધ્યાન-પ્રથમ પારણું કરતા અને અપ્રીતિ થાય ત્યાં ન રહેવું એવી પ્રતિજ્ઞા લેતા ભગવાન

Vihar - Meditation - 1st Parnu & taking vow of not staying at place where people get in enmity ~ વિહાર-ધ્યાન-પ્રથમ પારણું કરતા અને અપ્રીતિ થાય ત્યાં ન રહેવું એવી પ્રતિજ્ઞા લેતા ભગવાન



Above 1st snap shows Lord in (1) Vihar & (2) Meditation.

2nd left hand side snap below shows how Lord did his 1st parna of Chhat (2 fasts) Tapp from Kheer in vessel of a family. After that lord has always taken food directly in hand.

Last snap shows that while Lord stayed at Hut of Tapas, Lord used to be busy with his meditation & never cared for hut over his head. Straws were being pulled away by Cows but lord didnt stop cows from feeding themselves & stayed silent. Seeing this the main tapas says to Lord that even birds save the nest in which they stay so why he isnt looking after straws of the Hut? & hearing such Lord decided to never to stay at place where people might get in any sort of enmity.

પ્રથમ - ઉપલા ચિત્રમાં ભગવાનની બે પ્રવૃત્તિ બતાવી છે. (૧) વિહારની અને (૨) કાયોત્સર્ગની મુદ્રાસહ ધ્યાનાવસ્થાલીન ભગવાન.

બીજું ચિત્ર - નીચેનું ચિત્ર દીક્ષા લેતી વખતે કરેલા છઠ્ઠ (બે ઉપવાસ) નું પારણું ગૃહસ્થના પાત્રમાં (વાસણમાં) ક્ષીર વહોરીને કર્યું હતું તે પ્રસંગનું છે. તીર્થંકરો હંમેશાં કરપાત્રી એટલે હાથમાં લઈને જ ભોજન કરનારા હોય છે. પણ બધા કરપાત્રી ન બની શકે એટલે બીજા સાધુઓ કાષ્ઠ-લાકડાંનાં પાત્રો રાખે અને તે પાત્ર દ્વારા ભોજન કરે તો તે પણ યોગ્ય છે એમ જણાવવા ગૃહસ્થના પાત્રમાં ફક્ત એક જ વાર ભિક્ષા લીધી. તે પછી આજીવન કરપાત્રી જ રહ્યા.

ત્રીજું ચિત્ર - તાપસોના આશ્રમની ઘાસની ઝૂંપડીમાં ભગવાન ચોમાસું રહ્યા તે પ્રસંગનું છે. ભગવાન તો ઊભા ઊભા ધ્યાનમાં લીન રહેતા હતા. ધ્યાનીને બીજો ખ્યાલ શો કરવાનો હોય? ગાયો ઝૂંપડીના ઘાસને ખેંચીને ખાવા લાગી, આશ્રમના સાધુઓ દોડી આવ્યા. ભગવાન તો મૌનપણે ધ્યાનમાં હતા. મુખ્ય સંન્યાસીએ ભગવાનને ઠપકો આપતાં કહ્યું કે, પક્ષીઓ પણ પોતાના માળાનું રક્ષણ કરે છે તો તમે રાજપુત્ર છતાં ઝૂંપડીનું રક્ષણ ન કરો તે કેવું કહેવાય? આવો ઠપકો સાંભળીને ભગવાને પ્રતિજ્ઞા કરી કે, `જ્યાં અપ્રીતિ થાય ત્યાં રહેવું નહીં'.... વગેરે.

- સમીર દોશી, Samir Doshi _/\_

Thursday, November 1, 2012

તપ-સંયમની મહાસાધના માટે પ્રસ્થાન-વિહાર અને અનુકૂલ ઉપસર્ગ

Vihar by Lord after taking Diksha & trouble's/calamities which followed immediately~ તપ-સંયમની મહાસાધના માટે પ્રસ્થાન-વિહાર અને અનુકૂલ ઉપસર્ગ




Saiyyam, is not so easy & its path is not with flowers but with immense thorns & pains but a real winner is the one who doesnt get disturbed by such pains & moves in right direction. As Lord does his 1st Vihar, many girls/ladies got infatuated towards the lord & started following him while the essence which was put on Lord's Diksha attracted many flies & bees which infact gave several bites on the body of Lord.

Now we are starting off with snaps of what trouble's/problems the Lord had faced in his Life after Diksha & how our great Lord who just has love for all doesnt react to pains & calms down the pain giver.

સાધનાના માર્ગમાં કંઈ ગુલાબ જ પાથરેલાં નથી હોતાં, કાંટાઓ પણ હોય છે. સાધક એ કાંટાઓને દૂર કરી અથવા સમભાવે સહન કરી આગળ વધે છે અને કર્મક્ષય કરતો, સિદ્ધિનાં સોપાન પર ચઢતો ઇષ્ટ સિદ્ધિના શિખરે પહોંચી જાય છે. તીર્થંકરોનું અન્તિમ લક્ષ્ય નિર્વાણ-પ્રાપ્તિનું હોય છે. તેથી તેઓ સર્વોચ્ચ અવસ્થા અને સર્વજ્ઞપદની પ્રાપ્તિ અનિવાર્ય રીતે કરે છે. આ પ્રાપ્તિ માટે તેઓને ઉગ્ર તપ અને સંયમધર્મની આરાધના દ્વારા અવરોધક કર્મોનો ક્ષય કરવો પડે છે. હવે ભગવાને શીઘ્ર સાધના શરૂ કરી દીધી. એકાકી, વસ્ત્રવિહીનશરીરી, નિદ્રાત્યાગી, મૌની, પ્રાયઃ (અન્ન-જળ વિનાના ઉપવાસી, વિશ્વનાં પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી-કરુણા-દયા ભાવ રાખનાર, સહુના આધ્યાત્મિક કલ્યાણની ભાવના સેવનાર ભગવાન, વિવિધ પરીષહો-કષ્ટોને કર્મક્ષય માટે સ્વેચ્છાથી સહન કરતા, (પ્રાયઃ) ઊભા ઊભા ધ્યાનાવસ્થામાં સમય પસાર કરવા લાગ્યા અને આત્મવિશુદ્ધિપૂર્વક આત્માનું ઊર્ધ્વીકરણ કરતા સફળતાનાં સોપાન પર ચઢવા લાગ્યા.


સાધનાનાં સાડા બાર વર્ષો દરમિયાન દેવો, મનુષ્યો અને તિર્યંચો દ્વારા અનુકૂળ કે પ્રતિકૂળ, જે કોઈ ઉપસર્ગો થયા તે અંગેનાં ચિત્રોનો અહીંથી પ્રારંભ થાય છે. પહેલો સ્ત્રીઓનો ઉપસર્ગ અને બીજો ગોવાળનો ઉપસર્ગ આ બે જ ઉપસર્ગો મનુષ્ય દ્વારા થયા છે.

- વિહાર દરમિયાન દીક્ષા લેવા પૂર્વે શરીર ઉપર ચોપડેલાં સુગંધી દ્રવ્યોની મનોમુગ્ધ સુગંધથી આકર્ષાઈને યુવાનો મૌની ભગવાન પાસે સુગંધ અને મનોહર રૂપથી આકર્ષાઈને યુવતીઓ પ્રેમની યાચના કરી રહ્યાં છે, એ આ ચિત્રમાં દર્શાવ્યું છે.

- સમીર દોશી, Samir Doshi _/\_