ક્યાં ખોવાયું એ બાળપણ??
પહેલાં હતો જે બાબલો, બચુડો આજે સ્કુબી ડૂબી બન્યો,
શીરા-પૂરીનો રસિયો, ભાણે સેન્ડવિચ, નૂડલ્સ જમ્યો..
ભૂલાયા ખોખો ને કબડ્ડી, આવ્યા કાર્ટૂન, વિડિયો ગેમ્સની સીડી..
કોણ પરીઓ ને ક્યા રાજકુમારી કથા? એ સ્પાઈડર મેન, પાવર રેન્જરના એપિસોડથી ઊંઘ્યા..
પછી આયા ને મેડ બોલાવ્યા, ક્રેશ બેબી સિટરનાં ખર્ચા ઉપાડ્યાં..
નોટ-ચોપડી ને સ્લેટ પેન ફેંકી, કોમ્પ્યૂટ માઉસને ટિચર બનાવ્યા..આમને રેવડીની પાવલીનો શો મોલ? પહેલા પોકેટ-મની આપ, પછી આગળ બોલ..
બસ જીદ કરી, પેટ્રોલ બાળી, કાંકરિયામાં ફોટા પડાવ્યા..
રાત્રે કોણ ગાય મારા પ્રભુજી નાના... તો નવા ચીલા ચિતરાવ્યા,
સિલિંગ ઉપર રેડિયમ સ્ટાર ચોંટાડી, ટિવંકલ ટિંવકલ સ્ટાર ગવડાવ્યા...
No comments:
Post a Comment