લાખો લોકોનું દારિદ્રય દૂર કરવા કરોડો સોનૈયા વગેરેનું
વાર્ષિક દાન ~ Ample charity to poor's by Lord Mahavir for a year before taking Diksha
Tirthankar Parmatma's do ample charity and donations continuous for 1 Year before completely renouncing the world & taking Diksha. In this charity, they use their wealth & also wealth bought & filled in by devta's & consist of gold, silver, diamonds, clothes etc etc. In short lord gives a person what he desires. In 1st 3hours of giving donations, lord gives away 1,08,00,000 gold coins DAILY & hence shows path of helping the ones in need.
દેવોએ વિનંતિ કરી અને
પ્રભુએ દીન-દુઃખીના ઉદ્ધાર માટે છૂટે હાથે દાન દેવા માંડ્યું. તીર્થંકરો માટે એક
નિયમ એવો છે કે ગૃહવાસનો-ઘરસંસારનો સર્વથા ત્યાગ કરવા અગાઉ એક વર્ષ પર્યંત એટલે કે
દીક્ષાના દિવસ સુધી દાનનો વરસાદ (વરસીદાન) વરસાવ્યા બાદ જ તેઓ (જીવનપર્યંતના)
સંયમનો સ્વીકાર કરે. આ દાનમાં પોતાના માલ-મિલકત ઉપરાંત, દેવો દ્વારા લાવેલા દ્રવ્યાદિકનો પણ ઉપયોગ થાય છે. આ
દાનમાં ધન, સુવર્ણ, ઝવેરાત ઉપરાંત
વસ્ત્ર-અલંકારાદિ બીજું પણ ઘણું ઘણું હોય છે. ભગવાન જેને જે જોઈએ તે આપે છે. લોકો
પ્રભુના હાથની પ્રસાદી લઈ કૃતાર્થ બને છે. પ્રભુ હંમેશાં સવારમાં ત્રણ કલાક સુધી
એક કરોડ આઠ લાખ સોનૈયાનું જાહેર રીતે દાન કરે છે. જે વરસને અન્તે કરોડો
સુવર્ણમહોરો (દિનારો)નું થાય છે. આમ લાખો માનવીનાં દુઃખ-દારિદ્ર્ય અને ગરીબાઈ દૂર
કરી તેઓ ત્યાગી-યોગી બનવા અભિનિષ્ક્રમણ કરે છે. વિશ્વની આ એક અજોડ ઘટના છે. આ
દાનધર્મ દ્વારા ભગવાન `માનવજાત માટે દાન એ સદાય આચરવા લાયક અને દેનાર-લેનાર
ઉભય પક્ષને આનંદ આપનાર મહાન ધર્મ છે' એની ડિંડિમનાદે જાહેરાત કરે છે.
- સમીર દોશી, Samir Doshi _/\_
No comments:
Post a Comment