Wednesday, October 31, 2012

કેશલુંચન સહ દીક્ષા-સંયમ સ્વીકાર

Hairs plucking by self & renouncing world ~ કેશલુંચન સહ દીક્ષા-સંયમ સ્વીકાર



Diksha yatra started from vijay muhurat on Suvrat day finally reaches Gyat Khand Forest & Lord  who is on continuous fasts of 2 days gives away all his clothes & jewels to a very aged lady who in turn blesses lord that may lord get ultimate siddh gati. Finally lord plucks all his hairs from head & beard by Panch Mushti Loch & handsover the hairs to Indra Maharaja. Lord thereafter says "Namo Siddhanam" & bows to all who got Sidh Gati and starts saying Karemi Samaiyyam Pratigya Stotra & TAKES DIKSHA renouncing world. At that time Indra Maharaja puts a very costly cloth piece named devdushya on left shoulder of the Lord.

At that time Lord attains Manparyavah Gyan & does vihar towards Ashthik Village leaving all & everything after renouncing world.

સુવ્રત નામના દિવસે [ગુજ. કા. વ. ૧૦] વિજયમુહૂર્તે આરંભાયેલી દીક્ષાયાત્રાં ધામધૂમથી જ્ઞાતખંડ વનમાં આવી પહોંચી. ભગવાન શિબિકામાંથી બહાર આવ્યા. એમણે પહેરેલા વસ્ત્રાલંકારોને સ્વયં ઉતારી કુલવૃદ્ધા સ્ત્રીને સોંપી દીધા; બે દિવસના ઉપવાસી ભગવાન અશોકવૃક્ષ નીચે હજારો માણસોની સમક્ષ દીક્ષાની પ્રતિજ્ઞા લેવા ઊભા થયા. આ વખતે કુલવૃદ્ધાએ હિતશિક્ષા આપતાં અને શુભેચ્છા વ્યક્ત કરતાં કહ્યું કે, "આપ સંયમમાર્ગમાં અપ્રમત્તભાવે સાવધાન રહી, અનંત મહાપ્રકાશની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ કર્મોનો નાશ કરી અન્તિમ સિદ્ધિને વરજો." પછી તુરંત જ ભગવાને બંને હાથોથી પંચમુષ્ટિ લોચ કરતાં, ચાર મુષ્ટિથી મસ્તક ઉપરના અને એક મુષ્ટિથી દાઢી-મૂછના કેશ સ્વહસ્તથી ખેંચી દૂર કર્યા. તે કેશ ઇંદ્ર મહારાજે ગ્રહણ કર્યા. ત્યાર બાદ ધીર-ગંભીર ભાવે પ્રતિજ્ઞાનો ઉચ્ચાર કરતાં ભગવાને "णमो सिद्धाणं" શબ્દ વડે સિદ્ધોને નમસ્કાર કરીને करेमि सामाइयं० એ પ્રતિજ્ઞા-સૂત્રનો ઉચ્ચાર કરી, સર્વ પાપના ત્યાગરૂપ સામાયિકનો-સાધુધર્મનો યાવજ્જીવ સ્વીકાર કર્યો. તે ક્ષણે ભગવાને નવાં કર્મોને રોકવા અને પુરાણાં કર્મોનો ક્ષય કરવા માટે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોને પણ ગ્રહણ કર્યાં, ઇંદ્રે ભગવાનના ડાબા ખભે દેવદૂષ્ય નામનું બહુમૂલ્ય વસ્ત્ર સ્થાપન કર્યું. તે જ વખતે ભગવાનને મનવાળા પ્રાણીઓના વિચારોને જાણી શકાય તેવું `મનઃપર્યવ' નામનું ચોથું જ્ઞાન પ્રગટ થયું ત્યાંથી ભગવાને `અસ્થિક' ગામ તરફ વિહાર કર્યો.


- સમીર દોશી, Samir Doshi _/\_

Saturday, October 27, 2012

મહાભિનિષ્ક્રમણ અને દીક્ષાનો ભવ્ય વરઘોડો

મહાવીરનું મહાભિનિષ્ક્રમણ અને દીક્ષાનો ભવ્ય વરઘોડો ~ The great Renunciation & procession towards initiation of Lord Mahavir

After giving ample charities for a year, Lord Mahavir proceeds to renounce the world, worldly relations and things & to take up SADHUTTVA. Lord Mahavir's soul was happy with thoughts of finally moving towards diksha while on other side his brother Nandivardhan does grand preparations for the same event. He gets prepared Kalash's of gold & silver through which last snanabhishek of lord is done & thereafter Lord leaves from palace in best clothes sewed with gold & silver, lots of jewels etc. Thousands of people gather around to see such a great event where A PERSON WITH ALL WORLDLY HAPPINESS RENOUNCES THE WORLD FOR ULTIMATE HAPPINESS OF THE SOUL. As lord sat in palki, Indra's pick that palki & thousands of people walk alongwith it towards the place where diksha was to be taken.

વર્ષીદાન-વરસીદાન આપી ભગવાન વિશ્વકલ્યાણાર્થે સ્થાવર-જંગમ એવા તમામ પ્રકારના પરિગ્રહને જતા કરી, સંપૂર્ણ ત્યાગમય અનગાર (સાધુ) ધર્મ સ્વીકારવા તૈયાર થયા ત્યારે એમનો આત્મા વિશુદ્ધ વિચારધારાની પવિત્ર ગંગામાં સ્નાન કરી રહ્યો હતો. બીજી બાજુ વડીલ બંધુએ દીક્ષાના ઉત્સવની પ્રચણ્ડ તૈયારીઓ કરાવી. દેશમાં સર્વત્ર આનંદનું મોજું ફરી વળ્યું. સમગ્ર રાજ્ય આ ઉત્સવ ઊજવવા થનગની રહ્યું. રાજાએ પવિત્ર માટીથી મિશ્રિત જલથી પૂર્ણ સોનારૂપાના કલશો તૈયાર કરાવ્યા. પછી તરત જ નંદિવર્ધન તથા ઇંદ્રાદિક દેવોએ ભગવંતનો ભક્તિભાવપૂર્વક છેલ્લો સ્નાનાભિષેક કર્યો. શ્રેષ્ઠ વસ્ત્રથી શરીર લૂછી ઉત્તમ દ્રવ્યો વડે વિલેપન કર્યું. ભગવાન જરિયાન વસ્ત્રો, અલંકારો, અમ્લાન પુષ્પની માળા વગેરેથી સુંદર શોભવા લાગ્યા. પછી તેઓ સંયમ માટે દીક્ષાયાત્રા (વરઘોડા) માં જવા સુસજ્જ બન્યા. માગસર વદિ (ગુ. કાર્તક વદિ) દશમનું મંગલ પ્રભાત અનેરો સંદેશો દઈ રહ્યું હતું. હજારો લોકો વિવિધ સામગ્રીથી પરિપૂર્ણ દીક્ષાના વરઘોડામાં ભાગ લેવા ઊમટ્યા હતા. મહાસાધના દ્વારા પરમ સિદ્ધિ મેળવવા ભગવાને રાજમહેલમાંથી વિજય મુહૂર્તે અન્તિમ પ્રસ્થાન કર્યું. એઓ ભવ્ય અને દિવ્ય પાલખીમાં બેઠા. એમની સાથે કુટુંબની સ્ત્રીઓ પણ છત્ર ધારણ કરીને બેઠી. ઇંદ્રાદિક દેવોએ પાલખી ઉપાડી. હજારો માણસોથી યુક્ત અતિ ભવ્ય વરઘોડો જયનાદ કરતો શહેરમાં ફર્યો. હજારો માણસોએ ભગવાનને-તેમના મહાત્યાગને-નમન કરી ભાવભીની વિદાય આપી.

- સમીર દોશી, Samir Doshi _/\_

Friday, October 26, 2012

લાખો લોકોનું દારિદ્રય દૂર કરવા કરોડો સોનૈયા વગેરેનું વાર્ષિક દાન


લાખો લોકોનું દારિદ્રય દૂર કરવા કરોડો સોનૈયા વગેરેનું વાર્ષિક દાન ~ Ample charity to poor's by Lord Mahavir for a year before taking Diksha


Tirthankar Parmatma's do ample charity and donations continuous for 1 Year before completely renouncing the world & taking Diksha. In this charity, they use their wealth & also wealth bought & filled in by devta's & consist of gold, silver, diamonds, clothes etc etc. In short lord gives a person what he desires. In 1st 3hours of giving donations, lord gives away 1,08,00,000 gold coins DAILY & hence shows path of helping the ones in need.

દેવોએ વિનંતિ કરી અને પ્રભુએ દીન-દુઃખીના ઉદ્ધાર માટે છૂટે હાથે દાન દેવા માંડ્યું. તીર્થંકરો માટે એક નિયમ એવો છે કે ગૃહવાસનો-ઘરસંસારનો સર્વથા ત્યાગ કરવા અગાઉ એક વર્ષ પર્યંત એટલે કે દીક્ષાના દિવસ સુધી દાનનો વરસાદ (વરસીદાન) વરસાવ્યા બાદ જ તેઓ (જીવનપર્યંતના) સંયમનો સ્વીકાર કરે. આ દાનમાં પોતાના માલ-મિલકત ઉપરાંત, દેવો દ્વારા લાવેલા દ્રવ્યાદિકનો પણ ઉપયોગ થાય છે. આ દાનમાં ધન, સુવર્ણ, ઝવેરાત ઉપરાંત વસ્ત્ર-અલંકારાદિ બીજું પણ ઘણું ઘણું હોય છે. ભગવાન જેને જે જોઈએ તે આપે છે. લોકો પ્રભુના હાથની પ્રસાદી લઈ કૃતાર્થ બને છે. પ્રભુ હંમેશાં સવારમાં ત્રણ કલાક સુધી એક કરોડ આઠ લાખ સોનૈયાનું જાહેર રીતે દાન કરે છે. જે વરસને અન્તે કરોડો સુવર્ણમહોરો (દિનારો)નું થાય છે. આમ લાખો માનવીનાં દુઃખ-દારિદ્ર્ય અને ગરીબાઈ દૂર કરી તેઓ ત્યાગી-યોગી બનવા અભિનિષ્ક્રમણ કરે છે. વિશ્વની આ એક અજોડ ઘટના છે. આ દાનધર્મ દ્વારા ભગવાન `માનવજાત માટે દાન એ સદાય આચરવા લાયક અને દેનાર-લેનાર ઉભય પક્ષને આનંદ આપનાર મહાન ધર્મ છે' એની ડિંડિમનાદે જાહેરાત કરે છે.

- સમીર દોશી, Samir Doshi _/\_

Thursday, October 25, 2012

લોકાંતિક દેવોની ધર્મતીર્થપ્રવર્તન માટે વિનંતિ

લોકાંતિક દેવોની ધર્મતીર્થપ્રવર્તન માટે વિનંતિ ~ All Dev's coming to lord to pray to him to take diksha & form a Dharm Tirth

Elder brother Nandivardhan had permitted Lord Mahavir to take Diksha after 2years of death of parents. Lord is staying in this worldly pleasures without being attached to any of it. As 1 year passes by & 1 year remains, Devta's come to lord & say "JAY JAY NANDA, JAY JAY BHADDA" with folded hands which means may your name prevail everywhere in world & you prosper day by day. After that they request lord to take diksha & form a Dharm Tirth which shall pave way to several to attain real happiness & joy. Above snap depicts the event of Devta's coming to Lord.


નંદિવર્ધનની વિનંતિ સ્વીકાર્યા બાદ ગૃહસ્થવેશમાં પણ સાધુ જેવું સાદું અને સંયમી જીવન ગાળતાં એક વર્ષની અવધિ વીતી અને ભગવાન ૨૯ વર્ષના થયા ત્યારે તેમણે અવધિજ્ઞાનથી પ્રવ્રજ્યા-દીક્ષા સ્વીકારનું સંપૂર્ણ એક વર્ષ શેષ રહેલું જાણ્યું, એટલે ભગવાને પોતાની આધ્યાત્મિક સાધનાનાં સોપાન ઉપર ઊર્ધ્વાતિઊર્ધ્વપણે આરોહણ કરવા માંડ્યું. અખિલ વિશ્વનાં પ્રાણીઓનું કલ્યાણ કરવું હોય તો સમગ્ર બ્રહ્માંડની વ્યવસ્થા, એનાં દ્રવ્યો, ગુણો અને પર્યાયોનું વિવિધ તત્ત્વોનું ત્રૈકાલિક પ્રત્યક્ષ જ્ઞાન મેળવવું જોઈએ તે પછી જ બીજાને જ્ઞાન અને ઉપદેશ યથાર્થ આપી શકાય, અને જનતાને સન્માર્ગ દર્શાવવા દ્વારા મોક્ષમાર્ગાભિમુખ કરી શકાય. એ જ્ઞાન પ્રાપ્ત કરવા ગૃહસંસારનો ત્યાગ કરીને દીક્ષા-ચારિત્ર લેવી જોઈએ. વર્ધમાન એ માટે પોતાના આત્માને સુસજ્જ કરી રહ્યા છે, ત્યાં તો શાશ્વત આચારના પાલન માટે ઊર્ધ્વાકાશમાં વસતા એકાવતારી નવ લોકાન્તિક દેવો પ્રભુના આવાસમાં આવી પહોંચે છે. આવીને બે હાથ જોડી, નમસ્કાર કરી `जय जय नंदा! जय जय भद्दा!' - એટલે કે `તમારો જય હો! જય હો! તમારું કલ્યાણ હો!' એમ બોલીને, `વિશ્વને સુખ-શાંતિ-કલ્યાણને આપનારા ધર્મતીર્થની શીઘ્ર સ્થાપના કરો' એવી વિનંતિ કરે છે.

- સમીર દોશી, Samir Doshi _/\_


Saturday, October 20, 2012

દીક્ષાની અનુમતિ માટે વડીલ બંધુ શ્રીનંદીવર્ધનને પ્રાર્થના અને શોક

Lord Mahavir asking for permission to take Diksha to elder brother Nandivardhan ~ દીક્ષાની અનુમતિ માટે વડીલ બંધુ શ્રીનંદીવર્ધનને પ્રાર્થના અને શોક


The above snap shows that at age of 28 Lord Mahavir who is living a great dharmmay life even though being in Sansaar is asking his elder brother Nandivardhan to permit him to take Diksha. Elder brother Nandivardhan falls in a great sadness but understands that he wont be able to stop Mahavir for long so he just tells that as parents have just left for heavenly abode, Mahavir should not take diksha more for 2 years which Lord Mahavir accepts.

A great soul always takes permission of all elderly & as such Lord Mahavir too doesnt disobey his elder brother & ABOVE SNAP SHOWS THAT WE SHOULD NEVER DISOBEY OR DISRESPECT OUR ELDERS.


"ભોગ કરમફળ રોગ તણી પરે, ભોગવે રાગ નિવારી; પરવાલા પરે બાહ્ય રંગ ધરે, પણ અંતર અવિકારી."

આ આદર્શને વરેલા, જલકમલવત્ રહી ઉચ્ચ કોટિનું જીવન જીવી રહેલા મહાવીર-વર્ધમાન ૨૮ વર્ષની ભરયુવાવસ્થાએ પહોંચ્યા ત્યારે વિશ્વનાં પ્રાણિમાત્રનું સર્વાંગી કલ્યાણ કરવા ગૃહસ્થાવાસને તિલાંજલિ આપી એમણે મહાપ્રસ્થાન કરવાનો નિર્ણય કર્યો. ત્યાગ-વૈરાગ્યમૂલક સાધુધર્મનો સ્વીકાર કરવાની પોતાની ભાવના એમણે વડીલ બંધુ શ્રીનંદિવર્ધન પાસે વિનયપૂર્વક રજૂ કરી. મોટાભાઈ ચિંતામાં પડી ગયા. છેવટે મોટાભાઈને થયું કે વિશ્વને અજવાળનારી જ્યોતિને નાનકડો ખૂણો અજવાળવા કેમ રોકી શકાય? એટલે ભાવનાનો આદર તો કર્યો, પણ માતા-પિતાના વિયોગના તાજા દુઃખમાં વધારો ન કરવા નમ્રતાપૂર્વક બે વર્ષ રોકાઈ જવાની વિનંતિ કરી. શ્રી વર્ધમાને તેનો સાદર સ્વીકાર કર્યો.

એક ઈશ્વરી વ્યક્તિ વડીલ બંધુની આજ્ઞાને શિરોધાર્ય કરે, એ શિસ્ત - વિનયધર્મના આદર્શને રજૂ કરતી અને પ્રજાને તે રીતે વર્તવા જ્વલંત પ્રેરણા આપતી એક અનુપમ અને અદ્ભૂત ઘટના છે.

- સમીર દોશી, Samir Doshi _/\_

Saturday, October 13, 2012

માતા-પિતાદિ કુટુમ્બ-પરિવાર સાથે ભગવાન શ્રીવર્ધમાન

માતા-પિતાદિ કુટુમ્બ-પરિવાર સાથે ભગવાન શ્રીવર્ધમાન
(Lord Mahavir with his worldly family)

In centre is King Siddharth, father of lord Mahavir, with Queen Trishla beside her & daughter of lord mahavir, Priyadarshna, on his laps. On right is Lord Mahavir & his brother Nandivardhan. Lord Mahavir is the one having bright glow behinds his head. On left are wives of both Nandivardhan & Lord Mahavir.

Every evening Lord gives spiritual guidance to the family followed by a very spiritual Bhaavna with all kind of musicians & instrumentals.


આ ચિત્રમાં વચ્ચેની પાટ ઉપર પ્રભુના પિતા રાજા સિદ્ધાર્થ અને બાજુમાં સિદ્ધાર્થનાં પત્ની અને પ્રભુની માતા રાણી ત્રિશલા બેઠાં છે. ત્રિશલાના ખોળામાં ભગવાનની પુત્રી પ્રિયદર્શના છે. આપણી ડાબી બાજુની પાટ ઉપર ભગવાનના મોટાભાઈ નંદિવર્ધન અને જોડે જ આભામંડલથી યુક્ત ભગવાન શ્રી વર્ધમાન (મહાવીર) છે. તેમની આગળ પલાંઠી પાસે જ હસ્તલિખિત (તાડપત્રીય) પ્રતિ-પોથી પડી છે. આપણી જમણી બાજુની પાટ ઉપર ત્રિશલાની પછી નંદિવર્ધનના ધર્મપત્ની જ્યેષ્ઠા અને તેની બાજુમાં ભગવાનનાં ધર્મપત્ની યશોદા છે. સાયંકાલે ભગવાન સહુને પ્રથમ ધાર્મિક ઉપદેશનું શ્રવણ કરાવે છે અને તે પૂરું થતાં સુંદર ભાવવાહી સંગીતમય સ્તવના શરૂ થાય છે.


- સમીર દોશી, Samir Doshi _/\_

Saturday, October 6, 2012

જ્ઞાનશાલામાં જ્ઞાનજ્યોતિનો અપૂર્વ પ્રકાશ


Tirthankar's have Mati, Shrut & Avadhi Gyan from birth itself but their parents dont know such things. Hence parents kept the kid lord, who is master's in every subject, for studies with teachers at age of 8. Indra sees all this from Devlok & laughs thinking that master himself is going to school to learn & hence disguises as an old learned Pandit & makes lord kid sit at centre & asks him most difficult questions but Tirthankar lord solves all of that in moments. So Pandit comes in original form & says to world that the Kid is most knowledgeable & shall become a Dharm Tirthankar.

All people who witnessed this were also astonished to see the knowledge of the Kid & hence this sparkling sun of knowledge was bought back to palace.

તીર્થંકર બનનારી વ્યક્તિ ગર્ભથી જ મતિ, શ્રુત અને અવધિજ્ઞાનવાળી હોય છે, અર્થાત્ મહાન વિચારશક્તિ, શ્રેષ્ઠ શાસ્ત્રીય જ્ઞાન, અને પરોક્ષ પદાર્થોને મર્યાદિત રીતે પ્રત્યક્ષ જોઈ શકે તેવું જ્ઞાન ધરાવનારી હોય છે. આથી ભગવાન અલૌકિક જ્ઞાન અને વિદ્યાઓના પ્રકાણ્ડ વિદ્વાન હોવા છતાં પોતાની ગંભીરતાને લીધે માતાપિતા તેમની આ જ્ઞાનશક્તિથી અજ્ઞાત જ રહ્યા. એટલે આઠ વર્ષ પૂરા થતાં માતા-પિતા પોતાના પ્રિયપુત્રને ધામધુમથી જ્ઞાનશાલામાં વિદ્યાધ્યયન કરવા માટે લઈ ગયા. બીજી બાજુ દેવોના ઇંદ્રે જ્ઞાનથી જાણ્યું કે `અહો! આ તે કેવું! ભગવાનને વળી ભણવાનું?' એટલે તરત જ તે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ કરી શાળામાં આવે છે અને વિદ્યાગુરુને બાજુમાં બેસવાનું જણાવીને ભગવાનને ગુરુની ગાદી ઉપર બેસાડે છે. પેલા બ્રાહ્મણ ઇન્દ્રે બાળ ભગવાનને વ્યાકરણશાસ્ત્રને લગતા અતિગૂઢ પ્રશ્નો અને પંડિતના મનની ગુપ્ત શંકાઓ પૂછી. ભગવાને તરત જ તે પ્રશ્નોનું ઝડપથી સમાધાન કર્યું. કુમારનું આ જ્ઞાન જોઈને સમગ્ર સભા અને વિદ્યાગુરુ વગેરે અત્યંત આશ્ચર્યમાં પડી ગયા. છેવટે પેલા વૃદ્ધ બ્રાહ્મણે પોતાનું દેવરૂપ પ્રગટ કરીને કહ્યું કે, "ભાઈ! આ તો વગર ભણ્યે જ પંડિત, મહાજ્ઞાની પ્રભુ છે, એમને ભણાવવાના ન હોય. ભવિષ્યમાં આ ધર્મતીર્થંકર થઈને ભારતવર્ષનો ઉદ્ધાર કરશે."

લોકોને થયું કે "ખરેખર! આ બાળક જ્ઞાનનો મહાસાગર અને વિદ્યાનો નિધિ છતાં કેવો ગંભીર!" આખરે એ તેજોમય જ્ઞાનજ્યોતિને જ્ઞાનશાલામાંથી રાજમહેલમાં પાછા લાવ્યા.