Saturday, October 27, 2012

મહાભિનિષ્ક્રમણ અને દીક્ષાનો ભવ્ય વરઘોડો

મહાવીરનું મહાભિનિષ્ક્રમણ અને દીક્ષાનો ભવ્ય વરઘોડો ~ The great Renunciation & procession towards initiation of Lord Mahavir

After giving ample charities for a year, Lord Mahavir proceeds to renounce the world, worldly relations and things & to take up SADHUTTVA. Lord Mahavir's soul was happy with thoughts of finally moving towards diksha while on other side his brother Nandivardhan does grand preparations for the same event. He gets prepared Kalash's of gold & silver through which last snanabhishek of lord is done & thereafter Lord leaves from palace in best clothes sewed with gold & silver, lots of jewels etc. Thousands of people gather around to see such a great event where A PERSON WITH ALL WORLDLY HAPPINESS RENOUNCES THE WORLD FOR ULTIMATE HAPPINESS OF THE SOUL. As lord sat in palki, Indra's pick that palki & thousands of people walk alongwith it towards the place where diksha was to be taken.

વર્ષીદાન-વરસીદાન આપી ભગવાન વિશ્વકલ્યાણાર્થે સ્થાવર-જંગમ એવા તમામ પ્રકારના પરિગ્રહને જતા કરી, સંપૂર્ણ ત્યાગમય અનગાર (સાધુ) ધર્મ સ્વીકારવા તૈયાર થયા ત્યારે એમનો આત્મા વિશુદ્ધ વિચારધારાની પવિત્ર ગંગામાં સ્નાન કરી રહ્યો હતો. બીજી બાજુ વડીલ બંધુએ દીક્ષાના ઉત્સવની પ્રચણ્ડ તૈયારીઓ કરાવી. દેશમાં સર્વત્ર આનંદનું મોજું ફરી વળ્યું. સમગ્ર રાજ્ય આ ઉત્સવ ઊજવવા થનગની રહ્યું. રાજાએ પવિત્ર માટીથી મિશ્રિત જલથી પૂર્ણ સોનારૂપાના કલશો તૈયાર કરાવ્યા. પછી તરત જ નંદિવર્ધન તથા ઇંદ્રાદિક દેવોએ ભગવંતનો ભક્તિભાવપૂર્વક છેલ્લો સ્નાનાભિષેક કર્યો. શ્રેષ્ઠ વસ્ત્રથી શરીર લૂછી ઉત્તમ દ્રવ્યો વડે વિલેપન કર્યું. ભગવાન જરિયાન વસ્ત્રો, અલંકારો, અમ્લાન પુષ્પની માળા વગેરેથી સુંદર શોભવા લાગ્યા. પછી તેઓ સંયમ માટે દીક્ષાયાત્રા (વરઘોડા) માં જવા સુસજ્જ બન્યા. માગસર વદિ (ગુ. કાર્તક વદિ) દશમનું મંગલ પ્રભાત અનેરો સંદેશો દઈ રહ્યું હતું. હજારો લોકો વિવિધ સામગ્રીથી પરિપૂર્ણ દીક્ષાના વરઘોડામાં ભાગ લેવા ઊમટ્યા હતા. મહાસાધના દ્વારા પરમ સિદ્ધિ મેળવવા ભગવાને રાજમહેલમાંથી વિજય મુહૂર્તે અન્તિમ પ્રસ્થાન કર્યું. એઓ ભવ્ય અને દિવ્ય પાલખીમાં બેઠા. એમની સાથે કુટુંબની સ્ત્રીઓ પણ છત્ર ધારણ કરીને બેઠી. ઇંદ્રાદિક દેવોએ પાલખી ઉપાડી. હજારો માણસોથી યુક્ત અતિ ભવ્ય વરઘોડો જયનાદ કરતો શહેરમાં ફર્યો. હજારો માણસોએ ભગવાનને-તેમના મહાત્યાગને-નમન કરી ભાવભીની વિદાય આપી.

- સમીર દોશી, Samir Doshi _/\_

No comments:

Post a Comment