Showing posts with label Sad. Show all posts
Showing posts with label Sad. Show all posts

Friday, December 7, 2012

कतरा कतरा


दास्तां कहते गये कतरा कतरा,
सीतम सहते गये कतरा कतरा,

महेफिले रोशन थी आने से,
चीराग बुज गये कतरा कतरा,

कुछ कमी न थी शानेसौकतमे,
मनसुबे ढह गये कतरा कतरा,

वादे पे उनके नाज था जीसको,
कफन औढ सो गये कतरा कतरा,

मुश्कीलसे सजाया आंखोमे उसे,
आंसु बन बह गये कतरा कतरा,

गुनाह किया था चाहने का उससे,
सजा भोगते ही गये कतरा कतरा,

दस्तुर था समीर भुल जानेका उसका,
पर यादोमें सताते गये कतरा कतरा ।

Monday, November 5, 2012

કર્મોનો બોજ ઉપાડવો પડશે


નહી રહે કોઇ સંગાથ,કે ન કંઇ પણ જશે સાથે,
ખાલી હાથે આવેલો અને ખાલી જ રહશે સાથે,

જે પીંજરાનો રાખી મોહ,જીવન બગાડ્યુ આખુ,
તેમાં વસેલુ પક્ષી,વીન કહ્યે,સમયે,ઉડશે સાથે,


મારા-તારાના બંધારણ,ઘડી કાઢયા આપમેળે,

તુજ ગયા બાદ,બનેલા કાયદા પણ ભમશે સાથે,
નહતા બેસતા બે ઘડી,તે પણ બેસશે આજ પાસે,
પીંજરાનો ખાલીપો જોઇ આંખોને નમ કરશે સાથે,

બાંધે છે શાને કાજે રોજ નીત નવા સંચીત કરમો,
આ જન્મે કરેલા કર્મોનો બોજ ઉપાડવો પડશે સાથે...




Tuesday, September 25, 2012

ક્યાં જશું ??



શબ્દનો સંગાથ છોડી ક્યાં જશું

અર્થ સાથે મૌન જોડી ક્યાં જશું

માત્ર લૂલા સ્વાર્થખાતર હર વખત

સત્યને તોડી-મરોડી ક્યાં જશું !

શૂન્ય વત્તા શૂન્યના સામ્રાજ્યમાં

શૂન્યનું પ્રાધાન્ય તોડી ક્યાં જશું !

કરગરે અસ્તિત્વખાતર લાગણી

એ હદે, એને વખોડી ક્યાં જશું

ક્યાં રહ્યો છે કોઇ સથવારો સમીરનો

લઇ દશા આવી કફોડી ક્યાં જશું !!!!

હું કંટક છું તો ફૂલોમાં રહીને શું કરું??

ભલે કહે છે બધા કે, સંગ્રહીને શું કરું?
હ્રદયમાં દર્દ છે તો છે.. કહીને શું કરું?

બધાને પ્યાસ છે, સાકી તણી મહેફીલ તણી,
ભલે અમ્રુતભર્યો તોયે.. વહીને શું કરું?

અગર મિત્રો લાવી દે, બધું મંજૂર છે
ફક્ત જન્નત મળે.. એથી સહીને શું કરું?

ભલે ને થોર છું, કાંટા થકી જીવી શક્યો
હું કંટક છું.. તો ફૂલોમાં રહીને શું કરું???

ના કર

તું પત્થરમાં ઝાકળ ના કર, 
રણની વચ્ચે કુંપળ ના કર.


હું દિલમાં રાખુ છું સાગર,
શમણાં દઇને મ્રુગજળ ના કર.


માની લઉં છું તારી વાતો.
વાત વધારીને છળ ના કર


લખતો રહું છું હું આંસુથી,
માનસપટને કાગળ ના કર.



ને મસ્તી મળવી અઘરી છે,
આસવનું ગંગાજળ ના કર...

Thursday, July 12, 2012

જિવવા માટે પણ સમય નથી..

દરેક ખુશી છે અહિ લોકો પાસે
પણ હસવા માટે સમય નથી...
દિવસ-રાત દોડતી દુનિયા મા
જિંદગી માટે પણ સમય નથી...

મા ના હાલરડાં નો અહેસાસ છે
પણ મા ની મમતા માટે સમય નથી...
બધા સંબંધો તો મરી ગયા જાણે
પણ તેમને દફનાવવાનો સમય નથી...

બધા નામ મોબઈલ મા છે પણ
મિત્રતા માટે સમય નથી...
પારકા ઓ ની શું વાત કરવી
પોતાના માટે પણ સમય નથી...

આંખો મા છે ઊંઘ ઘણીયે
પણ સુવા મટે સમય નથી...
દિલ છે ગમો થી ભરેલું
પણ રોવા માટે સમય નથી...

પૈસા ની દોડ મા એવા દોડ્યા
કે થાકવા નો પણ સમય નથી...
પારકા અહેસાનો ની શુ કદર કરીએ
જ્યાં પોતાના સપના ની જ કદર નથી...

તુ જ કહે મને એ
શુ થશે આ જિંદગી નુ...
દરેક પળે મરવા વાળા ને
જિવવા માટે પણ સમય નથી..!!

Tuesday, June 19, 2012

હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?


તને ભીંજવીને કરે તરબતર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
પડે તો ગજાથી વધુ માતબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
સમયસારણીથી ઉનાળો પ્રજાળે, સ્મરણ રાત-દિ મન ચહે ત્યારે બાળે,
બધું ઠારી દઈને કરે બેઅસર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
મને સૂર્ય બાળે ને વાદળ બનાવે, પવન તારી શેરી સુધી લાવી ઠારે,
ટીપુ થઈ પલાળે તને, તારું ઘર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
સદાથી, કદીથી, અટલથી, યદિથી, મને ભીંજવે જે ક્ષણોથી, સદીથી,
વળોટી રહે કાળની સૌ સફર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
હવે એ પડે છે તો છત્રી બનીને યા ટોપી કે જેકેટ, ગમશુઝ બનીને,
પડે તો બધા આવરણની વગર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ??

Monday, December 19, 2011

ફર્યા છીએ અમે..


 ગમતા ઘણાં ય સગપણ લઈને ફર્યા છીએ અમે;
વીસરાય ગયા જે વળગણ લઈને ફર્યા છીએ અમે.


આંખોમાં ભલે હોય ઘૂઘવતો એક દરિયો આંસુંનો;
દિલમાં કોરું કટ અફાટ રણ લઈને ફર્યા છીએ અમે.


કાગળની ઘણી હોડીઓ તરાવી હેતની હેલીમાં અમે;
સતત ખોવાયેલ પેલું બચપણ લઈને ફર્યા છીએ અમે.


જ્યાં જ્યાં નજર કરી તમને જ નિહાળ્યા છે અમે તો;
આ તે તમારું કેવું ગાંડપણ લઈને ફર્યા છીએ અમે?


રસ્તો મંજિલ અતો પતો શહેર ગામ શેરી કે મહોલ્લો;
તમારા ઘર તરફ જતા ચરણ લઈને ફર્યા છીએ અમે.


સર પર બાંધ્યું રંગીન કફન તમારી હસીન યાદોનું;

સાથ બગલમાં હરદમ મરણ લઈને ફર્યા છીએ અમે.


આસરો કે સહારો ન આપ્યો જ્યારે જાલિમ દોસ્તોએ;
બસ આ ઠાલા શબ્દોનું શરણ લઈને ફર્યા છીએ અમે.


મતલાથી મક્તા સુધી નથી પુરી થતી ગઝલ;

દિલની વાતનું આ અવતરણ લઈને ફર્યા છીએ અમે.

મિત્રો તમામ આવશે..


ન હતી ખબર કે આ જિંદગીમાં એવા ય મુકામ આવશે;
સંઘરેલ આંસુંઓ જ પ્યાસ બુઝાવવા મને કામ આવશે.

બેઠો છું લઈ હાટ થોડા સપનાઓને વેચવા બજારમાં;
છે ખંડિત સપનાઓ,પણ એનાં કંઈક તો દામ આવશે.

દોષ ન આપશો સાકીને, મારા દોસ્તો, ન પયમાનાને;
છું જ બદકિસ્મત,મારા હાથમાં તો ખાલી જામ આવશે.

જવું જ હોય આપને સનમ તો ભલા હું કેવી રીતે રોકું?
ખ્યાલોમાં આવતા જતા રહેશો,જીવવાની હામ આવશે.

દરવાજા વાસીને, બારીઓ બંધ કરીને અમે જોઈ લીધું;
નફ્ફટ એવી તન્હાઈ તો મળવા મને સરેઆમ આવશે.

લૈલા મજનૂ, શીરી ફરહાદ, રોમિયો જુલિએટ યાદ સૌને;
નવા ઇતિહાસમાં એક દી સનમ આપણું ય નામ આવશે.

ન જાઉં હું કદી કાશી મથુરા, ન કરું હું કદી તીરથ યાત્રા;
જ્યાં પડ્યા પડછાયા સનમનાં ત્યાં મારા ચારધામ આવશે.

જનાજો બરાબર સજાવો દોસ્તો આખરી વેળાએ;
મર્યો કે નહીં એ જોવા મને મારનારા મિત્રો તમામ આવશે.

કાચની જેમ આરપાર હતો


કાચની જેમ આરપાર હતો
તો ય સૌની સમજ બહાર હતો !

માત્ર હૈયું ચિરાતું લાગે છે
એમ અંદરથી ધારદાર હતો !

દૂર લગ કોઇ પણ ન દેખાતું
એમ હું એકલો અપાર હતો !

સ્વપ્નને બારીકાઇથી જોતાં
ઊંઘમાં આવતો વિચાર હતો !

આંખમાંથી દડી પડ્યા પહાડો
કેટલો આંસુઓનો ભાર હતો !

પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી


પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી;
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી !

તેં જે નથી કહી એ બધી વાત યાદ છે;
તેં જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી !

પડદો પડી ગયો છે હવે સૌ પ્રસંગ પર;
કહેતા હતા મને કે કોઈ આવરણ નથી !

હું છું તમારી પાસ : ઉપેક્ષાની રીત આ;
આંખો મીંચાઈ નહીં ને મીઠું જાગરણ નથી !

અહીંયા બધી દિશાએથી પડતો રહ્યો બરફ;
દુનિયામાં માત્ર એકલાં રેતીનાં રણ નથી !

તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા;
શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી !

- સુરેશ દલાલ

Tuesday, November 29, 2011

સંબંધોની દીવાલે વારંવાર હું ચણાયો છું


સંબંધોની દીવાલે વારંવાર હું ચણાયો છું
ભીની ભીની લાગણીઓમાં હું તણાયો છું

એની મલાખી આંખોની માયાજાળ અજબ;
એની નજરના તાણાવાણામાં હું વણાયો છું.

આદત છે દર્દ છુપાવવાની દિલમાં મને;
મહેફિલમાં હંમેશ ખુશખુશાલ હું જણાયો છું.

વાવ્યા છે થોડા સપનાઓ એની આંખોમાં;
રડતી આંખોમાં રતાશ બની હું લણાયો છું.

સમીરને વીસરવાનો ભલે આજ એઓ દાવો કરે;
એક સમયે એમના અંગતમાં હું ગણાયો છું.


Wednesday, November 16, 2011

ઘણું મંથન કરવું છે..

ઘણું મંથન કરવું છે, મનન છોડવું નથી,
વિષ મળે યા અમૃત, મુખ મોડવું નથી.
જીવન છે કુરુક્ષેત્ર,આપણે જ કૌરવ-પાંડવ,
અધર્મથી લડીશું, હવે કુરુક્ષેત્ર છોડવું નથી.
એની નિયતી મુજબ એ ખુદ ખરી જશે
હાથે કરી મારે એકે ફૂલ તોડવું નથી.
સપનામાં બીજ હોય છે હકીકતનું ઘણીવાર,
એકેય નાજુક સ્વપ્ન હવે રોળવું નથી.
મન છે દર્પણ સમ , ઠેસ લાગતાં જ તુટે,
સંજોગોના પથ્થરથી એ દર્પણ ફોડવું નથી.
પડઘાય છે શહેરમાં કઇં કેટલા અવાજો,
કર મૌનથી સંવાદ! કઇં બોલવું નથી.
અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.
કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.
કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.
કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.
ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.
ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.
મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

Monday, November 7, 2011

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી..


લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.
સમી સાંજ દરિયાકિનારે જવું તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ, લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.
સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની ર્દષ્ટિમાં છે ફેર,
એ જોવા ની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.
ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.
વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષાથી બળે છે, આ માણસ બરાબર નથી.
જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી...

Saturday, November 5, 2011

શૂન્યતામાં પાનખર


શૂન્યતામાં પાનખર ફરતી રહી.
પાંદડીઓ આભથી ખરતી રહી.
ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની આંખ નીતરતી રહી.
સૂર્ય સંકોચાઇને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી.
મૌનની ભીનાશને માણ્યા કરી,
ઝૂલ્ફમાં બસ અંગુલી ફરતી રહી.
હું સમયની રેતમાં ડૂબી ગયો,
મૃગજળે મારી તૃષા તરતી રહી.
તેજ ઉંડાણોમાં ખળભળતું રહ્યું,
કામનાઓ આંખમાં ઠરતી રહી.
આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.
હા બધા લાચાર થઇ જોતા રહ્યા,
હાથમાંથી જિંદગી સરતી રહી.

વિશ્વાસ..


દર્દને દિલની કબરમાં કેદ રાખું છું,
હોઠો પર સ્મિતનું એક ફૂલ રાખું છું.

દર્દો પર ખૂશીને પહેરેદાર રાખું છું,
તારા સ્મિતને આમ સલામત રાખું છું.

નયનમાં આંસુંના સમંદર રાખું છું,
સપનાની નાવ, આમ તરતી રાખું છું.

કરો છો યાદએવો વિશ્વાસ રાખું છું,
આવો તે આશમાં, ચાલુ શ્વાસ રાખું છું

Friday, September 30, 2011

પરિચય થવા લાગે


બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.
અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.
રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.
હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?
ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !
પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.
નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?
મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.
નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.

****
                      પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે… - સમીર

ન્હોતી ખબર મને


કાંટાથી પ્યાર થૈ જશે, ન્હોતી ખબર મને,
ફુલોનો ભાર થૈ જશે, ન્હોતી ખબર મને.
માન્યું હતું કે દિલને મળી જશે સાંત્વન,
ભક્તિનો ભાર થૈ જશે, ન્હોતી ખબર મને.
વેરાન દિલ મહીં જો, થયું એનું આગમન,
રણમાં બહાર થૈ જશે, ન્હોતી ખબર મને.
વિશ્વાસ મિત્રનો હતો મુજને તો પૂર્ણ, પણ
પાછળ પ્રહાર થૈ જશે, ન્હોતી ખબર મને.
લાંબા દિવસ પછી તો રચાયું’તું એ મિલન,
વ્હેલી સવાર થૈ જશે, ન્હોતી ખબર મને.
કિર્તી ને લક્ષ્મી અને વૈભવ તો સૌ મળ્યા,
જીવન અસાર થૈ જશે, ન્હોતી ખબર મને.
ગાઇ રહ્યો’તો ગીત ખુશીનાં, જે ગર્વથી,
દુ:ખની પુકાર થૈ જશે, ન્હોતી ખબર મને.
એ તો ખરું કે જીત ખરેખર છે સત્યમાં,
દુશ્મન હજાર થૈ જશે, ન્હોતી ખબર મને.
સમીર તો ખુશ હતો કે પ્રસિધ્ધી મળી જશે,
અવળો પ્રહાર થૈ જશે, ન્હોતી ખબર મને.

શા માટે?


જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?
આ આંખ ભટકતાં થાકી ગઇ, આ પ્રેમને પોરો ખાવો છે,
કોઇ દિલની સરાઇ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?
છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?
હું ઠપકો દઉં છું રોજ, હ્રદયને રોજ દિલાસો આપું છું,
કે તું ય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?
સપનાંનું રેશમ જાય બળી, ને આશાની મૂરઝાય કળી,
કોઇ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?
જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુ:ખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?
હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો, શા માટે?