Saturday, November 10, 2012

ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ~ કેવલજ્ઞાન કલ્યાણક

Attainment of KEVALGYAN by LORD MAHAVIR ~ ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ~ કેવલજ્ઞાન કલ્યાણક




After doing several tapp's, meditations & facing many adversities some of which mentioned earlier for long period of 12 & half years, Lord reached Jhrumbhik Village. Lord had second fast that day & as Lord reached a farmland on banks of Rujubalika river, LORD ATTAINED KEVALGYAN. As time of attaining Kevalgyan was coming nearby, Lord sat under a Shal Tree in Godohika Aasan & did Sukaldhyaan & moved ahead in Shukaldhyan, lord destroyed all 4 Ghati Karms namely Mohniya, Gyanavarniy, Darshnavarniy & Antraay Karm's & attained KEVALGYAAN & KEVALDARSHAN. It was 4th Prahar of Vaisakh Sud 10 when lord attained the ultimate knowledge i.e. KEVALGYAAN & as Lord was not having 18 Dosh, He became ARIHANT too & as such became fit for worship by all & most respectful to all.

ઓછામાં ઓછા બે ઉપવાસ (છઠ્ઠ) થી લઈને છ છ મહિના સુધીના ઉપવાસ આદિની અનેકવિધ મહાતપશ્ચર્યાપૂર્વક ઉદ્યાનો, વનો, નિર્જન સ્થાનો વગેરે સ્થલોમાં ધ્યાનસ્થ રહી, દેવ-મનુષ્યાદિ દ્વારા થયેલા ઉપસર્ગો અને પરીસહોને સમભાવપૂર્વક સ્વેચ્છાથી સહન કરી, સાધિક સાડાબાર વર્ષની સાધનાને અંતે ભગવાન ધર્મ-ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચ્યા. ત્યાર બાદ તેઓશ્રી મધ્યમામાંથી વિહરી, જૃમ્ભિક ગામે આવ્યા અને ત્યાં ગામ બહાર વહેતી ઋજુવાલિકા નદીના કિનારા ઉપરના ખેતરમાં દાખલ થયા ત્યારે તેમને બીજો ઉપવાસ હતો. વિશ્વનાં પ્રાણિમાત્રનું યથાર્થ કલ્યાણ કરવું હોય તેને વિશ્વનાં સમસ્ત પદાર્થો, તેની ત્રૈકાલિક અવસ્થાઓ અને તેનાં ગૂઢ રહસ્યોનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એ માટે `કેવલજ્ઞાન' નો મહાપ્રકાશ મેળવવો જોઈએ. એ મેળવવા આત્મિકગુણોના પૂર્ણવિકાસને રૂંધી રહેલાં કર્મોનો ક્ષય કરવો જોઈએ. એ કરવા માટે અહિંસા, સંયમ અને તપની મહાસાધના કરવી જોઈએ. ભગવાન ૧૨.. વર્ષ સુધી એ માર્ગને અનુસર્યા. અને પ્રારંભેલી મહાસાધનાની અન્તિમ સિદ્ધિ (કેવલજ્ઞાનપ્રાપ્તિ) નો સમય નિકટ આવી રહ્યો હતો ત્યારે ભગવાને શાલવૃક્ષની નીચે સૂર્યના આતપમાં ગોદોહિકાસને (ચિત્ર-મુજબ)બેસીને શુક્લધ્યાનમાં પ્રવેશ કર્યો. ઉત્તરોત્તર વિશુદ્ધ શુક્લધ્યાનમાં પ્રવિષ્ટ હતા ત્યારે, તેઓશ્રીએ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય, આ ચાર ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યો અને (પાંચમું) કેવલજ્ઞાન તથા કેવલદર્શન પ્રગટ થયાં. તે દિવસ હતો વૈશાખ શુદિ દશમનો, અને પ્રહર હતો ચોથો. ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી થવાથી તેઓ સંપૂર્ણ લોકાલોક-વિશ્વનાં ત્રણેય કાલના મૂર્તામૂર્ત, સૂક્ષ્મ કે સ્થૂલ, ગુપ્ત કે પ્રગટ એવા સમસ્ત જડ, ચેતન પદાર્થો, અને તેના પર્યાયો (અવસ્થાઓ)ને પ્રત્યક્ષ રીતે જોવા અને જાણવાવાળા થયા. તેમ જ અઢાર દોષ રહિત થતાં `અરિહંત' બન્યા. તેથી તેઓ ત્રણેય લોકને આરાધ્ય, વંદનીય અને પૂજનીય બન્યા.

- સમીર દોશી, Samir Doshi _/\_

No comments:

Post a Comment