Showing posts with label Friendship. Show all posts
Showing posts with label Friendship. Show all posts

Friday, December 7, 2012

સંબધના નામ



એમજ કારણવિના કોઇને કંઇ મળાતુ નથી,
સગપણ સંબધના નામ વગર રખાતુ નથી,


જો સમજવા છે સમજી લો સમય દરમીયાન,
સંકોચમાં વેડફેલી પળોને પાછુ લવાતુ નથી,


બોલ્યા કર્યુ સમજણ વીના,તો પણ કહેવુ હતુ,
નામ આપો અમને નામ પાડતા આવડતુ નથી,


હજી પણ સાંભળવા ‘ના’ ‘હા’ ની જુઓ છો રાહ,
એમ તો વણ બોલ્યે કોઇને કશુ સમજાતુ નથી,


હોઠોને બીડી ચુપચાપ છો વિચારોમાં તલ્લીન,
યાદોની હરોળે ચડ્યા બાદ ઝલ્દી હટાતુ નથી,


મગજથી કામ ના લેતા, લઇ લો કામ હ્રદયથી,
હ્રદયથી કરેલુ નામકરણ ક્યારેય ભુસાતુ નથી...

Tuesday, June 19, 2012

મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે....





શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.
કેવા ઝઘડા આપણે કરતા હતા,
યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !
બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !
આપણા જીવનનો સાચો ક્યાસ છે.
વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.
હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
તકલીફોના કાયમી ઉપવાસ છે.
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.



                                 સૂરજ ઢળતાં જ બદલાઈ જશે વાતાવરણ તુર્ત જ,
                                     જશે જ્યાં તું, વિકટ થઈ પડશે મારે શ્વાસ પણ તુર્ત જ;
                                         ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,
                                            ‘સ્મરણ’ના ‘સ’ વિના તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ...

Saturday, January 21, 2012

હવે રસ્તો બદલ ઓ દિલ, કે એનું ઘર નહીં મળશે


હવે રસ્તો બદલ ઓ દિલ, કે એનું ઘર નહીં મળશે;
અને મળશે તો પહેલાના સમો આદર નહીં મળશે.

નહિ મળશે કોઈ પ્રેમાળ મારા જેટલો તમને,
મને કોઈ તમારા જેટલાં સુંદર નહીં મળશે.

ચૂંટી લીધા છે એણે એટલે તો ખાસ ભક્તોને;
એ સૌનો છે ભલે, પણ સૌને કઈ ઈશ્વર નહીં મળશે.

હજારો એમ તો ઠોકર રૂપે મળવાના રસ્તામાં,
જો ઘર ચણવું હશે તો એક પણ પથ્થર નહીં મળે.

જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે,
સદા માટે સુવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.

Friday, January 20, 2012

એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે જ હોઈશું...


Dedicated to All my Friends who are & shall always remain close to Heart whatever happens in between us. I hope that they do find time to read & feel the same in their pretty busy schedules..

છેલ્લે તો આપણે જ હોઈશું…

ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે જ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,

એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે જ હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,

ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે જ હોઈશું.

‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,

એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે જ હોઈશું.


સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે,

ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે જ હોઈશું.

Saturday, December 31, 2011

સંબંધો ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ...


સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે.

દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે. દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે.

આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે. આ વર્તનમાં જ આપણાં સંસ્કારો અને સંસ્કòતિ છતાં થાય છે. તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ તમારા સારા-નરસા કે લાયક-નાલાયકની છાપ ખડી થતી હોય છે. આ છાપ જ પછી માણસની ઓળખ બની જાય છે. એટલે જ આપણે ઘણી વખત કોઈની વાત નીકળે ત્યારે એવો સવાલ કરીએ છીએ કે, એ કેવો માણસ છે?

સંબંધો માણસની જરૂરિયાત છે. સંબંધો બંધાતા રહે છે. સંબંધો તૂટતા પણ રહે છે. સંબંધો દૂર પણ જતા રહે છે. સંબંધો સરળ નથી. સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની જરૂર પડે છે. કેટલા સંબંધો કાયમી ટકે છે? સંબંધો કેવા રહે છે તે બે વ્યકિત ઉપર નિર્ભર કરે છે. સાથોસાથ એ વાત પણ સનાતન સત્ય છે કે એક વ્યકિતના સંબંધ બીજી વ્યકિત પર સીધી અસર કરે છે. સંબંધોની સાર્થકતા એ આજની સૌથી મોટી જરૂરિયાત છે. માણસ સંબંધો ગુમાવતો જાય છે.

સંબંધો બહુ નાજુક છે. સંબંધો પારા જેવા છે, ખબર ન પડે તેમ સરકી જાય છે અને વેરાઈ પણ જાય છે. છતાં માણસનું ગૌરવ એમાં જ છતું થાય છે કે એ સંબંધોના અપ-ડાઉન વખતે કેવું વર્તન કરે છે. તમે કેવી રીતે મળો છો તેના કરતાં પણ કેવી રીતે છૂટા પડો છો તેના પરથી જ તમારા સંબંધોના ગૌરવ અને ગરિમાની સાબિતી મળે છે. સંબંધોમાં હળવાશ હોવી જૉઈએ. તમારા રિલેશનનું સ્ટાન્ડર્ડ કેવું છે?

માણસ આખી દુનિયાને સારું લગાડતો ફરે છે પણ પોતાના લોકોને જ પ્રેમ કરી શકતો નથી. આખી દુનિયાને માફ કરવી સહેલી છે પણ પોતાની વ્યકિતનું જતું કરવામાં જિગર જૉઈએ. આપણે આપણા સંબંધોને કયારેય નજીકથી નિહાળીએ છીએ? આપણા લોકોની કદર આપણે કરી શકીએ છીએ? તમારા સંબંધોને સજીવન રાખો. કોઈ સંબંધ સુકાઈ જતો લાગે તો સ્નેહ સીંચીને તાજા કરી લો. આપણે ચે જતાં જઈએ તેમ સાથે હોય એ દૂર તો થઈ જતાં નથી ને? ઘર એક વ્યકિતથી બનતું નથી, પોતાના લોકોથી બને છે. સમાજ સંબંધોનું જ મોટું સ્વરૂપ છે અને સંબંધોની મીઠાશમાંથી જ સુખનો સ્વાદ આવે છે. પોતાના લોકોને દૂર થવા નહીં દો તો કયારેય એકલતા લાગશે નહીં.

ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ.

Wednesday, December 21, 2011

સ્પર્શ મારો


સ્પર્શ મારો છે હુંફાળા શ્વાસ જેવો.
હું, પ્રભાતી સૂર્યના અજવાસ જેવો.

દૂર રહેશો, તો હરણની પ્યાસ જેવો,
પામશો તો મૃગજડી આભાસ જેવો.

કોઈનો પણ ક્યાં હતો હું સાવ અંગત?
તે છતાં સૌ સ્નેહીમાં ખાસ જેવો.

શું કહું, છે આપણો સંબંધ કેવો?
ગીતમાં લય, ને ગઝલમાં પ્રાસ જેવો.

Thursday, December 8, 2011

અનુભવજો

ના દેખાઈએ અમે ક્યાંય, તો તમારા પ્રતિબિંબમાં જોજો,
ના હોઇયે અમે જો સાથ, તો તમારા પડછાયાને પુછજો.

જોવો હોય મને તો, થોડી ગરદન જુકાવીને દિલમાં જોજો,
રાખીને હૈયા પર તમારો હાથ, ધડકનમાં મને અનુભવજો.

જ્યારે હોય સુખના દિવસો ત્યારે, તમે પ્રભુને યાદ કરજો,
ચાહું ના આવે, પણ આવે દૂઃખ તો, તમે અમને યાદ કરજો.

મળે કોઇને તે ક્યાંક તો, અમારા આટલા ખબર તો કહેજો,
કરીએ છીએ આજપણ અમે તમને યાદ, એટલું તો કહેજો.

Wednesday, November 16, 2011

આ સંબંધો છે લોહીનાં, તમે ક્યાંથી અલગ કરશો ?

આ સંબંધો છે લોહીનાં, તમે ક્યાંથી અલગ કરશો ?
બહુ તો છત, દીવાલો કે પછી બારી અલગ કરશો.
જગતમાં ક્યાં બધુંયે તોડવું આસાન છે મિત્રો,
તમે શું ડાંગ મારીને અહીં પાણી અલગ કરશો ?
બધુંયે સ્થૂળ ને સ્થાવર હતું તે તો જુદું કીધું,
સ્મરણને કઈ રીતે મારા–તમારાથી અલગ કરશો ?
તમે શું એ જ જીવો છો, તમે જે જીવવા ધાર્યું,
હવે તમને તમારાથી શું સરખાવી અલગ કરશો ?
તમે ડૂબી જતાં સૂરજને અટકાવી નથી શકતાં,
સતત અજવાશની ઇચ્છા તમે ક્યાંથી અલગ કરશો ?

Saturday, November 5, 2011

વિશ્વાસ..


દર્દને દિલની કબરમાં કેદ રાખું છું,
હોઠો પર સ્મિતનું એક ફૂલ રાખું છું.

દર્દો પર ખૂશીને પહેરેદાર રાખું છું,
તારા સ્મિતને આમ સલામત રાખું છું.

નયનમાં આંસુંના સમંદર રાખું છું,
સપનાની નાવ, આમ તરતી રાખું છું.

કરો છો યાદએવો વિશ્વાસ રાખું છું,
આવો તે આશમાં, ચાલુ શ્વાસ રાખું છું

Monday, September 19, 2011

"અછત રહી"

નયનની ભીનાશની હવે અમને આદત થઈ, ને હોઠોની હસી જમાનાથી દદૃને છુપાવતી રહી.
દીલની ધડકનને કેમ સમજાવું કે આરામ કરે, જોને આજ પણ તેના પર તારા નામની અસર રહી.
વરસો તો વહેતા ગયા પણ અમે તમને ભૂલી ન શક્યા, વસંત પણ આવીને હવે પાનખર થઈ.
આમતો ન હતી કમી અમને દોસ્તોની જીવનમાં, છતાં કેમ મને જીવન ભર તારી જ અછત રહી.

"સમયનો પવન"

ભૂલ મારી હતી ને થોડી જીદ તમારી પણ હતી, ને કદાચ સમયનો પવન એવો ફૂંકાયો હતો.
તમે પણ મારી જેમ થોડા જુઠ્ઠા પણ હતા, ને અમે તો હસીને જુઓ જમાનાને છેતરતા હતા.
બનીને યાદ તમે એવા આસપાસ હતા ને અમે જીવન ભર યાદોની ભીડમાં ખોવાયેલા હતા.
સાગરના તોફાની મોંઝાનો સહારો હતો, નહીતો સાહીલનો અમારા જીવનમાં ક્યાં કિનારો હતો.

દોસ્ત..

ક્યાંક આસપાસ અહી, મારો દોસ્ત હતો,
આ શહેર ને ક્યાં કોઈ, છેડો પણ હતો.

દિવસો, મહીના ને વરસો તો જતા હતા,
હે દોસ્ત, આજ પણ તારો અણસાર હતો.

જીવનનો કઠીન પથ, કાપવો બાકી હતો,
તારા અહેસાસનો સાથ, બસ હવે કાફી હતો.

સમયે પોતાનો ખેલ, કાંઈ એવો ખેલ્યો હતો,
વાંક તારો ન હતો, ને મારો પણ ન હતો.

અંતરે પણ સમયને, સાથ આપ્યો હતો,
આમ તો તું પાસ હતો, પણ ફાસલો હતો.

તારા ગયા પછી, હું સાવ એકલો હતો,
મારી મિલકતમાં, જુની યાદોનો કાફલો હતો.

Thursday, August 18, 2011

ક્યારેક..


જો તમને ક્યારેક ભુલી જાઉં તો,
સપનામાં આવી યાદ અપાવી જજો..

જો હોય કયારેક ભુલ મારી તો,
પ્રેમથી આવી ને સમજાવી જજો..

જો થઇં જાઉં કયારેક ઉદાસ તો,
યાદો માં આવી ને હસાવી જજો..

જો થાઉં કયારેક નિષ્ફળ તો,
બાજુ માં આવી ટેકો આપી જજો..

જો થઈ જાઉં કયારેક નારાજ તો,
હળવુ સ્મિત આપી ને મનાવી જજો..

પણ, દોસ્ત આ ધુની સમીર....નો,
સાથ કયારેય ના છોડી જજો..