Lord Mahavir asking for permission to take Diksha to elder brother Nandivardhan ~ દીક્ષાની અનુમતિ માટે વડીલ બંધુ શ્રીનંદીવર્ધનને પ્રાર્થના
અને શોક
The above snap shows that at age of 28 Lord Mahavir who is living a great dharmmay life even though being in Sansaar is asking his elder brother Nandivardhan to permit him to take Diksha. Elder brother Nandivardhan falls in a great sadness but understands that he wont be able to stop Mahavir for long so he just tells that as parents have just left for heavenly abode, Mahavir should not take diksha more for 2 years which Lord Mahavir accepts.
A great soul always takes permission of all elderly & as such Lord Mahavir too doesnt disobey his elder brother & ABOVE SNAP SHOWS THAT WE SHOULD NEVER DISOBEY OR DISRESPECT OUR ELDERS.
"ભોગ કરમફળ રોગ
તણી પરે, ભોગવે રાગ નિવારી; પરવાલા પરે બાહ્ય રંગ
ધરે, પણ અંતર અવિકારી."
આ આદર્શને વરેલા, જલકમલવત્ રહી ઉચ્ચ
કોટિનું જીવન જીવી રહેલા મહાવીર-વર્ધમાન ૨૮ વર્ષની ભરયુવાવસ્થાએ પહોંચ્યા ત્યારે
વિશ્વનાં પ્રાણિમાત્રનું સર્વાંગી કલ્યાણ કરવા ગૃહસ્થાવાસને તિલાંજલિ આપી એમણે
મહાપ્રસ્થાન કરવાનો નિર્ણય કર્યો. ત્યાગ-વૈરાગ્યમૂલક સાધુધર્મનો સ્વીકાર કરવાની
પોતાની ભાવના એમણે વડીલ બંધુ શ્રીનંદિવર્ધન પાસે વિનયપૂર્વક રજૂ કરી. મોટાભાઈ
ચિંતામાં પડી ગયા. છેવટે મોટાભાઈને થયું કે વિશ્વને અજવાળનારી જ્યોતિને નાનકડો
ખૂણો અજવાળવા કેમ રોકી શકાય? એટલે ભાવનાનો આદર તો કર્યો,
પણ માતા-પિતાના વિયોગના તાજા દુઃખમાં વધારો ન
કરવા નમ્રતાપૂર્વક બે વર્ષ રોકાઈ જવાની વિનંતિ કરી. શ્રી વર્ધમાને તેનો સાદર
સ્વીકાર કર્યો.
એક ઈશ્વરી વ્યક્તિ વડીલ
બંધુની આજ્ઞાને શિરોધાર્ય કરે, એ શિસ્ત - વિનયધર્મના આદર્શને રજૂ કરતી અને પ્રજાને
તે રીતે વર્તવા જ્વલંત પ્રેરણા આપતી એક અનુપમ અને અદ્ભૂત ઘટના છે.
- સમીર દોશી, Samir Doshi _/\_
No comments:
Post a Comment