Wednesday, November 14, 2012

સુવર્ણકમલસ્થિત શ્રી ગૌતમસ્વામીજીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ, અને પ્રથમ ધર્મ દેશના

Guru Gautam's Kevalgyan & 1st Deshna ~ સુવર્ણકમલસ્થિત શ્રી ગૌતમસ્વામીજીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ, અને પ્રથમ ધર્મ દેશના




Anguthe Amrut Vase Labdhi Tana Bhandar
Shri Guru Gautam Samariye Vanchit Fal Dataar!!!

The main shishya & gandhar of Lord Mahavir was INDRABHUTI of GAUTAM Gotra & he had became Gandhar at age of 50years. It was Guru Gautam who taught other muni bhagvant's about Lord's Preaching's & managed looking after 14000 muni bhagvants, 36000 sadhvi bhagvant's & lacs & lacs in Chaturvidh Sangh. Guru Gautam loved Lord Mahavir to the core & it was this love that was an obstruction in his obtaining Kevalgyaan & Liberation (Moksh). So Lord seeing his nirvaan, sent Guru Gautam to go to next village to teach Deshverma Brahman. While on way to return itself Guru Gautam heard about Lord's Nirvaan & was completely disheartened & kept on crying for Lord Mahavir's death. In such thoughts itself in some hours after lord's Nirvaan at early morning he understood true meanings of this life & attained KEVALGYAAN. On attaining Kevalgyaan he gave his 1st deshna on a Golden Lotus made by Dev's itself. Thereafter he gave deshna's for further 12 years at various places thereby showing true path to lacs of people & finally attained Liberation (Moksh) while on continuous fasts for 30days. In total 50000 shishya's of Guru Gautam got Liberation (Moksh) & as his name is that powerful, it is taken in most of Jain Houses during early morning hours.


ભગવાન શ્રીમહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમગોત્રીય શ્રીઇન્દ્રભૂતિ હતા. તેઓ `ગૌતમ' (ગોત્ર) નામથી જ વિશેષ પ્રસિદ્ધિને પામ્યા હતા. પૂર્વાવસ્થામાં તેઓ બ્રાહ્મણકુલોત્પન્ન અને વેદ-વિદ્યામાં પારંગત હતા. તેઓ ગણધર પદે આવ્યા ત્યારે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી. તેઓ હંમેશા સેંકડો શિષ્યોને શાસ્ત્રની વાચના આપતા અને ખુદ મહાવીર ભગવાનના ૧૪ હજાર સાધુ, ૩૬ હજાર સાધ્વી અને લાખો-કરોડો શ્રાવક-શ્રાવિકારૂપ સંઘની યોગ્ય વ્યવસ્થા અને જવાબદારી સંભાળતા હતા. ગૌતમસ્વામીને મહાવીર ઉપર અવિહડ સ્નેહ-રાગ હતો અને એ રાગ પ્રશસ્ત છતાં એમની આત્યન્તિક સિદ્ધિ (મોક્ષપ્રાપ્તિ) ની આડે આવતો હતો. એ બંધન તૂટી જાય એટલા ખાતર ઉપકારી ભગવાને નિર્વાણના દિવસની સાંજે જ એમને બોલાવીને કહ્યું કે `ગૌતમ, તું સામેના ગામમાં રહેલા દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જા.' પડતો બોલ ઝીલનાર પ્રખર આજ્ઞાંતિક, ગૌતમસ્વામીજી ત્યાં ગયા. પ્રતિબોધ કરીને પાછા ફરતાં માર્ગમાં જ એમણે ભગવાનનું નિર્વાણ (મૃત્યુ) સાંભળ્યું. સાંભળતાં જ વજ્રઘાત થયો! શૂન્યમનસ્ક બની ગયા! પોતાને ખરે અવસરે વેગળો કર્યાના કારણે ભગવાનને ઉપાલમ્ભ આપવા પૂર્વક કરુણ વિલાપ કરવા લાગ્યા! પછી, `વીર! ઓ વીર!' રટતા રહ્યા. એકાએક મોહનાં પડલો ખસી ગયાં. ત્યાં એમને સાચો જ્ઞાનપ્રકાશ લાધ્યો, સમજાયું કે `અરે! નિર્મોહીને મોહ શેનો હોય! મારા એક પક્ષીય સ્નેહને ધિક્કાર હો!' આમ વૈરાગ્ય ભાવના ભાવતાં તેમને પ્રભાતે કેવલજ્ઞાન થયું. પછી એમણે દેવોએ રચેલા સુવર્ણ કમળ ઉપર પદ્માસને બેસીને ધર્મોપદેશ આપ્યો. બાર વર્ષ સુધી અનેક સ્થળે વિચરી, લાખો લોકોને તારીને અંતે એક માસના ઉપવાસ કરી એઓ મોક્ષે પધાર્યા. ગૌતમસ્વામીને તદ્ભવ મોક્ષગામી ૫૦ હજાર શિષ્યો હતા. તેમનું નામ પ્રભાવશાળી હોવાથી હજારો જૈનો નિરંતર પ્રભાતમાં અનેકલબ્ધિથી સમ્પન્ન ગૌતમસ્વામીની પ્રાર્થના-પૂજાદિક કરતા આવ્યા છે અને આજે પણ કરે છે.

- સમીર દોશી, Samir Doshi _/\_

2 comments:

  1. bhai u r doing a great job -hats off :)

    ReplyDelete
  2. Great work. Something we were not aware of.

    ReplyDelete