Showing posts with label Gujarati. Show all posts
Showing posts with label Gujarati. Show all posts

Tuesday, May 21, 2013

SANGH STHAPNA ~ સંઘ સ્થાપના ~ કૃતકૃત્ય એવા ભગવાન ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરે છે

SANGH STHAPNA ~ સંઘ સ્થાપના ~ કૃતકૃત્ય એવા ભગવાન ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરે છે


Above snap depicts 3 events. 1st is that even Lord before sitting on throne revolves around the tree under which he obtained omniscience. BEFORE STARTING WITH ANYTHING, EVEN LORD GIVES RESPECT TO HIS OWN ESTABLISHED DHARM TIRTH ~ SHREE SANGH ~ BY FOLDING BOTH HANDS, BOWING & SAYING "NAMO TITTHASS".

In 2 snaps below it depicts that as lord leaves throne & goes to Dev Chhand, his chief disciple Guru Gautam gives out sermons. Guru Gautam doesnt sit at throne, he sits in a seat below that which show utmost respect towards Guru.

આ ચિત્રમાં ત્રણ પ્રસંગો બતાવ્યા છે. આ પ્રસંગ ભગવાન સિંહાસન ઉપર બેસતાં પહેલાં જે વૃક્ષ નીચે એમને બોધિ-કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેનો આદર કરવા તેને પ્રદક્ષિણા આપે છે. ભગવાનને આ રીતે જોવા એ પણ એક લહાવો છે. પ્રદક્ષિણા આપ્યા પછી પ્રવચન આપે તે પહેલાં ભગવાન કૃતકૃત્ય હોવા છતાં પોતે જ સ્થાપેલા તીર્થનો આદર કરવા બે હાથ જોડી "નમો તિત્થસ્સ" બોલી શ્રીસંઘ-તીર્થને નમસ્કાર કરે છે.

નીચેનાં બે ચિત્રો-ત્રણ કલાકના પ્રવચન બાદ ભગવાન સિંહાસન ઉપરથી ઉઠીને દેવછંદમાં ચાલ્યા જાય.... તે પછી તેઓશ્રીના મુખ્ય શિષ્ય શ્રી ગૌતમસ્વામીજી પ્રવચન આપે છે. પણ ભગવાનની જગ્યાએ બેસીને નહીં પરંતુ શિષ્યના અધિકાર-મર્યાદા મુજબ સિંહાસનની આગળ રહેલ પાદપીઠ ઉપર અથવા લાવવામાં આવેલા આગળ મૂકેલા બીજા સિંહાસન ઉપર બેસીને પ્રવચન આપે છે.



-Samir Doshi _/\_

Friday, December 7, 2012

સંબધના નામ



એમજ કારણવિના કોઇને કંઇ મળાતુ નથી,
સગપણ સંબધના નામ વગર રખાતુ નથી,


જો સમજવા છે સમજી લો સમય દરમીયાન,
સંકોચમાં વેડફેલી પળોને પાછુ લવાતુ નથી,


બોલ્યા કર્યુ સમજણ વીના,તો પણ કહેવુ હતુ,
નામ આપો અમને નામ પાડતા આવડતુ નથી,


હજી પણ સાંભળવા ‘ના’ ‘હા’ ની જુઓ છો રાહ,
એમ તો વણ બોલ્યે કોઇને કશુ સમજાતુ નથી,


હોઠોને બીડી ચુપચાપ છો વિચારોમાં તલ્લીન,
યાદોની હરોળે ચડ્યા બાદ ઝલ્દી હટાતુ નથી,


મગજથી કામ ના લેતા, લઇ લો કામ હ્રદયથી,
હ્રદયથી કરેલુ નામકરણ ક્યારેય ભુસાતુ નથી...

Tuesday, December 4, 2012

સ્મરણ કરી બેઠો

આખરે હું ગઝલ લખી બેઠો
રાહ જોઈને ક્યાં સુધી બેઠો

દૂરતા ઓગળી રહી જ હતી…
સ્પર્શ વચ્ચે જ ઘર કરી બેઠો

ઓ વિરહ ! થોડું થોભવું તો હતું
એમનું નામ ક્યાં લઈ બેઠો

કેટલાં કારણો હતાં નહિ તો
કોઈ કારણ વિના ફરી બેઠો

ફક્ત તારા સુધી જ જાવું’તું
પૂછ નહિ ક્યાંનો ક્યાં જઈ બેઠો

આજ પણ એ મને નહીં જ મળે
આજ પાછું સ્મરણ કરી બેઠો !!!

Thursday, November 15, 2012

એકજ શબ્દમાં


આખી કથાનો સાર એકજ શબ્દમાં
પામી શકો તો પાર, એકજ શબ્દમાં
મુઠ્ઠી ઉઘાડો એટલી બસ વાર છે
બાકી બધું તૈયાર, એકજ શબ્દમાં
આખા મલકનું મૌન લઈને જોખજો
એથી ય બમણો ભાર એકજ શબ્દમાં
છે આ તરફ જો જિંદગી, ત્યાં મોત છે
પણ બેયનોં આધાર એકજ શબ્દમાં
આ શ્વાસ તો હોવાપણાની છે અરજ
સ્વીકાર-અસ્વીકાર એકજ શબ્દમાં
છે શબ્દ તો સાતેય દરિયાથી ગહન
ઉંડાણ અપરંપાર એકજ શબ્દમાં !!!

Friday, November 9, 2012

તારા દર્શન કેમ થતા નથી??


તારા દર્શન કેમ થતા નથી?
મારા પર ઉપકાર કેમ થતો નથી?

કહ્યુ હેરાન હુ ~ તોપણ છુ તો તારો
,
મારા પર વિશ્વાસ કેમ થતો નથી?

તારા ખોળામા હુ ચુપચાપ રડી લેત
,
આવો એકવાર મોકો કેમ થતો નથી?

લાખો પાપી ને તાર્યા છે તે
,
મારો ઉધ્ધાર કેમ થતો નથી?

તારી મહેરબાની ના ચાર શબ્દોથી
,
આ દાસ સમીર હકદાર કેમ થતો નથી???

Monday, November 5, 2012

કર્મોનો બોજ ઉપાડવો પડશે


નહી રહે કોઇ સંગાથ,કે ન કંઇ પણ જશે સાથે,
ખાલી હાથે આવેલો અને ખાલી જ રહશે સાથે,

જે પીંજરાનો રાખી મોહ,જીવન બગાડ્યુ આખુ,
તેમાં વસેલુ પક્ષી,વીન કહ્યે,સમયે,ઉડશે સાથે,


મારા-તારાના બંધારણ,ઘડી કાઢયા આપમેળે,

તુજ ગયા બાદ,બનેલા કાયદા પણ ભમશે સાથે,
નહતા બેસતા બે ઘડી,તે પણ બેસશે આજ પાસે,
પીંજરાનો ખાલીપો જોઇ આંખોને નમ કરશે સાથે,

બાંધે છે શાને કાજે રોજ નીત નવા સંચીત કરમો,
આ જન્મે કરેલા કર્મોનો બોજ ઉપાડવો પડશે સાથે...




Tuesday, September 25, 2012

ક્યાં જશું ??



શબ્દનો સંગાથ છોડી ક્યાં જશું

અર્થ સાથે મૌન જોડી ક્યાં જશું

માત્ર લૂલા સ્વાર્થખાતર હર વખત

સત્યને તોડી-મરોડી ક્યાં જશું !

શૂન્ય વત્તા શૂન્યના સામ્રાજ્યમાં

શૂન્યનું પ્રાધાન્ય તોડી ક્યાં જશું !

કરગરે અસ્તિત્વખાતર લાગણી

એ હદે, એને વખોડી ક્યાં જશું

ક્યાં રહ્યો છે કોઇ સથવારો સમીરનો

લઇ દશા આવી કફોડી ક્યાં જશું !!!!

મોત મારું કેવું હશે??


ઘણાં વખતથી મળ્યું નથી,
મૌત મારુ કેવું હશે…
ઘડીક નીરાંતે સુતુ હશે,
કે જીવતર મારુ લેવું હશે…
અંધારા મા છુપું હશે,
કે છડેચોક આવતું હશે…
કરતું કોઇનું કતલ હશે,
કે શ્વાસ મારા ગણતું હશે…

હું કંટક છું તો ફૂલોમાં રહીને શું કરું??

ભલે કહે છે બધા કે, સંગ્રહીને શું કરું?
હ્રદયમાં દર્દ છે તો છે.. કહીને શું કરું?

બધાને પ્યાસ છે, સાકી તણી મહેફીલ તણી,
ભલે અમ્રુતભર્યો તોયે.. વહીને શું કરું?

અગર મિત્રો લાવી દે, બધું મંજૂર છે
ફક્ત જન્નત મળે.. એથી સહીને શું કરું?

ભલે ને થોર છું, કાંટા થકી જીવી શક્યો
હું કંટક છું.. તો ફૂલોમાં રહીને શું કરું???

ના કર

તું પત્થરમાં ઝાકળ ના કર, 
રણની વચ્ચે કુંપળ ના કર.


હું દિલમાં રાખુ છું સાગર,
શમણાં દઇને મ્રુગજળ ના કર.


માની લઉં છું તારી વાતો.
વાત વધારીને છળ ના કર


લખતો રહું છું હું આંસુથી,
માનસપટને કાગળ ના કર.



ને મસ્તી મળવી અઘરી છે,
આસવનું ગંગાજળ ના કર...

Wednesday, September 19, 2012

મિચ્છામી દુક્કડમ

આભાર મિત્રો,
છેલ્લા કેટલાય વખત થી હું અહી જાત જાત ના status પોસ્ટ કરતો રહ્યો છું. અને ઘણી વાર તેમાં એક યા બીજી રીતે અમુક વ્યક્તિઓની, વ્યક્તિઓના સમૂહ ની કે સંપ્રદાય ની લાગણી દુભાયી હશે. મેં પોસ્ટ કરેલા ફોટોગ્રાફ્સ થી પણ કદાચ કોઈને મેં હાની પહોચાડી હશે, કોઈના status પર કે ફોટોગ્રાફ પર હાની પહોચાડે તેવી કોમેન્ટ પણ કરી હશે. આ તમામ વખતે મેં મારા એગોઈસ્મ થી દોરાઈ ને તેમ કરેલું હતું તેવું મને ભાન થયું છે. હું આજે ફરીથી તે એક એક પ્રશંગોને યાદ કરીને, મારા આત્મા ની સાક્ષી એ હું તમામ વ્યક્તિઓની માફી માંગું છું. અને મારી એ ચેષ્ટાઓની આલોચના કરું છું. અને હવે પછી તે રીતની ચેષ્ટાઓ ફરીથી ના થાય તેની કાળજી રાખવાનો સનિષ્ઠ પ્રયત્ન કરીશ. તમેય મોટું મન રાખીને મને માફ કરી દેશો.

નેટ ને છોડીને મારી સાથે કરેલા મારા સહેવાસ, અને તે દરમ્યાન થોડીક પળોને પાછું વાળીને જોવાની મને એક તક મળી, આટ આટલી મુલાકાતો પછી પણ મારામાં રહેલો મહાવીર જાગતો નથી ? આરો ખરાબ નથી દરરોજ હજારો  મહાવીર  પેદા થયી સકે તેવું વાતાવરણ કુદરત સર્જે જ છે. પણ મારા એન્ટેના હું ક્યાંક બીજે ગોઠવીને બેઠો છું. :( 


આપ સૌ ખરેખર મોટા મનના છો, આ સમગ્ર વિશ્વ આપના જેવા મોટા મનના "માણશો" થી ભરપુર છે તેની પ્રતીતિ થયેલી. અને તેના તમો જીવતા જાગતા ઉદાહરણો છો, જે મારી ભૂલોને સાહજીકતાથી ક્ષમા બક્ષી સકે છે.



ફરી ઘેર ઘેર હું, કરું છું મિચ્છામી દુક્કડમ

હ્રદય પર હાથ મૂકી હું કહું છું મિચ્છામી દુક્કડમ

વલોવીને હ્રદયના, આ મનોમંથનનાં અંતે
વહાવી આંસુઓ હું ધરું છું મિચ્છામી દુક્કડમ

સમ્યકની ટેવ ક્યા હતી?, બસ ભૂલો કરી હતી
ઢંઢોળી "મને " જ હું કહું છું મિચ્છામી દુક્કડમ

શરીર નાં ખોખા વાસ્તે,કરી છે વાસના મેં બહુ
ઉતારી કાંચળી ને હું ઈચ્છું મિચ્છામી દુક્કડમ

જગતનો તાત જો તું છે, તો હું બાળ તારો છું
પડી ઘુટણએ હું ચાહું છું મિચ્છામી દુક્કડમ

Monday, September 3, 2012

વિસ્તાર શબ્દનો

પામી શકો તો પામો આકાર શબ્દનો.
અવકાશથી વધુ છે વિસ્તાર શબ્દનો.

તરી શકું સમંદર એ શક્ય તો નહોતું.
મળ્યો મને પળેપળ આધાર શબ્દનો.

પળવારમાં એ રણમાં ઝરણ કરી શકે.
પ્રકાશથીય તેજ છે તોખાર શબ્દનો.

બોલી ઊઠી શકે છે આ શૂન્યતા હવે.
કરે છે કોઇ રણઝણ આ તાર શબ્દનો.

ધરીને ભેખ રોજે કરતો રહું સ્મરણ.
મળી જશે કદીતો સ્વીકાર શબ્દનો....

Thursday, August 16, 2012

પોતાના ઇશ્વરી બાલ-સંતાન જોડે વહાલ કરતાં માતાપિતા



આ ચિત્ર પોતાના તીર્થંકરપુત્ર વર્ધમાન (મહાવીર)ને વહાલ કરી રહેલા પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાનું છે.

વિશ્વનાં પ્રાણીમાત્રનું આત્મકલ્યાણ કરવાની શક્તિ-સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂર્વ જન્મોથી જ મહાન સાધના, આરાધના કરનારા કરુણાવતાર એવા બાલ ભગવાન મહાવીર કોને વહાલા ન લાગે? દેવો અને ઈન્દ્રોથી સ્તવાયેલા-પૂજાએલા પાપા પગલી કરતા ઇશ્વરીય સંતાનને જોઈને કયા માતાપિતાનાં મન હેલે ન ચઢે? ભવિષ્યમાં એકના મટી સહુના થનારાં, કાલી કાલી ભાષા બોલતાએ સુકોમળ બાળક જોડે પ્રેમ-વહાલ કરવાનું મન કોને ન થાય?... સહુને થાય. તો પછી સાચા માતાપિતાનું મન પોતાના આ બાલ રાજાને જોઈને કેટકેટલું ભર્યુંભર્યું હરખઘેલું રહેતું હશે! તેની આંખો કેવી તૃપ્ત થતી હશે!


Its picture depicting parents King Siddharth & Queen Trishla showering their love to their great kid VARDHMAN (Lord Mahavir)

Wednesday, August 15, 2012

જન્મકલ્યાણક ઉત્સવ: મેરૂ પર્વત ઉપર દેવોનો અભિષેક


JANMAKALYANAK: Celebrations by all Dev Devi's at Meru Parvat, JANMABHISHEK

શક્રેન્દ્ર મેરુ પર્વત ઉપર ભગવાનને લાવીને, એ પોતે તે પર્વતના શિખર ઉપર આવીને એક સુંદર શિલા ઉપર બેસીને, ભગવાનને પોતાના ખોળામાં રાખે છે. એ વખતે ત્રિલોકનાથ પરમાત્માની ભક્તિ કરી આત્મકલ્યાણ કરવાને ઉત્સુક બાકીના ૬૩ ઇન્દ્રો અને અસંખ્ય દેવ-દેવીઓ ભેગાં થયેલાં છે. શક્રેન્દ્રે અભિષેક માટે પવિત્ર પર્વતો-તીર્થસ્થળોની માટી, તથા પવિત્ર નદી-સમુદ્રનાં સુગંધી ઔષધિઓથી મિશ્રિત જલથી ભરેલા સોના, રૂપા અને રત્નના હજારો મહાકાય કલશો તૈયાર કરાવ્યા. પછી ઇન્દ્રનો આદેશ થતાં ઇંદ્રાદિક દેવ-દેવીઓ અપૂર્વ ઉત્સાહ અને આનંદપૂર્વક તે કલશો હાથમાં લઈને ભગવાનનો સ્નાનાભિષેક કરે છે. અંતે શક્રેન્દ્ર અભિષેક કરે છે. પછી ભગવંતની પવિત્ર કાયાને ચંદનાદિ સુગંધી દ્રવ્યથી વિલેપન કરી, આરતી-દીવો ઉતારી અષ્ટમંગલ (તેના આકારો)નું આલેખન કરે છે. બીજા દેવ-દેવીઓ ભગવંતની સ્તુતિ અને ગીત-નૃત્યો દ્વારા આનંદ વ્યક્ત કરે છે. ત્યાર બાદ સવાર પડે એ પહેલાં જ શક્રેન્દ્ર ભગવાનને ત્રિશલાના શયનાગારમાં લાવી બાજુમાં સ્થાપિત કરે છે. અન્ય દેવગણ સ્વસ્થાને પહોંચી જાય છે. આ મહોત્સવ તે જ રાત્રિમાં ઊજવાઈ જાય છે. ત્યાર પછી માતા-પિતા દબદબાભર્યો જન્મોત્સવ ઊજવે છે, અને પછી કુટુમ્બીઓ ભેગા થઈ બાળકનું `વર્ધમાન' એવું ગુણનિષ્પન્ન નામ સ્થાપિત કરે છે.

As Shakendra brings child lord Mahavir to Meru Parvat, he sits on hill top & keeps him in his laps. All 63 other Indra's & several Dev Devi's are already there & Shakrendra has already organised for grand Abhishek of Lord with waters of all Tirth's, medicines etc in Kalash's made of Gold, Silver, Diamonds and many jewels & with orders of Shakrendra, all dev devi's do abhishek. At last Shakrendra does the abhishek & does Asht Prakari Puja's. After doing Aarti, Mangaldeep Asht Mangal is prepared. Thereafter before the sunrise, Shakrendra brings child lord to Mother Trishla & keeps it in his cradle. This entire celebrations take place that night itself. Thereafter parents did grand birth celebrations with relatives & give the name VARDHMAN to the child lord.

-Samir Doshi

Tuesday, August 14, 2012

જન્મકલ્યાણક: ઇન્દ્રનું મેરૂપર્વત પ્રતી ગમન

Indra Takes child lord towards Meru Parvat to celebrate JANMA KALYANAK


જન્મસમયે અસંખ્ય યોજન દૂર આકાશ અને પાતાલવર્તી દેવલોકના તમામ ઇન્દ્રોનાં સિંહાસનો ચલિત થયાં. જન્મકાર્યમાં જેની શાશ્વતી અને પ્રધાન જવાબદારી છે એવા પહેલા સૌધર્મ દેવલોકના `શક્ર' ઇન્દ્ર અવધિજ્ઞાનથી ભગવાનના જન્મને જાણી તરત જ, ત્યાંથી જ, પ્રભુ સન્મુખ ચાલીને દર્શન-વંદન-સ્તુતિ કરે છે. પછી તીર્થંકરોના જન્માભિષેકનો પવિત્ર ઉત્સવ પૃથ્વી ઉપર રહેલા મેરુ પર્વત પર જઈને પોતાને ઊજવવાનો હોઈ, સૌધર્મ દેવલોકના અન્ય દેવદેવીઓને પોતાની સાથે ઉત્સવમાં પધારવા સુઘોષા ઘંટા વગડાવીને દેવદ્વારા આમંત્રણ પાઠવે છે. અસંખ્ય દેવો અને ત્રેસઠે ઇંદ્રો સ્વસ્થાનથી બારોબાર મેરુ પર્વત ઉપર જાય છે, જ્યારે શક્રેન્દ્ર જન્મની રાત્રે જ સીધા પૃથ્વી પર આવી, ત્રિશલાના શયનગૃહમાં જઈ, માતા સહિત ભગવાનને નમસ્કાર કરી, આજ્ઞા માગી, દૈવિક શક્તિથી અવસ્વાપિની નિદ્રા દ્વારા માતાને નિદ્રાધીન કરી, ભક્તિનો સંપૂર્ણ લાભ સ્વયં લેવા તરત જ વૈક્રિયલબ્ધિ-શક્તિથી પોતાનાં જ પાંચ રૂપ બનાવી, એક રૂપથી એઓ ભગવંતને બે હાથમાં લે છે, બીજા રૂપોથી છત્ર-ચામરાદિક ધારણ કરીને જંબૂદ્વીપના કેન્દ્રમાં આવેલા, નંદનવન અને જિનમંદિરોથી શોભતા મેરુપર્વત પર લઈ જાય છે.

On hearing of Lord's birth, Throne's of all Indra's in Devlok & Patal Lok gets to move. The arrangements of all Birth Festivals vests with Shakrendra of Saudharm Devlok & so knowing of birth of Lord, they go there & did Darshan-Vandan-Stuti & thereafter took the child lord with them towards Meru Parvat to have grand birth festivals of Lord & put Queen Trishla in deep sleep. Saudharm Indra invites all other Dev Devi's to join in this celebrations by ringing Sughosha Ghant (Sughosha Bell). All dev Devi's & other 63 Indra's come to Meru Parvat.

Above pic depicts that Shakrendra multiplies himself into 5 & takes hold of lord in hands of one while others wave Chamar & keep Chaatra over it & move towards Meru Parvat situated in Nandanvan of Jambudweep.

-Samir Doshi

Monday, August 13, 2012

ચૌદ સ્વપ્નો




માનવનું મન બે પ્રકારનું છે. એક સ્થૂલ અને બીજું સૂક્ષ્મ. રાતના નિદ્રામાં સ્થૂલ મન સુષુપ્ત રહે છે અને સૂક્ષ્મ મન જાગૃત હોય છે
, તેથી સ્વપ્નો આવે છે.
ભાવિ સંતાન કેવું થશે? તેનું સૂચન કરનારાં સ્વપ્નશાસ્ત્રમાં ચૌદ સ્વપ્નો સૌથી શ્રેષ્ઠ બતાવ્યાં છે. તેનાં નામ અનુક્રમે (૧) ગજ (હાથી), (૨) વૃષભ (બળદ), (૩) કેસરી સિંહ, (૪) શ્રીદેવી-લક્ષ્મી (અભિષેકયુક્ત), (૫) પુષ્પની માળા (એક જ, બે નહીં), (૬) ચન્દ્ર, (૭) સૂર્ય, (૮) ધ્વજ (સિંહના ચિત્રથી યુક્ત), (૯) કુંભ (પૂર્ણ), (૧૦) પદ્મસરોવર, (૧૧) સમુદ્ર, (૧૨) વિમાન (કે ભવન), (૧૩) રત્નનો ઢગલો અને (૧૪) અગ્નિ (પ્રજ્વલિત છતાં નિર્ધૂમ).

અહીં ચિત્રમાં અત્યંત આકર્ષક રીતે ચીતરેલાં અતિભવ્ય ચૌદ સ્વપ્નોને તીર્થંકર પુત્રને જન્મ આપનારી દરેક માતા જુએ છે. એનાં વિવિધ ફળો બતાવ્યાં છે.

એક ખુલાસો - ચૌદ સ્વપ્નો પૈકી પહેલાં સ્વપ્ન માટે વિકલ્પો છે. પહેલા ભગવાનની માતા પહેલાં સ્વપ્નમાં વૃષભ
, છેલ્લા ભગવાનની માતા સિંહ અને બાવીશ ભગવંતોની માતા હાથીને જુએ છે. આ વાત સહુ ધ્યાનમાં રાખે.
-સમીર દોશી

Friday, August 10, 2012

રાણી ત્રિશલા ક્ષત્રિયાણીને ચૌદ મહાસ્વપ્નોનું દર્શન



ત્રિશલાના ગર્ભાશયમાં ભગવાનનો ગર્ભ સ્થાપિત થયા બાદ ગર્ભના પુણ્યપ્રભાવે અખિલ વિશ્વનાં નારીવૃંદમાં મૂર્ધન્યપદને પામેલાં તન્દ્રાગ્રસ્ત મહાપુણ્યવતી રાણી ત્રિશલા મધ્યરાત્રિએ (૧) સિંહ, (૨) હાથી, (૩) વૃષભ, (૪) લક્ષ્મીદેવી, (૫) પુષ્પમાળાયુગલ, (૬) ચંદ્ર, (૭) સૂર્ય, (૮) ધ્વજ, (૯) રૌપ્યમય કુંભ, (૧૦) પદ્મસરોવર, (૧૧) ક્ષીરસાગર, (૧૨) દેવવિમાન, (૧૩) રત્નરાશિ તથા (૧૪) નિર્ધૂમ અગ્નિ - એમ ચૌદ પ્રશસ્ત મહાસ્વપ્નોને જુએ છે, અને પોતાના પતિ સિદ્ધાર્થને જણાવીને તેનું ફળ પૂછે છે. સિદ્ધાર્થે પોતે અને સ્વપ્નલક્ષણ પાઠકોએ તેનું ફળ જણાવતાં કહ્યું કે `તમો એવા મહાન પુત્રરત્નને જન્મ આપશો કે જે સર્વગુણો અને લક્ષણોથી સંપન્ન, સર્વાંગસુંદર, મહાજ્ઞાની અને વીર હશે, તથા ભવિષ્યમાં તે તીર્થંકરપદને મેળવશે.' રાણી ત્રિશલા એ વાસિષ્ઠગોત્રીયા ક્ષત્રિયાણી હતાં. વળી પૂર્વ દિશામાં આવેલા ગણસત્તાધારી વિદેહદેશની રાજધાની વૈશાલીના ગણતંત્રાધીશ નૃપતિ ચેટકની તે ભગિની થતાં હતાં. અન્તિમ ધર્મચક્રવર્તી કરુણામૂર્તિ પોતાની કુક્ષિમાં પધારતાં માતા ત્રિશલા ધન્ય બન્યાં, જીવન કૃતકૃત્ય થયું અને એક કવીશ્વરના શબ્દોમાં કહીએ તો તેઓ `વિશ્વમાતા' બન્યાં.

-સમીર દોશી

Thursday, August 9, 2012

શ્રી દેવાનંદાનું સ્વપ્નકથન અને શક્રેન્દ્રનો હરિ-ણૈગમેષી દેવને આદેશ

શ્રી દેવાનંદાનું સ્વપ્નકથન અને શક્રેન્દ્રનો હરિ-ણૈગમેષી દેવને આદેશ


ઉપરનું ચિત્ર : તીર્થંકરો જેવી સર્વોચ્ચ, લોકોત્તર વ્યક્તિઓ માટે સામાન્ય નિયમ એવો છે કે તેઓ અન્તિમ ભવમાં ઉચ્ચ ગણાતા ક્ષત્રિયાદિ જાતિ-કુલ-વંશમાં જ જન્મ લે, નહિ કે શૂદ્રાદિ જાતિ-કુલ-વંશમાં. પણ શ્રી મહાવીર માટે આ નિયમથી વિરુદ્ધ ઘટના બની અને આષાઢ સુદિ છઠ્ઠના દિવસે, લાખો વરસ પૂર્વે કરેલા કુલાભિમાનના કારણે તેઓ ભિક્ષુક બ્રાહ્મણકુલમાં ગર્ભપણે અવતર્યા. પહેલા દેવલોકના ઇન્દ્ર સૌધર્મ અવધિજ્ઞાનથી આ અઘટિત ઘટનાને જોતાં ચોંકી ઊઠ્યા, અને ત્યાં જન્મ ન થાય તે માટે ક્ષત્રિયકુલનું યોગ્ય સ્થાન નક્કી કરી તુરંત જ હરિ-ણૈગમેષી દેવને બોલાવી ગર્ભપરાવર્તનનો આદેશ આપતાં કહ્યું કે, "તું શીઘ્ર બ્રાહ્મણકુંડનગરમાં જા અને દેવાનંદાની કુક્ષિમાંથી ભગવાનના ગર્ભને લઈ, ઉત્તર ક્ષત્રિયકુંડ નગરમાં રહેલી રાજા સિદ્ધાર્થની ક્ષત્રિયાણી રાણી ત્રિશલાના ગર્ભમાં સ્થાપન કર અને ત્રિશલાના ગર્ભને લઈ દેવાનંદાની કુક્ષિમાં મૂકી આવ."


નીચેનું ચિત્ર : તીર્થંકર જેવા મહાન આત્માઓ જે પુણ્યવતી મહિલાના ગર્ભમાં આવે તે મહિલા ગર્ભના પ્રભાવે સર્વોત્તમ ગણાતા સિંહ, હાથી વગેરે ચૌદ મહાસ્વપ્નોને જુએ, એ નિયમાનુસાર ભગવાનની પ્રથમ માતા દેવાનંદાએ તન્દ્રાવસ્થામાં પ્રશસ્ત, મંગલકારક ચૌદ સ્વપ્નોને જોયાં અને પછી જાગ્યાં અને તુરંત જ પોતાના વિદ્વાન પતિ ઋષભદત્તને જણાવ્યાં અને તેમણે કહ્યું કે, "હે દેવાનુપ્રિયા! તું સર્વગુણ-લક્ષણસંપન્ન અદ્ભુત પુત્રરત્નને જન્મ આપીશ."

-સમીર દોશી

Wednesday, August 8, 2012

ધરતી ઉપર અવતરણ - ચ્યવનકલ્યાણક

ધરતી ઉપર અવતરણ - ચ્યવનકલ્યાણક = ગર્ભાવતાર
Descend of Tirthankar's Soul to womb ~ Chyavan Kalyanak

માત્ર મનુષ્યશરીરે જ જન્મ લેતા તીર્થંકરો, ઈશ્વરો કે અરિહંતો અન્તિમ ભવના આગલા જન્મમાં પશુ-પક્ષી અને મનુષ્ય સિવાયની દેવ કે નરકગતિ પૈકી કોઈ પણ એક ગતિમાં વર્તતા હોય છે. એ ગતિ-ભવની સમાપ્તિ થતાં, મનુષ્યરૂપે આ જ ભારત દેશની આર્યભૂમિ ઉપર તેઓ જન્મ લે છે. ભગવાન નો જીવ કુક્ષિમાં ગર્ભરૂપે જન્મ લેવા (ચિત્રમાં દર્શાવ્યા મુજબ) અવતરી રહ્યો છે.

તીર્થંકર જેવા વિશ્વવત્સલ
, વિશ્વોદ્ધારક, કરુણાસાગર આત્માઓનું આ ધરતી ઉપર ગર્ભરૂપે આગમન જન્મરૂપે પ્રગટ થવું, દીક્ષા લેવી, કેવળજ્ઞાન એટલે ત્રિકાલજ્ઞાનપ્રાપ્તિ અને નિર્વાણ-મોક્ષપ્રાપ્તિ, આ બધુંય ત્રણેય લોકના જીવોને કલ્યાણકારક હોવાથી એ પાંચેય પ્રસંગોને શાસ્ત્રકારોએ `कल्याणक' એવા વિશિષ્ટ શબ્દથી ઓળખાવ્યા છે.

-સમીર દોશી

Tuesday, August 7, 2012

શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિમાં અનિવાર્ય કારણભૂત બનતાં વીશસ્થાનકનાં વીશ પદો

શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિમાં અનિવાર્ય કારણભૂત બનતાં વીશસ્થાનકનાં વીશ પદો



જૈનો આત્મા, ધર્મ, કર્મ, પુણ્ય, પાપ, પરલોક, મોક્ષ આ બધાની સત્તા સ્વીકારે છે, પુણ્યથી સુખ મળે અને પાપથી દુઃખ મળે એમ પણ માને છે. માટે જ જીવે સત્કાર્યો દ્વારા પુણ્યનો સંચય કરતાં રહેવું જોઈએ.
જેમણે પોતાના આત્માને પરમાત્મા બનાવવો હોય તેમણે ઉત્કૃષ્ટ પુણ્યોત્પાદક આરાધના કરવી જોઈએ. ચિત્રમાં બતાવેલા વીશ સ્થાનકના વીશ પદોની આરાધના દ્વારા ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે.

ભાવિમાં તીર્થંકર થનારો જીવ પોતાના અંતિમ ભવ પહેલાના ત્રીજા ભવે આ વીશે વીશ સ્થાનકોની અથવા ઓછા-વધતા સ્થાનકોની શ્રેષ્ઠ આરાધના કરીને પરમાત્મા બનવાનું પુણ્ય બાંધે છે. આ આરાધના કર્યા સિવાય કદી તીર્થંકર થવાતું જ નથી એ નિશ્ચિત વાત છે. આ વીશ પદોનાં નામ અનુક્રમે (૧) અરિહંતપદ
, (૨) સિદ્ધપદ, (૩) પ્રવચનપદ, (૪) આચાર્યપદ, (૫) સ્થવિરપદ, (૬) ઉપાધ્યાયપદ, (૭) સાધુપદ, (૮) જ્ઞાનપદ, (૯) દર્શનપદ, (૧૦) વિનયપદ, (૧૧) ચારિત્રપદ, (૧૨) બ્રહ્મચર્યપદ, (૧૩) ક્રિયાપદ, (૧૪) તપપદ, (૧૫) ગોયમપદ, (૧૬) જિનપદ, (૧૭) સંયમપદ, (૧૮) અભિનવજ્ઞાનપદ, (૧૯) શ્રુતપદ અને (૨૦) તીર્થપદ છે.

પદોનાં નામ અને ક્રમમાં મતાંતરો છે. બધા જ પદોની તેમજ લગભગ સમાન નામવાળા પદોની આકૃતિઓ નિશ્ચિતરૂપે નક્કી થઈ શકે તેમ નથી. એટલે અમોએ અમારી કલ્પના પ્રમાણે દર્શાવી છે.
-સમીર દોશી