ઉપર નીલું આકાશ છે;
નીચે લીલું ઘાસ છે,
બાકી બધું બકવાસ છે!
તો ય એની પ્યાસ છે.
એને કહેવું કેવી રીતે?
...મારા માટે એ ખાસ છે.
રોજ રોજ ભણતો રહું;
એના પ્રેમના તાસ છે.
એમ કોઈ કારણ નથી;
દિલ અમસ્તુ ઉદાસ છે.
હર તરફ એને નિહાળું;
જાણુ હું એ આભાસ છે.
કહો ક્યાં ઊતારું એ હું?
ખભે અરમાનની લાશ છે.
ફૂલોને ચૂંથીને ન જુઓ;
સંતાડી ક્યાં સુવાસ છે?
લઉં એવી રીતે હરદમ;
જાણે ઉછીનાં શ્વાસ છે.
પ્રભુ નથી કોઈ મંદિરમાં;
જુઓ એ તો ચોપાસ છે.
જિંદગી શું છે સમીર?
એક અનંત પ્રવાસ છે
No comments:
Post a Comment