Samir Doshi
Thursday, August 18, 2011
ગ્લોબલ વોર્મિંગ...
જ્યારે જ્યારે તું હની ખિજાય છે
ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે..
સાવ નિર્મમ ના કહીશ ગુડબાય તું
ગુજરાતીમાં આવજો કહેવાય છે..
લાગણી લીટરના જેવી છે રબીશ,
ડસ્ટબીનમાં તે હવે ફેંકાય છે..
તું મને પાલવનું ઇન્ગ્લીશ પૂછ નહિ
અહિંયા આંસુ ટીશ્યુથી લુછાય છે..
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment