Winning of FORGIVENESS in front of ANGER & win of AHINSA against HINSA as lord pacifies Chandkaushik Snake ~ ક્રોધ સામે ક્ષમાનો અને હિંસા સામે અહિંસાનો અપૂર્વ વિજય ~ `ચણ્ડકૌશિક' સર્પને પ્રતિબોધ
In previous birth, a very tapasvi jain monk died while having great anger & hence re-birth's as a very dangerous snake named CHANDKAUSHIK who used to kill whatever comes in front of it by its poisonous eyes. Cause of this entire forest was empty & noone even dared to pass through that forest. Lord mahavir with his ample & great love for everyone came to know this & even after stopping by villagers, dares to do meditation in that forest that too just near chandkaushik's hideout. In anger, chandkaushik snake bites lord's leg & sees towards the lord. But lord had not moved, nor died... infact chandkaushik was astonished to see that INSTEAD OF RED BLOOD, MILKY WHITE MILK coming out of it. Lord just says few words to chandkaushik which meant that chandkaushik you should understand things & give up such hinsa & anger. Hearing this from lord, chandkaushik remembers his last birth & understands that just cause of his anger he became a snake from a great jain monk & hence asks forgiveness from Lord. OUR LORD WITHOUT A SINGLE THOUGHT OF CHANDKAUSHIK BITING HIM, FORGIVES HIM. Chandkaushik thereafter observes great ahinsa & re-births as a Dev in 8th Vaimanik Devlok.
ભૂતકાળનો એક તપસ્વી જૈન સાધુ ક્રોધના ભાવમાં મૃત્યુ પામી
ચોથા ભવે જંગલમાં `વાચાલા' ગામની સમીપના આશ્રમમાં
દૃષ્ટિવિષ સર્પ તરીકે જન્મ્યો. તે `ચણ્ડકૌશિક' એવા નામથી ઓળખાયો. આ સર્પ
પોતાની દૃષ્ટિમાં રહેલા કાતિલ ઝેરથી અનેક પશુ-પક્ષીઓ અને માનવોનો સંહાર કર્યે જતો
હતો. પરિણામે આખું જંગલ સાવ નિર્જન અને ભયંકર બની ગયું હતું. એ રસ્તે કોઈ જ પસાર
થતું ન હતું. કરુણાસમુદ્ર ભગવાન મહાવીરે જ્ઞાનથી આ જાણ્યું. તેના ઉપર કરુણા ઊપજી.
તેને પ્રતિબોધ કરી હિંસાથી મુક્ત કરવા, જનતાની ના છતાં, જંગલમાં
જઈને તેના દર નજીક ધ્યાનસ્થ બનીને તેઓ ઊભા રહ્યા. સર્પને માનવની ગંધ આવી. એણે
મનોમન વિચાર્યું કે "અરે! નિર્જન બનાવેલા આ સ્થળમાં આવવાની હિંમત કરનારો આ છે
કોણ? મારી
તાકાતનો બરાબર પરચો બતાવું." તરત જ ભગવાન પાસે આવી તેમને ખતમ કરવા તેમના દેહ
ઉપર વારંવાર પોતાની વિષપૂર્ણ જ્વાલાઓ ફેંકી. પણ તેની કશી જ અસર ન થઈ. છેવટે
ક્રોધાન્ધ બની તે ભગવાનના પગના અંગૂઠામાં ડંખ મારીને દૂરથી જોઈ રહ્યો. ભગવાન ન
પડ્યા, ન
મૃત્યુ પામ્યા. વળી ડંખમાંથી લાલને બદલે શ્વેત રુધિર જોઈ, ભારે
આશ્ચર્યમગ્ન બની તે પ્રભુની પ્રશાન્ત મુદ્રા જોતાં શાંત થવા લાગ્યો. તે વખતે
ભગવાને મધુર શબ્દોમાં કહ્યું કે - 'હે ચણ્ડકૌશિક! તું બોધ પામ અને શાંત થા.' એવું વારંવાર
કહેવાથી તેને ગત જન્મનું જ્ઞાન થયું. પોતાનો આત્મા ક્રોધ કરવાને કારણે સાધુમાંથી
સર્પયોનિમાં જઈ પહોંચ્યો હતો, તેથી એણે પાપનો પશ્ચાત્તાપ
કર્યો. ભગવાનની ક્ષમા માંગી, હિંસા છોડી અને અનશન કરી એ આઠમા
વૈમાનિક દેવલોકમાં દેવ થયો.
- સમીર દોશી, Samir Doshi _/\_
No comments:
Post a Comment