Thursday, August 18, 2011


 પ્રભુ થોડો પક્ષપાત કર
મારી સાથે તું વાત કર

એમ તો તું સર્વદૃષ્ટા છે
...મારા પર દૃષ્ટિપાત કર

આવું હું તારા દર્શને રોજ
કદીક રૂબરૂ મુલાકાત કર

મારા વિના નથી ચાલતુ
એ પણ તું કબુલાત કર

મારે જે કંઈ જાણવું છે
એ સર્વ મને તું જ્ઞાત કર

મારા દુઃખોને તું સંભાળ
બને તો તું એ મહાત કર

મને જોઈએ આશીર્વચન
મુજ પર એની બિછાત કર


 પડતાની સાથે આવે ઊંઘ
એવી મારી તું રાત કર

ન માંગે "સમીર" કંઈ વધુ
બસ, થોડી તું નિરાંત કર !!!

No comments:

Post a Comment