Wednesday, September 19, 2012

મિચ્છામી દુક્કડમ

આભાર મિત્રો,
છેલ્લા કેટલાય વખત થી હું અહી જાત જાત ના status પોસ્ટ કરતો રહ્યો છું. અને ઘણી વાર તેમાં એક યા બીજી રીતે અમુક વ્યક્તિઓની, વ્યક્તિઓના સમૂહ ની કે સંપ્રદાય ની લાગણી દુભાયી હશે. મેં પોસ્ટ કરેલા ફોટોગ્રાફ્સ થી પણ કદાચ કોઈને મેં હાની પહોચાડી હશે, કોઈના status પર કે ફોટોગ્રાફ પર હાની પહોચાડે તેવી કોમેન્ટ પણ કરી હશે. આ તમામ વખતે મેં મારા એગોઈસ્મ થી દોરાઈ ને તેમ કરેલું હતું તેવું મને ભાન થયું છે. હું આજે ફરીથી તે એક એક પ્રશંગોને યાદ કરીને, મારા આત્મા ની સાક્ષી એ હું તમામ વ્યક્તિઓની માફી માંગું છું. અને મારી એ ચેષ્ટાઓની આલોચના કરું છું. અને હવે પછી તે રીતની ચેષ્ટાઓ ફરીથી ના થાય તેની કાળજી રાખવાનો સનિષ્ઠ પ્રયત્ન કરીશ. તમેય મોટું મન રાખીને મને માફ કરી દેશો.

નેટ ને છોડીને મારી સાથે કરેલા મારા સહેવાસ, અને તે દરમ્યાન થોડીક પળોને પાછું વાળીને જોવાની મને એક તક મળી, આટ આટલી મુલાકાતો પછી પણ મારામાં રહેલો મહાવીર જાગતો નથી ? આરો ખરાબ નથી દરરોજ હજારો  મહાવીર  પેદા થયી સકે તેવું વાતાવરણ કુદરત સર્જે જ છે. પણ મારા એન્ટેના હું ક્યાંક બીજે ગોઠવીને બેઠો છું. :( 


આપ સૌ ખરેખર મોટા મનના છો, આ સમગ્ર વિશ્વ આપના જેવા મોટા મનના "માણશો" થી ભરપુર છે તેની પ્રતીતિ થયેલી. અને તેના તમો જીવતા જાગતા ઉદાહરણો છો, જે મારી ભૂલોને સાહજીકતાથી ક્ષમા બક્ષી સકે છે.



ફરી ઘેર ઘેર હું, કરું છું મિચ્છામી દુક્કડમ

હ્રદય પર હાથ મૂકી હું કહું છું મિચ્છામી દુક્કડમ

વલોવીને હ્રદયના, આ મનોમંથનનાં અંતે
વહાવી આંસુઓ હું ધરું છું મિચ્છામી દુક્કડમ

સમ્યકની ટેવ ક્યા હતી?, બસ ભૂલો કરી હતી
ઢંઢોળી "મને " જ હું કહું છું મિચ્છામી દુક્કડમ

શરીર નાં ખોખા વાસ્તે,કરી છે વાસના મેં બહુ
ઉતારી કાંચળી ને હું ઈચ્છું મિચ્છામી દુક્કડમ

જગતનો તાત જો તું છે, તો હું બાળ તારો છું
પડી ઘુટણએ હું ચાહું છું મિચ્છામી દુક્કડમ

No comments:

Post a Comment