સુદંષ્ટ્ર નાગકુમાર દેવનો નૌકાદ્વારા
જલોપસર્ગ ~ Adversities to Lord Mahavir by Demi God Sundrashtra
While travelling from Surbhipur to Rajgruhi, Lord had to cross River Ganga by a boat accompanied by many other people. As soon as boat reached in middle amidst deep water, Demi God Sundrashtra saw that in Last Birth when Lord Mahavir was Vasudev then he had killed a Lion (now demi god himself). So he gets terrible anger & creates adversities to Lord Mahavir by suddenly raising very strong high tides & strong winds by his demi-god powers. Boat started shaking terribly & all people on boat started crying for Help. All people started to remember their God's for saving them but only one person, our Lord Mahavir, was sitting in his own meditation without getting a single fear. Some other demi-god's named Kambal-Shambal saw Lord travelling in that boat & came to know such act of another Demi God Sundrashtra. Immediately they fought him out & made everything calm again. Boat landed safe at other Bank & all travellers onboard felt that they were saved just cause of Lord Mahavir & moved forward after taking blessings from Lord.
Sundrashtra Dev is depicted underwater on left side while Kambal-Shambal dev who came for rescue are on left top corner.
સુરભિપુરથી રાજગૃહ જતાં વચમાં આવતી ગંગા નદી પાર કરવા ભગવાન નાવમાં બેઠા. એમાં બીજા પણ અનેક લોકો બેઠા. તે બરાબર ઊંડા જલ પાસે પહોંચી કે અચાનક પાતાલવાસી સુદૃંષ્ટ્ર નામના નાગકુમાર દેવે જ્ઞાનથી જાણ્યું કે `અહો! આ મહાવીર ગત જન્મમાં વાસુદેવના ભવમાં હતા અને હું સિંહના ભવમાં હતો ત્યારે આ વાસુદેવે મારું મોઢું ચીરી મને જાનથી મારી નાંખ્યો હતો.' તેથી તેની વૈરવૃત્તિ જાગી ઉઠી. તે બદલો લેવા દોડી આવ્યો. આવીને તેણે પોતાની દિવ્ય શક્તિથી ભયંકર તોફાન ઊભુ કર્યું. તેણે પ્રારંભમાં મહાપવનને વિકુર્વ્યો. ગંગાનાં નીર હિલોળે ચઢ્યાં, નાવ આમ તેમ ઝોલાં ખાતી ઊછળવા લાગી. સહુને માથે મોત ભમતું દેખાયું, ગભરાટ વધી ગયો, હો હા થઈ પડી, `બચાવો બચાવો' ની બૂમાબૂમ થવા માંડી. બચવા માટે સહું ઇષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. આવા પ્રસંગમાં પણ ભગવાન તો નિશ્ચલ ભાવથી ધ્યાનમાં જ મગ્ન બેઠા હતા. આ તોફાનની જાણ જ્ઞાનથી કંબલ-શંબલ નામના નાગદેવોને થતાં તેઓ તુરંત આવી પહોંચ્યા. આવીને તેમણે સુદૃંષ્ટ્રદેવને ધૂત્કારી હાંકી કાઢ્યો. તોફાન શમી ગયું અને નાવ હેમખેમ કિનારે પહોંચી. ખરેખર! આ મહાન આત્માના જ પુણ્યપ્રભાવે આપણા સહુની રક્ષા થઈ છે એમ સમજીને તમામ પ્રવાસીઓએ ભગવાનને ભાવભીની વંદના કરી હાર્દિક આભાર માન્યો.
ચિત્રમાં
પાણીના પ્રવાહમાં જ નૌકા નીચે સુદૃંષ્ટ્રદેવ નૌકાને ઊથલાવતો બતાવ્યો છે. ઉપર આપણી
ડાબી બાજુએ ખૂણામાં રક્ષા કરવા આવી રહેલા કંબલ-શંબલ દેવો બતાવ્યા છે.
- સમીર દોશી, Samir Doshi _/\_
No comments:
Post a Comment