Friday, November 30, 2012

નિવેડો લાવજે..


હે પ્રભુ,
નથી કોઇ તારા વીના મારુ, હાથ જોડી કહુ છુ હું, _/\_
સાંભળજે ફરિયાદ બધાની, નિવેડો  લાવજે વીનવુ છુ હું..

ચરણરજ છુ હુ તારો, ચરણ મા જ રહવાનો  હું,
દેજે આશીષ તારા, ધન્ય  થઈ જઇશ હું...!!!

ધ્યાન મા લેજો ..


ધ્યાન મા લેજો કે યાદ ઘણી કામ આવે છે,
કોઇ રહે ન રહે દિલ મા રાહ જગાડે છે,
લાગ્યા હોય ઝખ્મો ઘણા બેહિસાબ સમીર,
રડતા રડતા પણ હરદમ હસતા રાખે છે... !!!

અમુક..


અમુક ક્ષણો અમુક અહેસાસ ભુસી શકાતા નથી
અમુક મીઠી મીઠી પલ ભુલી શકાતી નથી,
અમુક નજરો પોતે જ કહી જતી હોય છે,
અમુક વાતો સંભળાવી શકાતી નથી !!!

Thursday, November 15, 2012

એકજ શબ્દમાં


આખી કથાનો સાર એકજ શબ્દમાં
પામી શકો તો પાર, એકજ શબ્દમાં
મુઠ્ઠી ઉઘાડો એટલી બસ વાર છે
બાકી બધું તૈયાર, એકજ શબ્દમાં
આખા મલકનું મૌન લઈને જોખજો
એથી ય બમણો ભાર એકજ શબ્દમાં
છે આ તરફ જો જિંદગી, ત્યાં મોત છે
પણ બેયનોં આધાર એકજ શબ્દમાં
આ શ્વાસ તો હોવાપણાની છે અરજ
સ્વીકાર-અસ્વીકાર એકજ શબ્દમાં
છે શબ્દ તો સાતેય દરિયાથી ગહન
ઉંડાણ અપરંપાર એકજ શબ્દમાં !!!

Wednesday, November 14, 2012

સુવર્ણકમલસ્થિત શ્રી ગૌતમસ્વામીજીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ, અને પ્રથમ ધર્મ દેશના

Guru Gautam's Kevalgyan & 1st Deshna ~ સુવર્ણકમલસ્થિત શ્રી ગૌતમસ્વામીજીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ, અને પ્રથમ ધર્મ દેશના




Anguthe Amrut Vase Labdhi Tana Bhandar
Shri Guru Gautam Samariye Vanchit Fal Dataar!!!

The main shishya & gandhar of Lord Mahavir was INDRABHUTI of GAUTAM Gotra & he had became Gandhar at age of 50years. It was Guru Gautam who taught other muni bhagvant's about Lord's Preaching's & managed looking after 14000 muni bhagvants, 36000 sadhvi bhagvant's & lacs & lacs in Chaturvidh Sangh. Guru Gautam loved Lord Mahavir to the core & it was this love that was an obstruction in his obtaining Kevalgyaan & Liberation (Moksh). So Lord seeing his nirvaan, sent Guru Gautam to go to next village to teach Deshverma Brahman. While on way to return itself Guru Gautam heard about Lord's Nirvaan & was completely disheartened & kept on crying for Lord Mahavir's death. In such thoughts itself in some hours after lord's Nirvaan at early morning he understood true meanings of this life & attained KEVALGYAAN. On attaining Kevalgyaan he gave his 1st deshna on a Golden Lotus made by Dev's itself. Thereafter he gave deshna's for further 12 years at various places thereby showing true path to lacs of people & finally attained Liberation (Moksh) while on continuous fasts for 30days. In total 50000 shishya's of Guru Gautam got Liberation (Moksh) & as his name is that powerful, it is taken in most of Jain Houses during early morning hours.


ભગવાન શ્રીમહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમગોત્રીય શ્રીઇન્દ્રભૂતિ હતા. તેઓ `ગૌતમ' (ગોત્ર) નામથી જ વિશેષ પ્રસિદ્ધિને પામ્યા હતા. પૂર્વાવસ્થામાં તેઓ બ્રાહ્મણકુલોત્પન્ન અને વેદ-વિદ્યામાં પારંગત હતા. તેઓ ગણધર પદે આવ્યા ત્યારે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી. તેઓ હંમેશા સેંકડો શિષ્યોને શાસ્ત્રની વાચના આપતા અને ખુદ મહાવીર ભગવાનના ૧૪ હજાર સાધુ, ૩૬ હજાર સાધ્વી અને લાખો-કરોડો શ્રાવક-શ્રાવિકારૂપ સંઘની યોગ્ય વ્યવસ્થા અને જવાબદારી સંભાળતા હતા. ગૌતમસ્વામીને મહાવીર ઉપર અવિહડ સ્નેહ-રાગ હતો અને એ રાગ પ્રશસ્ત છતાં એમની આત્યન્તિક સિદ્ધિ (મોક્ષપ્રાપ્તિ) ની આડે આવતો હતો. એ બંધન તૂટી જાય એટલા ખાતર ઉપકારી ભગવાને નિર્વાણના દિવસની સાંજે જ એમને બોલાવીને કહ્યું કે `ગૌતમ, તું સામેના ગામમાં રહેલા દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જા.' પડતો બોલ ઝીલનાર પ્રખર આજ્ઞાંતિક, ગૌતમસ્વામીજી ત્યાં ગયા. પ્રતિબોધ કરીને પાછા ફરતાં માર્ગમાં જ એમણે ભગવાનનું નિર્વાણ (મૃત્યુ) સાંભળ્યું. સાંભળતાં જ વજ્રઘાત થયો! શૂન્યમનસ્ક બની ગયા! પોતાને ખરે અવસરે વેગળો કર્યાના કારણે ભગવાનને ઉપાલમ્ભ આપવા પૂર્વક કરુણ વિલાપ કરવા લાગ્યા! પછી, `વીર! ઓ વીર!' રટતા રહ્યા. એકાએક મોહનાં પડલો ખસી ગયાં. ત્યાં એમને સાચો જ્ઞાનપ્રકાશ લાધ્યો, સમજાયું કે `અરે! નિર્મોહીને મોહ શેનો હોય! મારા એક પક્ષીય સ્નેહને ધિક્કાર હો!' આમ વૈરાગ્ય ભાવના ભાવતાં તેમને પ્રભાતે કેવલજ્ઞાન થયું. પછી એમણે દેવોએ રચેલા સુવર્ણ કમળ ઉપર પદ્માસને બેસીને ધર્મોપદેશ આપ્યો. બાર વર્ષ સુધી અનેક સ્થળે વિચરી, લાખો લોકોને તારીને અંતે એક માસના ઉપવાસ કરી એઓ મોક્ષે પધાર્યા. ગૌતમસ્વામીને તદ્ભવ મોક્ષગામી ૫૦ હજાર શિષ્યો હતા. તેમનું નામ પ્રભાવશાળી હોવાથી હજારો જૈનો નિરંતર પ્રભાતમાં અનેકલબ્ધિથી સમ્પન્ન ગૌતમસ્વામીની પ્રાર્થના-પૂજાદિક કરતા આવ્યા છે અને આજે પણ કરે છે.

- સમીર દોશી, Samir Doshi _/\_

Tuesday, November 13, 2012

દેવો અને માનવોએ ખિન્નહૃદયે કરેલો અગ્નિસંસ્કાર અને દિવાલી પર્વનો પ્રારંભ

Last rites of Lord Mahavir jointly done by Dev's & human's by broken Heart & initiation of Deepawali Parv ~ દેવો અને માનવોએ ખિન્નહૃદયે કરેલો અગ્નિસંસ્કાર અને દિવાલી પર્વનો પ્રારંભ



At time of Liberation of Lord, Kings of 18 places were present & as attainment of Liberation of Lord marked dawn of Light of Knowledge from World, Dipak's were lighted up to glow up the place. From that time lighting of Dipak was done  on Liberation day of Lord & festival was initially named as Dipotsavi which got famous as Deepavali too all across. All Indra dev's reached Apapapuri (now known as Pawapuri) to celebrate MOKSH KALYANAK of Lord Mahavir. To perform final rites, Dev's prepared everything & Lord's body was bathed from holy water. Finally as the procession started towards the place for last rites, everyone were in tears & full of sad feeling. Shibika in which Lord was kept seated was carried by Dev's & reached to final destination with lacs & lacs of people following it. Final rites were done by Dev's & after final rites Asthi's were taken off by Dev's. Before attaining NIRVAAN, Lord had handed over discipline of entire chaturvidh sangh & all sadhu sadhvi bhagvant's to SUDHARMA SWAMI.

Crores & crores of bowing's to our LORD MAHAVIR.

નિર્વાણસમયે કાશી-કોશલના ૧૮ ગણતંત્ર રાજાઓ ઉપસ્થિત હતાં. તેમણે ભાવ-(જ્ઞાન-) પ્રકાશ અસ્ત થતાં, દ્રવ્ય પ્રકાશ કરવા સર્વત્ર દીવાઓ-દીપમાલિકાઓ પ્રગટાવ્યા. ત્યારથી આ દિવસ દીપોત્સવી તરીકે પ્રસિદ્ધિને પામ્યો અને ટૂંક સમયમાં દેશભરમાં દિવાળીપર્વ તરીકે મશહૂર બન્યો. ઇન્દ્રાદિક દેવો જ્ઞાનથી નિર્વાણ જાણીને પાંચમું કલ્યાણક ઊજવવા પાવાપુરી આવી પહોંચ્યા. અંત્યેષ્ટિ કર્મ કરવા શક્રે જુદા જુદા દેવો દ્વારા શીઘ્ર ગોશીર્ષ ચંદનાદિકનાં કાષ્ઠો આદિ સામગ્રી મંગાવી ચિતા તૈયાર કરાવી, પછી આભિયોગિક દેવો પાસે ક્ષીરસમુદ્રનાં જલ મંગાવી અનંત ઉપકારી ભગવાનના અતિ પવિત્ર નિર્જીવ શરીરને સ્નાન કરાવ્યું. હરિચંદનથી લેપ કર્યો. રેશમી વસ્ત્ર પહેરાવ્યાં. મુગટ આદિ સુવર્ણ રત્નોના અલંકારો પહેરાવ્યાં. પછી ભગવાનના દેહને દેવનિર્મિત ભવ્ય શિબિકામાં પધરાવ્યો. આ નિર્વાણયાત્રામાં અસંખ્ય દેવો અને લાખો પ્રજાજનો સામેલ થયા. સૌનાં નેત્રો અશ્રુથી પૂર્ણ હતાં. સૌના ચહેરા દુઃખ-શોકથી મ્લાન હતાં. દેવોએ શિબિકા ઉપાડી. વાજતે ગાજતે જયનાદોની પ્રચંડ ઘોષણા સાથે નિર્વાણયાત્રા ચિતાસ્થાને આવી. ચિતા ઉપર શિબિકા પધરાવી અને સ્તુતિ-પ્રાર્થનાઓ કરી. દેવોએ અગ્નિ પ્રગટાવ્યો અને ઘી વગેરેથી સિંચન કર્યું. દેહ-પુદ્ગલ નષ્ટ થતાં સુગંધી જલથી ચિતા ઠારી. આ પ્રમાણે નિર્વાણમહોત્સવ પૂર્ણ કરી ભગવાનની દાઢાઓ અને અન્ય અસ્થિઓને દેવો દેવલોકમાં લઈ ગયા. અગ્નિસંસ્કારના સ્થાને ભવ્ય સ્તૂપની સ્થાપના કરવામાં આવી. એ પહેલાં ભગવાને પોતાનો કેવલજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની, વાદી, મહાતપસ્વી, અદ્ભુત વિદ્યા-સિદ્ધો વગેરેથી અલંકૃત લાખો સાધુ-સાધ્વીજીઓનો તથા લાખો કરોડો શ્રાવક-શ્રાવિકા-(પુરુષ-સ્ત્રી)ઓનો સંઘ, પાંચમાં શિષ્ય ગણધર શ્રીસુધર્માસ્વામીજીને સોંપ્યો.

શ્રમણ ભગવાન મહાવીરને અંતરનાં કોટાનુકોટિ વંદન!

- સમીર દોશી, Samir Doshi _/\_

Monday, November 12, 2012

પાવાપુરીમાં ભગવાનની ૧૬ પ્રહર [૪૮ કલાક] ની અંતિમ દેશના અને નિર્વાણ-કલ્યાણક

Last Deshna continuously for 48hours by Lord & attainment of Liberation ~ પાવાપુરીમાં ભગવાનની ૧૬ પ્રહર [૪૮ કલાક] ની અંતિમ દેશના અને નિર્વાણ-કલ્યાણક


Lord Mahavir moved around in several cities by feet for several years & very liberally gave all teachings to Kings, Merchants, Poors etc out of which Thousands took Diksha under the Lord. 30 Years after getting Kevalgyaan & after 42 Years of taking Diksha, at age of 72 Lord reaches for his last Chaturmas at Apapapuri (Now known as PAWAPURI) & stayed at servant's quarters of King Hastipal. In Fourth month of Chomasu at Gujarati Month AASO Vad Amaas Lord knew of his liberation & did Chhath Tapp (2 Fasts) on Chaudas & Amaas AND for OUR WELL BEING lord started his antim deshna (preaching's) continuously for 48 hours (16 Prahar). This deshna was attended by Dev's, Chaturvidh Sangh, 18 Big Kings with their ministers & people of their cities. In this last deshna lord preached about PUNYA-PAAP. As just 4 Ghadi time was remaining in completion of AMAVASYA, Lord destroyed his remaining 4 aghati karm's & attained Liberation (MOKSH) from where no-one has to re-born.

This way soul of Lord after doing various tapp's & sadhna's in entire cycle of numerous Births & more particularly great tapp sadhna & sahanshilta in last birth attained LIBERATION & SIDDH PADD.

ભગવાન અનેક દેશમાં પગપાળા વિચર્યા. એમણે ઉપદેશનો ધોધ વરસાવ્યો. જેમાં ગરીબો, અમીરો, શ્રમજીવીઓ અને શ્રીમંતો, રાજકુમારો, રાણીઓ, રાજાઓ હતાં, એવા હજારો જીવોને દીક્ષા આપી, અને લાખો લોકોને ધાર્મિક બનાવ્યા. અંતમાં કેવલી પર્યાયના ૩૦ માં, દીક્ષાના ૪૨ માં અને જન્મના ૭૨ માં વર્ષે અંતિમ ચાતુર્માસ અને જીવનનું અંતિમ વર્ષ પૂર્ણ કરવા ભગવાન અપાપાપુરી (પાવાપુરી) પધાર્યા. ત્યાં તેઓશ્રી હસ્તિપાલ રાજાના કારકુનોના સભાખંડમાં ચાતુર્માસ રહ્યા. ચોમાસાનો ચોથો મહિનો (ગુજ.) આસો વદિ અમાવસ્યાએ પોતાનું પરિનિર્વાણ થવાનું હોવાથી ચૌદસ-અમાસના બે નિર્જલ ઉપવાસ (છઠ્ઠ તપ) કર્યા. જગતના કલ્યાણ માટે સુવર્ણકમળ ઉપર પલ્યંકાસને-પદ્માસને બેસી અંતિમ દેશનાનો પ્રારંભ કર્યો. સભામાં ચારેનિકાયના દેવો, ચતુર્વિધ શ્રીસંઘ, કાશી-કોશલ દેશ આદિ જનપદના માન્ય ૧૮ ગણરાજાઓ, તેમજ ગણ્ય-માન્ય અન્ય વર્ગ અને સામાન્ય વર્ગ પણ ઉપસ્થિત હતો. પ્રવચનમાં ભગવાને પુણ્ય-પાપ ફલ વિષયક અધ્યયનો આદિ વર્ણવ્યું. અમાવસ્યાની પાછલી રાતની ચાર ઘડી બાકી રહી ત્યારે સોળ પ્રહર-૪૮ કલાકની અવિરત ચાલેલી પ્રલંબ દેશના પૂરી થતાં જ ભગવાનનો આત્મા શરીર ત્યજી, વેદનીયાદિ ચાર અઘાતી કર્મોનો ક્ષય થતાં, આઠેય કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી, ૭૨ વર્ષનું આયુષ્ય પૂરું કરીને સ્વાતિ નક્ષત્રમાં ઊર્ધ્વાકાશમાં અસંખ્ય યોજન દૂર રહેલા મુક્તિ-સ્થાનમાં એક જ સમયમાં (એક સેકન્ડનો અસંખ્યાતામો ભાગ) પહોંચી જ્યોતિમાં જ્યોતિરૂપે ભળી ગયો. હવે તેઓ જન્મ-મરણથી મુક્ત થયા. તમામ બંધનો, દુઃખો, સંતાપોથી રહિત બની સર્વસુખના ભોક્તા બન્યા.

આ મહાન આત્માએ ગત જન્મમાં કરેલી સાધના અને અંતિમ જન્મમાં કરેલી મહાસાધનાના ફળરૂપે અભીષ્ટ-પરમોચ્ચ એવા સિદ્ધિપદને મેળવ્યું.
- સમીર દોશી, Samir Doshi _/\_

Sunday, November 11, 2012

સ્વશિષ્યો સહ ૧૧ બ્રાહ્મણવિદ્વાનોને દીક્ષા, ગણધરપદપ્રદાન શાસ્ત્રસર્જન અને સંઘ સ્થાપના

Lord giving Diksha to Gautam Swami & 10 Other Brahman's, Giving them Gandhar Padvi, Formation of  Aagam's & SANGH STHAPNA ~ સ્વશિષ્યો સહ ૧૧ બ્રાહ્મણવિદ્વાનોને દીક્ષા, ગણધરપદપ્રદાન શાસ્ત્રસર્જન અને સંઘ સ્થાપના

In presence of numerous Dev, Devi's & normal living beings LORD MAHAVIR GAVE sermons sitting in SAMOVASRAN at Pawapuri & hearts of many melted out. At same time Indrabhuti Gautam alongwith other 10 brahmins & 4400 Shishya's were in same city who considered themselves as completely full with knowledge. They all came to Lord Mahavir to do competition & show that they are more knowledgeable than the lord Mahavir. But as Lord cleared their doubts they themselves found that the Lord Mahavir is the most Knowledgeable & all of them tok Diksha under Lord Mahavir of which Lord made main 11 Brahmins as his Gandhar's. Lord gave tripadi's to all of them from which Dwadshangi, main aagam, has been made. At that place itself Lord also established Chaturvidh Sangh.

સમવસરણમાં અસંખ્ય દેવો તથા માનવો વચ્ચે, ૩૪ અતિશયો અને ૩૫ ગુણોથી અલંકૃત વાણીમાં ભગવાને અદ્ભુત પ્રવચન આપ્યું. હજારો હૈયાં ધર્મભાવાથી તરબોળ બન્યા. બીજી બાજુ એ જ નગરમાં એક મહાયજ્ઞ શરૂ થયો હતો. તે માટે અનેક વિદ્વાન બ્રાહ્મણો આવેલા હતા. એમાં અગિયાર બ્રાહ્મણો મહાવિદ્વાન હતા. એ બધાય પોતાની જાતને સર્વજ્ઞ માનતા હતા. એમાં મુખ્ય ગૌતમ-ગોત્રીય ઇન્દ્રભૂતિ હતા. એ બ્રાહ્મણોએ લોકોના મોઢેથી સાંભળ્યું કે અમો સર્વજ્ઞ બનેલા મહાવીરને વંદન કરી આવ્યા, ત્યારે ઇન્દ્રભૂતિનો ઇર્ષ્યાગ્નિ પ્રજ્વલિત બન્યો. `મારા સિવાય જગતમાં સર્વજ્ઞ છે જ ક્યાં? આ કોઈ મહાધૂર્ત લાગે છે. હું જાઉં અને એને શાસ્ત્રાર્થ દ્વારા ચૂપ કરી દઉં.' તેઓ ૫૦૦ શિષ્યો સાથે ત્યાં પહોંચ્યા, પણ દૂરથી ભગવાનને જોતાં જ સ્તબ્ધ બની ગયા. પછી નજીક ગયા ત્યાં જ ભગવાને નામ-ગોત્રના ઉચ્ચારપૂર્વક તેમને બોલાવ્યા અને એના મનમાં `આત્મા જેવું સ્વતંત્ર દ્રવ્ય છે કે નહિ?' એવી જે ગુપ્ત શંકા હતી, તે જણાવતાં જ તેનો ગર્વ ગળી ગયો અને `મહાવીર સાચા સર્વજ્ઞ છે' એવી સંપૂર્ણ પ્રતીતિ થઈ. ભગવાને તરત જ યુક્તિયુક્ત અર્થવાળી ગંભીર વાણીથી શંકાનું સમાધાન કર્યું, એટલે ઇન્દ્રભૂતિએ પાંચસો વિદ્વાન શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. તેની જાણ અન્ય દસ વિદ્વાન બ્રાહ્મણોને થતાં તેઓ પણ ભગવાન પાસે આવ્યા. તેમની ગૂઢ શંકાઓનાં સમાધાનો થતાં હજારો (૪૪૦૦) શિષ્યો સાથે તેઓ પણ દીક્ષિત બન્યા. ઇન્દ્રભૂતિ મુખ્ય શિષ્ય બન્યા. પછી ભગવાને ઊભા થઈ ઇન્દ્રના હાથમાં રહેલા થાળમાંથી વાસક્ષેપ લઈ સૌના મસ્તક ઉપર નાંખી આશીર્વાદ આપી તેમને ગણધરપદે સ્થાપિત કર્યા. પ્રભુએ સહુને ત્રિપદી આપી. તેના આધારે અર્થથી સમાન પણ શબ્દથી ભિન્ન દ્વાદશાંગશાસ્ત્રોની પ્રાકૃત ભાષામાં શીઘ્ર રચના કરી અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રીસંઘની સ્થાપના કરવા દ્વારા સ્વતીર્થ-શાસન-પ્રવર્તન કર્યું.

- સમીર દોશી, Samir Doshi _/\_

Saturday, November 10, 2012

ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ~ કેવલજ્ઞાન કલ્યાણક

Attainment of KEVALGYAN by LORD MAHAVIR ~ ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ~ કેવલજ્ઞાન કલ્યાણક




After doing several tapp's, meditations & facing many adversities some of which mentioned earlier for long period of 12 & half years, Lord reached Jhrumbhik Village. Lord had second fast that day & as Lord reached a farmland on banks of Rujubalika river, LORD ATTAINED KEVALGYAN. As time of attaining Kevalgyan was coming nearby, Lord sat under a Shal Tree in Godohika Aasan & did Sukaldhyaan & moved ahead in Shukaldhyan, lord destroyed all 4 Ghati Karms namely Mohniya, Gyanavarniy, Darshnavarniy & Antraay Karm's & attained KEVALGYAAN & KEVALDARSHAN. It was 4th Prahar of Vaisakh Sud 10 when lord attained the ultimate knowledge i.e. KEVALGYAAN & as Lord was not having 18 Dosh, He became ARIHANT too & as such became fit for worship by all & most respectful to all.

ઓછામાં ઓછા બે ઉપવાસ (છઠ્ઠ) થી લઈને છ છ મહિના સુધીના ઉપવાસ આદિની અનેકવિધ મહાતપશ્ચર્યાપૂર્વક ઉદ્યાનો, વનો, નિર્જન સ્થાનો વગેરે સ્થલોમાં ધ્યાનસ્થ રહી, દેવ-મનુષ્યાદિ દ્વારા થયેલા ઉપસર્ગો અને પરીસહોને સમભાવપૂર્વક સ્વેચ્છાથી સહન કરી, સાધિક સાડાબાર વર્ષની સાધનાને અંતે ભગવાન ધર્મ-ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચ્યા. ત્યાર બાદ તેઓશ્રી મધ્યમામાંથી વિહરી, જૃમ્ભિક ગામે આવ્યા અને ત્યાં ગામ બહાર વહેતી ઋજુવાલિકા નદીના કિનારા ઉપરના ખેતરમાં દાખલ થયા ત્યારે તેમને બીજો ઉપવાસ હતો. વિશ્વનાં પ્રાણિમાત્રનું યથાર્થ કલ્યાણ કરવું હોય તેને વિશ્વનાં સમસ્ત પદાર્થો, તેની ત્રૈકાલિક અવસ્થાઓ અને તેનાં ગૂઢ રહસ્યોનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એ માટે `કેવલજ્ઞાન' નો મહાપ્રકાશ મેળવવો જોઈએ. એ મેળવવા આત્મિકગુણોના પૂર્ણવિકાસને રૂંધી રહેલાં કર્મોનો ક્ષય કરવો જોઈએ. એ કરવા માટે અહિંસા, સંયમ અને તપની મહાસાધના કરવી જોઈએ. ભગવાન ૧૨.. વર્ષ સુધી એ માર્ગને અનુસર્યા. અને પ્રારંભેલી મહાસાધનાની અન્તિમ સિદ્ધિ (કેવલજ્ઞાનપ્રાપ્તિ) નો સમય નિકટ આવી રહ્યો હતો ત્યારે ભગવાને શાલવૃક્ષની નીચે સૂર્યના આતપમાં ગોદોહિકાસને (ચિત્ર-મુજબ)બેસીને શુક્લધ્યાનમાં પ્રવેશ કર્યો. ઉત્તરોત્તર વિશુદ્ધ શુક્લધ્યાનમાં પ્રવિષ્ટ હતા ત્યારે, તેઓશ્રીએ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય, આ ચાર ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યો અને (પાંચમું) કેવલજ્ઞાન તથા કેવલદર્શન પ્રગટ થયાં. તે દિવસ હતો વૈશાખ શુદિ દશમનો, અને પ્રહર હતો ચોથો. ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી થવાથી તેઓ સંપૂર્ણ લોકાલોક-વિશ્વનાં ત્રણેય કાલના મૂર્તામૂર્ત, સૂક્ષ્મ કે સ્થૂલ, ગુપ્ત કે પ્રગટ એવા સમસ્ત જડ, ચેતન પદાર્થો, અને તેના પર્યાયો (અવસ્થાઓ)ને પ્રત્યક્ષ રીતે જોવા અને જાણવાવાળા થયા. તેમ જ અઢાર દોષ રહિત થતાં `અરિહંત' બન્યા. તેથી તેઓ ત્રણેય લોકને આરાધ્ય, વંદનીય અને પૂજનીય બન્યા.

- સમીર દોશી, Samir Doshi _/\_

Friday, November 9, 2012

તારા દર્શન કેમ થતા નથી??


તારા દર્શન કેમ થતા નથી?
મારા પર ઉપકાર કેમ થતો નથી?

કહ્યુ હેરાન હુ ~ તોપણ છુ તો તારો
,
મારા પર વિશ્વાસ કેમ થતો નથી?

તારા ખોળામા હુ ચુપચાપ રડી લેત
,
આવો એકવાર મોકો કેમ થતો નથી?

લાખો પાપી ને તાર્યા છે તે
,
મારો ઉધ્ધાર કેમ થતો નથી?

તારી મહેરબાની ના ચાર શબ્દોથી
,
આ દાસ સમીર હકદાર કેમ થતો નથી???