Thursday, October 25, 2012

લોકાંતિક દેવોની ધર્મતીર્થપ્રવર્તન માટે વિનંતિ

લોકાંતિક દેવોની ધર્મતીર્થપ્રવર્તન માટે વિનંતિ ~ All Dev's coming to lord to pray to him to take diksha & form a Dharm Tirth

Elder brother Nandivardhan had permitted Lord Mahavir to take Diksha after 2years of death of parents. Lord is staying in this worldly pleasures without being attached to any of it. As 1 year passes by & 1 year remains, Devta's come to lord & say "JAY JAY NANDA, JAY JAY BHADDA" with folded hands which means may your name prevail everywhere in world & you prosper day by day. After that they request lord to take diksha & form a Dharm Tirth which shall pave way to several to attain real happiness & joy. Above snap depicts the event of Devta's coming to Lord.


નંદિવર્ધનની વિનંતિ સ્વીકાર્યા બાદ ગૃહસ્થવેશમાં પણ સાધુ જેવું સાદું અને સંયમી જીવન ગાળતાં એક વર્ષની અવધિ વીતી અને ભગવાન ૨૯ વર્ષના થયા ત્યારે તેમણે અવધિજ્ઞાનથી પ્રવ્રજ્યા-દીક્ષા સ્વીકારનું સંપૂર્ણ એક વર્ષ શેષ રહેલું જાણ્યું, એટલે ભગવાને પોતાની આધ્યાત્મિક સાધનાનાં સોપાન ઉપર ઊર્ધ્વાતિઊર્ધ્વપણે આરોહણ કરવા માંડ્યું. અખિલ વિશ્વનાં પ્રાણીઓનું કલ્યાણ કરવું હોય તો સમગ્ર બ્રહ્માંડની વ્યવસ્થા, એનાં દ્રવ્યો, ગુણો અને પર્યાયોનું વિવિધ તત્ત્વોનું ત્રૈકાલિક પ્રત્યક્ષ જ્ઞાન મેળવવું જોઈએ તે પછી જ બીજાને જ્ઞાન અને ઉપદેશ યથાર્થ આપી શકાય, અને જનતાને સન્માર્ગ દર્શાવવા દ્વારા મોક્ષમાર્ગાભિમુખ કરી શકાય. એ જ્ઞાન પ્રાપ્ત કરવા ગૃહસંસારનો ત્યાગ કરીને દીક્ષા-ચારિત્ર લેવી જોઈએ. વર્ધમાન એ માટે પોતાના આત્માને સુસજ્જ કરી રહ્યા છે, ત્યાં તો શાશ્વત આચારના પાલન માટે ઊર્ધ્વાકાશમાં વસતા એકાવતારી નવ લોકાન્તિક દેવો પ્રભુના આવાસમાં આવી પહોંચે છે. આવીને બે હાથ જોડી, નમસ્કાર કરી `जय जय नंदा! जय जय भद्दा!' - એટલે કે `તમારો જય હો! જય હો! તમારું કલ્યાણ હો!' એમ બોલીને, `વિશ્વને સુખ-શાંતિ-કલ્યાણને આપનારા ધર્મતીર્થની શીઘ્ર સ્થાપના કરો' એવી વિનંતિ કરે છે.

- સમીર દોશી, Samir Doshi _/\_


2 comments:

  1. *"જય જય નંદા , જય જય ભદ્દા"*
    એ દેવલોકની દુનિયાનું સ્વાગત સૂત્ર છે .

    કોઈ *મહર્દ્ધિક દેવતા જનમ* લે ત્યારે તેના સેવક દેવો –
    *"જય જય નંદા , જય જય ભદ્દા"*
    બોલીને એમનું દેવલોકમાં સૌપ્રથમ સ્વાગત કરે છે .

    કોઈ મહાત્મા *કાળધર્મ* પામે છે ત્યારે
    *"જય જય નંદા , જય જય ભદ્દા"*
    બોલીને એવો ભાવ વ્યક્ત કરવાનો હોય છે કે આ મહાત્માને ધન્ય છે કે સાધનાનાં ફળ રૂપે એમણે સદ્ગતિ મેળવી લીધી છે .

    ReplyDelete