Tirthankar's have Mati, Shrut & Avadhi Gyan from birth itself but their parents dont know such things. Hence parents kept the kid lord, who is master's in every subject, for studies with teachers at age of 8. Indra sees all this from Devlok & laughs thinking that master himself is going to school to learn & hence disguises as an old learned Pandit & makes lord kid sit at centre & asks him most difficult questions but Tirthankar lord solves all of that in moments. So Pandit comes in original form & says to world that the Kid is most knowledgeable & shall become a Dharm Tirthankar.
All people who witnessed this were also astonished to see the knowledge of the Kid & hence this sparkling sun of knowledge was bought back to palace.
તીર્થંકર બનનારી વ્યક્તિ ગર્ભથી જ મતિ, શ્રુત
અને અવધિજ્ઞાનવાળી હોય છે, અર્થાત્ મહાન વિચારશક્તિ, શ્રેષ્ઠ
શાસ્ત્રીય જ્ઞાન, અને પરોક્ષ પદાર્થોને મર્યાદિત રીતે પ્રત્યક્ષ જોઈ શકે
તેવું જ્ઞાન ધરાવનારી હોય છે. આથી ભગવાન અલૌકિક જ્ઞાન અને વિદ્યાઓના પ્રકાણ્ડ
વિદ્વાન હોવા છતાં પોતાની ગંભીરતાને લીધે માતાપિતા તેમની આ જ્ઞાનશક્તિથી અજ્ઞાત જ
રહ્યા. એટલે આઠ વર્ષ પૂરા થતાં માતા-પિતા પોતાના પ્રિયપુત્રને ધામધુમથી
જ્ઞાનશાલામાં વિદ્યાધ્યયન કરવા માટે લઈ ગયા. બીજી બાજુ દેવોના ઇંદ્રે જ્ઞાનથી
જાણ્યું કે `અહો! આ
તે કેવું! ભગવાનને વળી ભણવાનું?' એટલે તરત જ તે વૃદ્ધ
બ્રાહ્મણનું રૂપ કરી શાળામાં આવે છે અને વિદ્યાગુરુને બાજુમાં બેસવાનું જણાવીને
ભગવાનને ગુરુની ગાદી ઉપર બેસાડે છે. પેલા બ્રાહ્મણ ઇન્દ્રે બાળ ભગવાનને
વ્યાકરણશાસ્ત્રને લગતા અતિગૂઢ પ્રશ્નો અને પંડિતના મનની ગુપ્ત શંકાઓ પૂછી. ભગવાને
તરત જ તે પ્રશ્નોનું ઝડપથી સમાધાન કર્યું. કુમારનું આ જ્ઞાન જોઈને સમગ્ર સભા અને
વિદ્યાગુરુ વગેરે અત્યંત આશ્ચર્યમાં પડી ગયા. છેવટે પેલા વૃદ્ધ બ્રાહ્મણે પોતાનું
દેવરૂપ પ્રગટ કરીને કહ્યું કે, "ભાઈ! આ તો વગર ભણ્યે જ પંડિત, મહાજ્ઞાની
પ્રભુ છે, એમને
ભણાવવાના ન હોય. ભવિષ્યમાં આ ધર્મતીર્થંકર થઈને ભારતવર્ષનો ઉદ્ધાર કરશે."
લોકોને થયું કે "ખરેખર! આ બાળક જ્ઞાનનો મહાસાગર અને વિદ્યાનો નિધિ છતાં કેવો
ગંભીર!" આખરે એ તેજોમય જ્ઞાનજ્યોતિને જ્ઞાનશાલામાંથી રાજમહેલમાં પાછા લાવ્યા.
No comments:
Post a Comment