Hairs plucking by self & renouncing world ~ કેશલુંચન સહ દીક્ષા-સંયમ સ્વીકાર
- સમીર દોશી, Samir Doshi _/\_
Diksha yatra started from vijay muhurat on Suvrat day finally reaches Gyat Khand Forest & Lord who is on continuous fasts of 2 days gives away all his clothes & jewels to a very aged lady who in turn blesses lord that may lord get ultimate siddh gati. Finally lord plucks all his hairs from head & beard by Panch Mushti Loch & handsover the hairs to Indra Maharaja. Lord thereafter says "Namo Siddhanam" & bows to all who got Sidh Gati and starts saying Karemi Samaiyyam Pratigya Stotra & TAKES DIKSHA renouncing world. At that time Indra Maharaja puts a very costly cloth piece named devdushya on left shoulder of the Lord.
At that time Lord attains Manparyavah Gyan & does vihar towards Ashthik Village leaving all & everything after renouncing world.
સુવ્રત નામના દિવસે
[ગુજ. કા. વ. ૧૦] વિજયમુહૂર્તે આરંભાયેલી દીક્ષાયાત્રાં ધામધૂમથી જ્ઞાતખંડ વનમાં
આવી પહોંચી. ભગવાન શિબિકામાંથી બહાર આવ્યા. એમણે પહેરેલા વસ્ત્રાલંકારોને સ્વયં
ઉતારી કુલવૃદ્ધા સ્ત્રીને સોંપી દીધા; બે દિવસના ઉપવાસી ભગવાન અશોકવૃક્ષ નીચે હજારો
માણસોની સમક્ષ દીક્ષાની પ્રતિજ્ઞા લેવા ઊભા થયા. આ વખતે કુલવૃદ્ધાએ હિતશિક્ષા
આપતાં અને શુભેચ્છા વ્યક્ત કરતાં કહ્યું કે, "આપ સંયમમાર્ગમાં અપ્રમત્તભાવે સાવધાન રહી, અનંત મહાપ્રકાશની
પ્રાપ્તિમાં વિઘ્નરૂપ કર્મોનો નાશ કરી અન્તિમ સિદ્ધિને વરજો." પછી તુરંત જ
ભગવાને બંને હાથોથી પંચમુષ્ટિ લોચ કરતાં, ચાર મુષ્ટિથી મસ્તક ઉપરના અને એક મુષ્ટિથી
દાઢી-મૂછના કેશ સ્વહસ્તથી ખેંચી દૂર કર્યા. તે કેશ ઇંદ્ર મહારાજે ગ્રહણ કર્યા.
ત્યાર બાદ ધીર-ગંભીર ભાવે પ્રતિજ્ઞાનો ઉચ્ચાર કરતાં ભગવાને "णमो
सिद्धाणं" શબ્દ વડે સિદ્ધોને નમસ્કાર કરીને करेमि
सामाइयं० એ
પ્રતિજ્ઞા-સૂત્રનો ઉચ્ચાર કરી, સર્વ પાપના ત્યાગરૂપ સામાયિકનો-સાધુધર્મનો યાવજ્જીવ
સ્વીકાર કર્યો. તે ક્ષણે ભગવાને નવાં કર્મોને રોકવા અને પુરાણાં કર્મોનો ક્ષય કરવા
માટે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને
અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોને પણ ગ્રહણ કર્યાં, ઇંદ્રે ભગવાનના ડાબા ખભે દેવદૂષ્ય નામનું બહુમૂલ્ય
વસ્ત્ર સ્થાપન કર્યું. તે જ વખતે ભગવાનને મનવાળા પ્રાણીઓના વિચારોને જાણી શકાય
તેવું `મનઃપર્યવ' નામનું ચોથું જ્ઞાન
પ્રગટ થયું ત્યાંથી ભગવાને `અસ્થિક' ગામ તરફ વિહાર કર્યો.
- સમીર દોશી, Samir Doshi _/\_
No comments:
Post a Comment