લાંબી આ સફરમાં, જીંદગી ના ઘણાં રુપ જોયા છે,
તમે એક્લા શાને રડો છો? સાથી તો અમે પણ ખોયા છે..
આપ કહો છો સુખ દુઃખ શું છે,
આ તો સદા હસે છે, અરે આપ શું જાણો?
આ સ્મિત માં કેટલુ દુઃખ વસે છે..
મંઝિલ સુધી ના પોચ્યા, તમે ઈ વાત થી દુઃખી છો,
પણ ચાલ્વા મડ્યો રસ્તો તમે જ, આટલા તો સુખી છો,
અને છે ફરીયાદ, કે કોઇ ને તમારા વિશે સમ્જ્યુ નથી.
અરે અમને તો "કેમ છો" એટલુ કોઇ એ પુછ્યુ નથી..
જે થયુ જ નથી એનો અફસોસ શાને કરો છો??
આ જીદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો??
આ દુનિયામાં સંપૂર્ણ સુખી તો કોઇ નથી
એક આંખ્તો બતાવો મને જે ક્યારેય રોઇ નથી..
No comments:
Post a Comment