કોઇને કામ ન આવે એ જીંદગી શું છે?
ભેગા ન થાય બેહાથ એ બંદગી શું છે?
ભેગા ન થાય બેહાથ એ બંદગી શું છે?
વાતો દલીલો કરી વાત બનતી નથી,
વજન વાતમા જ ન હોય એ વાત શું છે?
ઉંચા આલિશાન મહેલોમા રહે જે લોકો,
તે શું સમજે ગરીબોની એ ગરીબી શું છે?
ખુલા શરીર ખાલી પેટને મજબુર છે જે,
વિચારજો ખરા તેની એ જીન્દગી શું છે?
મોજ માટે મિત્રો હશે હજારો-લાખો પણ,
સમયે જ કામ ન આવે એ મિત્રતા શું છે?
શાંતી ને જે જગ્યાએ મળ્યુ સ્થાન ન હોય,
તે ઘર તો નથી જ ‘ સમીર’ એ શહેર શું છે?
કોઇને કામ ન આવે એ જીંદગી શું છે?
ReplyDeleteભેગા ન થાય બેહાથ એ બંદગી શું છે?...heart touching