Showing posts with label Living. Show all posts
Showing posts with label Living. Show all posts

Friday, December 7, 2012

સંબધના નામ



એમજ કારણવિના કોઇને કંઇ મળાતુ નથી,
સગપણ સંબધના નામ વગર રખાતુ નથી,


જો સમજવા છે સમજી લો સમય દરમીયાન,
સંકોચમાં વેડફેલી પળોને પાછુ લવાતુ નથી,


બોલ્યા કર્યુ સમજણ વીના,તો પણ કહેવુ હતુ,
નામ આપો અમને નામ પાડતા આવડતુ નથી,


હજી પણ સાંભળવા ‘ના’ ‘હા’ ની જુઓ છો રાહ,
એમ તો વણ બોલ્યે કોઇને કશુ સમજાતુ નથી,


હોઠોને બીડી ચુપચાપ છો વિચારોમાં તલ્લીન,
યાદોની હરોળે ચડ્યા બાદ ઝલ્દી હટાતુ નથી,


મગજથી કામ ના લેતા, લઇ લો કામ હ્રદયથી,
હ્રદયથી કરેલુ નામકરણ ક્યારેય ભુસાતુ નથી...

Monday, December 3, 2012

આવી સુધારી આપ જીવન મારૂ

હે પ્રભુ, આવી સુધારી આપ જીવન મારૂ
જગાડ નવી આશાઓથી જીવન મારૂ

નથી પામ્યો જીવનમા કંઇ છે અફસોસ
એ અફસોસથી કર મોકળુ જીવન મારૂ

પોતાના કહ્યા અને ઘાવ પણ ખાધા

મલ્હમ લગાવી ઘાવ રહિત કરજે જીવન મારૂ
ઝગડાઓ પર ઝગડા ઉપરથી વિશ્વાસઘાતો
આ બધી બલાઓથી દુર રાખજે જીવન મારૂ

ખુશનુમા વસંતમા પાનખર આવી જાય

ન આવે આવી મોસમ, હસતુ રાખજે જીવન મારૂ
તાંતણાઓની કશ્મકશમા ગુચવાયેલુ જીવન
સુધારી ગુચવણો વિહીન રાખજે જીવન મારૂ

આ આંખોની અશ્રુધારા નીરર્થક ન થાય

અડાળી ચરણને તને, સાર્થક કરજે જીવન મારૂ
મોહવશ થવાય છે આ દુનીયાથી
મોહબંધન કાપી પાવન કરજે જીવન મારૂ !!!

શું છે?


કોઇને કામ ન આવે એ જીંદગી શું છે?
ભેગા ન થાય બેહાથ એ બંદગી શું છે?

વાતો દલીલો કરી વાત બનતી નથી,
વજન વાતમા જ ન હોય એ વાત શું છે?

ઉંચા આલિશાન મહેલોમા રહે જે લોકો,
તે શું સમજે ગરીબોની એ ગરીબી શું છે?

ખુલા શરીર ખાલી પેટને મજબુર છે જે,
વિચારજો ખરા તેની એ જીન્દગી શું છે?

મોજ માટે મિત્રો હશે હજારો-લાખો પણ,
સમયે જ કામ ન આવે એ મિત્રતા શું છે?

શાંતી ને જે જગ્યાએ મળ્યુ સ્થાન ન હોય,
તે ઘર તો નથી જ ‘ સમીર’ એ શહેર શું છે?

Thursday, November 15, 2012

એકજ શબ્દમાં


આખી કથાનો સાર એકજ શબ્દમાં
પામી શકો તો પાર, એકજ શબ્દમાં
મુઠ્ઠી ઉઘાડો એટલી બસ વાર છે
બાકી બધું તૈયાર, એકજ શબ્દમાં
આખા મલકનું મૌન લઈને જોખજો
એથી ય બમણો ભાર એકજ શબ્દમાં
છે આ તરફ જો જિંદગી, ત્યાં મોત છે
પણ બેયનોં આધાર એકજ શબ્દમાં
આ શ્વાસ તો હોવાપણાની છે અરજ
સ્વીકાર-અસ્વીકાર એકજ શબ્દમાં
છે શબ્દ તો સાતેય દરિયાથી ગહન
ઉંડાણ અપરંપાર એકજ શબ્દમાં !!!

Friday, November 9, 2012

તારા દર્શન કેમ થતા નથી??


તારા દર્શન કેમ થતા નથી?
મારા પર ઉપકાર કેમ થતો નથી?

કહ્યુ હેરાન હુ ~ તોપણ છુ તો તારો
,
મારા પર વિશ્વાસ કેમ થતો નથી?

તારા ખોળામા હુ ચુપચાપ રડી લેત
,
આવો એકવાર મોકો કેમ થતો નથી?

લાખો પાપી ને તાર્યા છે તે
,
મારો ઉધ્ધાર કેમ થતો નથી?

તારી મહેરબાની ના ચાર શબ્દોથી
,
આ દાસ સમીર હકદાર કેમ થતો નથી???

Monday, November 5, 2012

કર્મોનો બોજ ઉપાડવો પડશે


નહી રહે કોઇ સંગાથ,કે ન કંઇ પણ જશે સાથે,
ખાલી હાથે આવેલો અને ખાલી જ રહશે સાથે,

જે પીંજરાનો રાખી મોહ,જીવન બગાડ્યુ આખુ,
તેમાં વસેલુ પક્ષી,વીન કહ્યે,સમયે,ઉડશે સાથે,


મારા-તારાના બંધારણ,ઘડી કાઢયા આપમેળે,

તુજ ગયા બાદ,બનેલા કાયદા પણ ભમશે સાથે,
નહતા બેસતા બે ઘડી,તે પણ બેસશે આજ પાસે,
પીંજરાનો ખાલીપો જોઇ આંખોને નમ કરશે સાથે,

બાંધે છે શાને કાજે રોજ નીત નવા સંચીત કરમો,
આ જન્મે કરેલા કર્મોનો બોજ ઉપાડવો પડશે સાથે...




Tuesday, September 25, 2012

મોત મારું કેવું હશે??


ઘણાં વખતથી મળ્યું નથી,
મૌત મારુ કેવું હશે…
ઘડીક નીરાંતે સુતુ હશે,
કે જીવતર મારુ લેવું હશે…
અંધારા મા છુપું હશે,
કે છડેચોક આવતું હશે…
કરતું કોઇનું કતલ હશે,
કે શ્વાસ મારા ગણતું હશે…

Wednesday, September 19, 2012

મિચ્છામી દુક્કડમ

આભાર મિત્રો,
છેલ્લા કેટલાય વખત થી હું અહી જાત જાત ના status પોસ્ટ કરતો રહ્યો છું. અને ઘણી વાર તેમાં એક યા બીજી રીતે અમુક વ્યક્તિઓની, વ્યક્તિઓના સમૂહ ની કે સંપ્રદાય ની લાગણી દુભાયી હશે. મેં પોસ્ટ કરેલા ફોટોગ્રાફ્સ થી પણ કદાચ કોઈને મેં હાની પહોચાડી હશે, કોઈના status પર કે ફોટોગ્રાફ પર હાની પહોચાડે તેવી કોમેન્ટ પણ કરી હશે. આ તમામ વખતે મેં મારા એગોઈસ્મ થી દોરાઈ ને તેમ કરેલું હતું તેવું મને ભાન થયું છે. હું આજે ફરીથી તે એક એક પ્રશંગોને યાદ કરીને, મારા આત્મા ની સાક્ષી એ હું તમામ વ્યક્તિઓની માફી માંગું છું. અને મારી એ ચેષ્ટાઓની આલોચના કરું છું. અને હવે પછી તે રીતની ચેષ્ટાઓ ફરીથી ના થાય તેની કાળજી રાખવાનો સનિષ્ઠ પ્રયત્ન કરીશ. તમેય મોટું મન રાખીને મને માફ કરી દેશો.

નેટ ને છોડીને મારી સાથે કરેલા મારા સહેવાસ, અને તે દરમ્યાન થોડીક પળોને પાછું વાળીને જોવાની મને એક તક મળી, આટ આટલી મુલાકાતો પછી પણ મારામાં રહેલો મહાવીર જાગતો નથી ? આરો ખરાબ નથી દરરોજ હજારો  મહાવીર  પેદા થયી સકે તેવું વાતાવરણ કુદરત સર્જે જ છે. પણ મારા એન્ટેના હું ક્યાંક બીજે ગોઠવીને બેઠો છું. :( 


આપ સૌ ખરેખર મોટા મનના છો, આ સમગ્ર વિશ્વ આપના જેવા મોટા મનના "માણશો" થી ભરપુર છે તેની પ્રતીતિ થયેલી. અને તેના તમો જીવતા જાગતા ઉદાહરણો છો, જે મારી ભૂલોને સાહજીકતાથી ક્ષમા બક્ષી સકે છે.



ફરી ઘેર ઘેર હું, કરું છું મિચ્છામી દુક્કડમ

હ્રદય પર હાથ મૂકી હું કહું છું મિચ્છામી દુક્કડમ

વલોવીને હ્રદયના, આ મનોમંથનનાં અંતે
વહાવી આંસુઓ હું ધરું છું મિચ્છામી દુક્કડમ

સમ્યકની ટેવ ક્યા હતી?, બસ ભૂલો કરી હતી
ઢંઢોળી "મને " જ હું કહું છું મિચ્છામી દુક્કડમ

શરીર નાં ખોખા વાસ્તે,કરી છે વાસના મેં બહુ
ઉતારી કાંચળી ને હું ઈચ્છું મિચ્છામી દુક્કડમ

જગતનો તાત જો તું છે, તો હું બાળ તારો છું
પડી ઘુટણએ હું ચાહું છું મિચ્છામી દુક્કડમ

Tuesday, September 18, 2012

ક્ષમાપના દિન એટલે શું ?


જન્મદિન હોય લગ્નદિન હોય પણ આ ક્ષમાપના દિન  એટલે શું ?
સામાન્ય રીતે ક્ષમા એટલે એક મન થી લીધે લો એક એવો નિર્ણય કે જેમાં જતું કરવાની સમપૂર્ણ  ભાવના હોય. અને વેર ભાવને ત્યાગીને જાગૃતિ સાથે સ્વીકારની સહભાવના અને જ્યાં આત્મા અને જ્ઞાન નું   તાદાત્મ્ય હોય. નકારત્મક ભાવ માંથી પોતાને  આઝાદી આપી જીવન માં આગળ  વધવાનો અવસર… માટે ક્ષમા એ વીરનું ભૂષણ કહ્યું છે. દરેક માનવીએ અવકાશ મળે તો  ક્ષમાપના માગી લેવી જેથી જીવન માં આગળ વધી શકાય ..
જૈન ધર્મમાં એ માટે ખાસ અવસર દીધો છે. સવંત્સરી પર્વ એનો અતિંમ દિવસ ક્ષમાપના દિન ઓળખાય છે. મન, વાણી અને હૃદયને શુદ્ધ કરી ક્ષમા માગવાનો અવસર…. પર્યુષણ મહાપર્વમાં સતત આધ્યાત્મિક સાધના આરાધના દ્વારા અંતઃ કરણની મલિનતાને દૂર કરવાની મુખ્યતા હોય છે. પર્યુષણ મહાપર્વનો દ્રશ્યમાન જગત સાથે સંબંધ હોવા છતાં પર્યુષણની સમગ્ર મહતા અંતજર્ગત સાથે છે….
મિચ્છામીદુક્કડમ કહેતા પહેલા એના અર્થને જાણવો ખુબ જરૂરી છે:


પર્યુષણ મહાપર્વનો  છેલ્લો દિવસ ~ ક્ષમાપના દિન

મન વાણીને કર્મના બંધન છોડી શુદ્ધ ભાવનાનો દિન

અંતરમનના કષાયો, મનમેલ ધોઈ સંવત્સરી ઉજવીએ
ભૂત ભાવી અને  વર્તમાનની કટુતા ધોઈ શુદ્ધ થઈએ

પરિવાર સગા સ્નેહીને ક્ષમા કરવાનો આ શુભ  દિન
ખમાવવાનું ઉત્તમ પર્વ, સંવત્સરી મિચ્છામી દુક્કડમ

પરિવારમાં પ્રસરેલા કટુતાના નિવારણનો આ દિન
નવા વિચાર, વાણી ને વર્તનને સુધારવાનો  દિન

પાંચ મહાવ્રત લઇ ઉત્કર્ષને જીવનમાં અનેરું સ્થાન આપીએ
વહેલા સૂઈ અને વહેલા ઉઠો, જમવામાં અન્ન નવ છાન્ડીએ

પાણીનો દૂર્વ્યય ના કરીએ, સંગ્રહ વૃત્તિને છોડીએ
જરૂરિયાતમંદને મદદ કરવા પાંચ મહાવ્રત્ત લઈએ

શ્રી મહાવીરની ભાવનાઓને જીવનમાં ઉતારીએ

આપણુ જીવનધ્યેય બનાવી ૮૪ લાખ યોનિમાંથી ઉગરીએ
સત્ય, પ્રેમ, કરુણા ને  અહિંસાના મોક્ષ  માર્ગને અનુસરીએ

પર્યુષણ પર્વે, સંવત્સરી, મિચ્છામી દુક્કડમ સૌને પાઠવીએ
તો ચાલો મારાવતી આપ સહુને  
……….મિચ્છામીદુક્કડમ …..



Monday, September 3, 2012

વિસ્તાર શબ્દનો

પામી શકો તો પામો આકાર શબ્દનો.
અવકાશથી વધુ છે વિસ્તાર શબ્દનો.

તરી શકું સમંદર એ શક્ય તો નહોતું.
મળ્યો મને પળેપળ આધાર શબ્દનો.

પળવારમાં એ રણમાં ઝરણ કરી શકે.
પ્રકાશથીય તેજ છે તોખાર શબ્દનો.

બોલી ઊઠી શકે છે આ શૂન્યતા હવે.
કરે છે કોઇ રણઝણ આ તાર શબ્દનો.

ધરીને ભેખ રોજે કરતો રહું સ્મરણ.
મળી જશે કદીતો સ્વીકાર શબ્દનો....

Thursday, July 12, 2012

જિવવા માટે પણ સમય નથી..

દરેક ખુશી છે અહિ લોકો પાસે
પણ હસવા માટે સમય નથી...
દિવસ-રાત દોડતી દુનિયા મા
જિંદગી માટે પણ સમય નથી...

મા ના હાલરડાં નો અહેસાસ છે
પણ મા ની મમતા માટે સમય નથી...
બધા સંબંધો તો મરી ગયા જાણે
પણ તેમને દફનાવવાનો સમય નથી...

બધા નામ મોબઈલ મા છે પણ
મિત્રતા માટે સમય નથી...
પારકા ઓ ની શું વાત કરવી
પોતાના માટે પણ સમય નથી...

આંખો મા છે ઊંઘ ઘણીયે
પણ સુવા મટે સમય નથી...
દિલ છે ગમો થી ભરેલું
પણ રોવા માટે સમય નથી...

પૈસા ની દોડ મા એવા દોડ્યા
કે થાકવા નો પણ સમય નથી...
પારકા અહેસાનો ની શુ કદર કરીએ
જ્યાં પોતાના સપના ની જ કદર નથી...

તુ જ કહે મને એ
શુ થશે આ જિંદગી નુ...
દરેક પળે મરવા વાળા ને
જિવવા માટે પણ સમય નથી..!!

Tuesday, June 19, 2012

આપણામાંનો માણસ હતો


જુઠી શાન ને મોભા ખાતર,
રીવાજોના બંધન ખાતર,
સમાજના દબાવ ખાતર,
મન માની એ કરાવી ગયો.
     કોણ કહે… એ પરાયો હતો ,      આપણામાંનો માણસ હતો.

નારી વિકાસની વાતો કરતો,
સ્ત્રી ને ઘરની લક્ષ્મી ગણતો,
ટાણે પ્રસંગે સનમાન કરતો,
કુખે ખંજર ભોંકાવી ગયો.

      કોણ કહે …એ પરાયો હતો ,      આપણામાંનો માણસ હતો.

વોટ લેવા તરકીબો રચી ને,
સેવક તણું મહોરું પહેરી ને,
વિકાસ કેરા વાયદા કરી ને,
દેશની દોલત લૂંટાવી ગયો.

      કોણ કહે… એ પરાયો હતો ,      આપણામાંનો માણસ હતો.

મજહબી મુદ્દો આગળ ધરી,
ધરમને નામે જેહાદ કરી,
માણસ,માણસનો બની વેરી,
આંતકવાદ ફેલાવી ગયો.

      કોણ કહે… એ પરાયો હતો ,      આપણામાંનો માણસ હતો.

સજ્જનતાનો ડહોળ કરીને,
કુટુંબ સંગાથે સુમેળ કરીને,
કુમળી વયનું નિકંદન કરીને,
માસુમિયત મુરઝાવી ગયો.

      કોણ કહે… એ પરાયો હતો ,      આપણામાંનો માણસ હતો.

અંધશ્રધ્ધાનો લાભ ઉઠાવી,
ઈશ્વર ને પણ ખોટો ઠરાવી,
પોતાને એ સર્વોચ્ચ મનાવી,
અઢળક નાણા પડાવી ગયો.

      કોણ કહે… એ પરાયો હતો ,      આપણામાંનો માણસ હતો.

મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે....





શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.
કેવા ઝઘડા આપણે કરતા હતા,
યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !
બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !
આપણા જીવનનો સાચો ક્યાસ છે.
વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.
હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
તકલીફોના કાયમી ઉપવાસ છે.
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.



                                 સૂરજ ઢળતાં જ બદલાઈ જશે વાતાવરણ તુર્ત જ,
                                     જશે જ્યાં તું, વિકટ થઈ પડશે મારે શ્વાસ પણ તુર્ત જ;
                                         ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,
                                            ‘સ્મરણ’ના ‘સ’ વિના તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ...

Monday, April 9, 2012

Yuvahriday Samrat ne Koti Koti Vandan



Pranaam!!

Its 1st ever video compiled by me & most close to my heart as its about GURUDEV, A video on life journey of Yuva Hriday Samrat (King of Hearts of Youth) Acharyadev Shrimad Vijay HEMRATNA Surisverji Maharajsaheb. Please DO WATCH IT IN FULL. When I mention this video, I cannot ever forget favour which Punyavant Bhagyashali Arpit Bhai did by selecting me to  help him in compiling this video & shall always remain indebted to him, a debt i can never repay.




PLEASE DO WATCH IT IN FULL & DO HOPE THAT YOU SHALL LOVE IT.

Saturday, January 21, 2012

હવે રસ્તો બદલ ઓ દિલ, કે એનું ઘર નહીં મળશે


હવે રસ્તો બદલ ઓ દિલ, કે એનું ઘર નહીં મળશે;
અને મળશે તો પહેલાના સમો આદર નહીં મળશે.

નહિ મળશે કોઈ પ્રેમાળ મારા જેટલો તમને,
મને કોઈ તમારા જેટલાં સુંદર નહીં મળશે.

ચૂંટી લીધા છે એણે એટલે તો ખાસ ભક્તોને;
એ સૌનો છે ભલે, પણ સૌને કઈ ઈશ્વર નહીં મળશે.

હજારો એમ તો ઠોકર રૂપે મળવાના રસ્તામાં,
જો ઘર ચણવું હશે તો એક પણ પથ્થર નહીં મળે.

જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે,
સદા માટે સુવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.

Saturday, December 31, 2011

સંબંધો ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ...


સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણે સહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ. સંબંધો જ માણસને માણસ સાથે જૉડી અને જકડી રાખે છે.

દરેક સંબંધો જુદા જુદા હોય છે. કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે. દરેક સંબંધોની એક સીમા હોય છે. દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને કયાં સુધી આવવા દેવો તે આપણે નક્કી કરી રાખ્યું હોય છે.

આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે. આ વર્તનમાં જ આપણાં સંસ્કારો અને સંસ્કòતિ છતાં થાય છે. તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ તમારા સારા-નરસા કે લાયક-નાલાયકની છાપ ખડી થતી હોય છે. આ છાપ જ પછી માણસની ઓળખ બની જાય છે. એટલે જ આપણે ઘણી વખત કોઈની વાત નીકળે ત્યારે એવો સવાલ કરીએ છીએ કે, એ કેવો માણસ છે?

સંબંધો માણસની જરૂરિયાત છે. સંબંધો બંધાતા રહે છે. સંબંધો તૂટતા પણ રહે છે. સંબંધો દૂર પણ જતા રહે છે. સંબંધો સરળ નથી. સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની જરૂર પડે છે. કેટલા સંબંધો કાયમી ટકે છે? સંબંધો કેવા રહે છે તે બે વ્યકિત ઉપર નિર્ભર કરે છે. સાથોસાથ એ વાત પણ સનાતન સત્ય છે કે એક વ્યકિતના સંબંધ બીજી વ્યકિત પર સીધી અસર કરે છે. સંબંધોની સાર્થકતા એ આજની સૌથી મોટી જરૂરિયાત છે. માણસ સંબંધો ગુમાવતો જાય છે.

સંબંધો બહુ નાજુક છે. સંબંધો પારા જેવા છે, ખબર ન પડે તેમ સરકી જાય છે અને વેરાઈ પણ જાય છે. છતાં માણસનું ગૌરવ એમાં જ છતું થાય છે કે એ સંબંધોના અપ-ડાઉન વખતે કેવું વર્તન કરે છે. તમે કેવી રીતે મળો છો તેના કરતાં પણ કેવી રીતે છૂટા પડો છો તેના પરથી જ તમારા સંબંધોના ગૌરવ અને ગરિમાની સાબિતી મળે છે. સંબંધોમાં હળવાશ હોવી જૉઈએ. તમારા રિલેશનનું સ્ટાન્ડર્ડ કેવું છે?

માણસ આખી દુનિયાને સારું લગાડતો ફરે છે પણ પોતાના લોકોને જ પ્રેમ કરી શકતો નથી. આખી દુનિયાને માફ કરવી સહેલી છે પણ પોતાની વ્યકિતનું જતું કરવામાં જિગર જૉઈએ. આપણે આપણા સંબંધોને કયારેય નજીકથી નિહાળીએ છીએ? આપણા લોકોની કદર આપણે કરી શકીએ છીએ? તમારા સંબંધોને સજીવન રાખો. કોઈ સંબંધ સુકાઈ જતો લાગે તો સ્નેહ સીંચીને તાજા કરી લો. આપણે ચે જતાં જઈએ તેમ સાથે હોય એ દૂર તો થઈ જતાં નથી ને? ઘર એક વ્યકિતથી બનતું નથી, પોતાના લોકોથી બને છે. સમાજ સંબંધોનું જ મોટું સ્વરૂપ છે અને સંબંધોની મીઠાશમાંથી જ સુખનો સ્વાદ આવે છે. પોતાના લોકોને દૂર થવા નહીં દો તો કયારેય એકલતા લાગશે નહીં.

ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ.

હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !

Amazing poem with a very deep meaning:

હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !
પછી દસ દિશામાં પરમ તું નીરખને !

અગમ તું નીરખને ! નિગમ તું નીરખને !
દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને !

મળ્યો છે તને તે ધરમ તું નીરખને !
આ કાગળ, આ ખડિયો, કલમ તું નીરખને !

હવે ક્ષણનું છેટું એ અપરાધ તારો;
આ લીલા અકળ એકદમ તું નીરખને !

છે પીડાના સણકા હજી કષ્ટપ્રદ, પણ
રુઝાઈ રહેલા જખમ તું નીરખને !

છે તરણાં સમા અન્યના દોષ કિન્તુ,
શિલા જેવું તારું અહમ તું નીરખને !

અટકશે કશું પણ ન તારા વિના યે;
ગતિનો સનાતન નિયમ તું નીરખને !

Friday, December 23, 2011

જીવનના સાત પગલા..

જીવનના સાત પગલા..
1) જન્મ —— એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
2) બચપન —— મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.
3) તરુણાવસ્થા —— કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે, મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
4) યુવાવસ્થા —— બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે, કુરબાની ની આશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
5) પ્રૌઢાવસ્થા —– ખૂદને માટે કંઇ ન કરી શકતાં, મળેલુ આપવાની પણ ખૂશી છે. કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિષા છે.
6) ઘડપણ —— વિતેલા જીવનનો સરવાળો છે, મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
7) મરણ —— જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિસાબ થશે, સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે. સાત પગલા પૂરા થશે….. ફરીથી જીવનના સાત પગલા લેવા..