દર્દને દિલની કબરમાં કેદ રાખું છું,
હોઠો પર સ્મિતનું એક ફૂલ રાખું છું.
દર્દો પર ખૂશીને પહેરેદાર રાખું છું,
તારા સ્મિતને આમ સલામત રાખું છું.
નયનમાં આંસુંના સમંદર રાખું છું,
સપનાની નાવ, આમ તરતી રાખું છું.
કરો છો યાદ, એવો વિશ્વાસ રાખું છું,
આવો તે આશમાં, ચાલુ શ્વાસ રાખું છું
No comments:
Post a Comment