Tuesday, December 25, 2012

ગોવાળિયાએ તીક્ષ્ણ કાષ્ઠશૂલ દ્વારા કરેલો ભયંકર કર્ણોપસર્ગ અને તેનું નિવારણ

Dangerous adversity done by the milkman in Lord's Ears ~ ગોવાળિયાએ તીક્ષ્ણ કાષ્ઠશૂલ દ્વારા કરેલો ભયંકર કર્ણોપસર્ગ અને તેનું નિવારણ

 
Once our Lord Mahavir was meditating in standing posture outside Chammani Village. A milkman came. With him were his oxen. He left them to graze and went back for some work. When he came back he found his oxen were not there & asked meditating Lord where his cows oxen were. Lord was busy meditating & so didnt even knew when oxen came & went to graze too but seeing no reply milkman became angry. He ran here & there searching for them & became mad with anger. He took thickest wood & made it pointed at one end. He inserted such wood deep in Lord's ears & not relieved he pushed it deep in with pressing by stones. Not relieved further, he cut down remaining portion of wood outside ear so that noone can take it out. But our Lord remained in his deep meditation & didnt even reacted to milkman out of so immense pain.
 
Lord thereafter reached at place of Siddharth Merchant at village Madhyama (Pava) in such condition only where his friend doctor named "Kharak" had came. Seeing Lord at his place, Siddharth merchant does bowings while Kharak sees such wood in ears of God & says about the same to Siddharth. They both prayed to Lord to allow them to take that wood out. They poured in very Hot Oil & pulled out those wood pieces from ears. JUST THINK WHAT PAIN OUR LORD WOULD HAD GONE THROUGH, BUT HE KEPT HIS GREAT CALM. Only once lord too gave in to deep pain & a shout came out. Lord understood that this all happened due to some mis-deeds of him in some birth & so just stayed calm. It shows that deeds never ever leaves anyone, not even lord.

ભગવાન જ્યારે છમ્માણિ ગામની બહાર કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થ હતા ત્યારે સંધ્યાકાળે કોઈ ગોવાળિયો ભગવાનની પાસે બળદો મૂકીને ગામમાં ચાલ્યો ગયો. કામ કરીને પાછો આવ્યો ત્યારે બળદો ન જોતાં ભગવાનને પૂછ્યું, "દેવાર્ય! બળદો ક્યાં ગયા?" મૌની ભગવાને જવાબ ન આપતાં દુષ્ટ ગોવાળિયાએ ક્રોધાન્ધ બની કાસ (દાભ) નામના અતિ કઠણ ઘાસની અણીદાર શૂલો-સળીઓ પથ્થરથી ઠોકીને બન્ને કાનોમાં જોરથી ખોસી દીધી. તથા કોઈ તે કાઢી ન શકે એટલા માટે તેના બહારના ભાગને પણ કાપી નાંખ્યો. આવા દારુણ કષ્ટમાં પણ ભગવાન નિશ્ચલભાવે ધ્યાનરત જ રહ્યા અને કઠિન કર્મો ઓછાં કર્યાં. ત્યાંથી શલ્યસહિત ભગવાન મધ્યમા (પાવા) પધાર્યા અને ભિક્ષાર્થે સિદ્ધાર્થ વણિકના ઘરે પહોંચ્યા. તે વખતે તે `ખરક' નામના મિત્રવૈદ્ય સાથે વાતો કરતો હતો. ભગવાન પધારતાં તેણે વંદનપૂર્વક સ્વાગત કર્યું. એ વખતે ખરકે ભગવાનની મુખાકૃતિ ઉપરથી ભગવાનનાં શરીરમાં કંઈક શલ્ય છે એમ પારખી લીધું. પછી શરીર તપાસતાં કાનમાં દર્ભ-કાષ્ઠની શૂલો ખોસાયેલી જોઈ. સિદ્ધાર્થને વાત કરતાં તે કંપી ઊઠ્યો. તેણે કહ્યું કે "એ શલ્ય ને જલદી બહાર કાઢો અને પુણ્યના ભાગીદાર બનો." પછી ભગવાનને મુશ્કેલીથી સમજાવી, નસો ઢીલી કરવા તેલના કુંડામાં બેસાડ્યા. પછી ખૂબ માલિશ કર્યું. તે કર્યા બાદ કુશળપ્રયોગપૂર્વક સાણસીથી શૂલો ખેંચી કાઢી. તે વખતે ભયંકર વેદનાના કારણે ભગવાનથી કારમી ચીસ પડાઈ ગઈ. ગત જન્મમાં ભગવાનના જીવે અજ્ઞાનભાવે બાંધેલું પાપ-કર્મ અંતિમ ભવે પણ ઉદય આવ્યું. ખરેખર! કર્મ કોઈને છોડતું નથી અને નિકાચિત ભાવે બાંધેલું કર્મ ભોગવવું જ પડે છે.
 
કર્મસત્તાનો સિદ્ધાંત કેવો નિષ્પક્ષ અને અટલ છે! એની સચોટ પ્રતીતિ આ પ્રસંગ કરાવી જાય છે. અને "બંધસમય ચિત્ત ચેતીએ ઉદયે શો સંતાપ?" આ પદ્યપંક્તિનું પણ સ્મરણ મૂકી જાય છે.

No comments:

Post a Comment