વર્ષો વીતી ગયાં હો ભલે ઈન્તેઝારમાં,
આવ્યાં તમે તો લાગ્યું : ઘડી બે ઘડી ગઈ.
વિચારી વિચારી વહેવાર થાય છે;
વગર વિચાર્યે અહિં પ્યાર થાય છે.
આંખોથી આપ-લે થાય સંદેશાની;
...મૌન મૌન દિલનો કરાર થાય છે.
ચાહતમાં ન મળે રાહત કોઈને;
રાહત માટે ખોટી તકરાર થાય છે.
દિલમાં પુરી દઈએ જેને ક્યારેક;
આંખો સામેથી એ ફરાર થાય છે.
આપી દિલની દુહાઈ વારંવાર;
અહિં દેહના સોદા ધરાર થાય છે.
મંદિરે જતા અડધે રસ્તે વળ્યો છું;
ત્યાં પ્રભુના નામે વ્યાપાર થાય છે.
કોઈક તો મજબૂરી હોય છે અહિં;
કારણ વિના કોણ ગુનેગાર થાય છે?
મળી ન કોઈ એવી જગા;
લાગણીની જ્યાં દરકાર થાય છે.
આવ્યાં તમે તો લાગ્યું : ઘડી બે ઘડી ગઈ.
વિચારી વિચારી વહેવાર થાય છે;
વગર વિચાર્યે અહિં પ્યાર થાય છે.
આંખોથી આપ-લે થાય સંદેશાની;
...મૌન મૌન દિલનો કરાર થાય છે.
ચાહતમાં ન મળે રાહત કોઈને;
રાહત માટે ખોટી તકરાર થાય છે.
દિલમાં પુરી દઈએ જેને ક્યારેક;
આંખો સામેથી એ ફરાર થાય છે.
આપી દિલની દુહાઈ વારંવાર;
અહિં દેહના સોદા ધરાર થાય છે.
મંદિરે જતા અડધે રસ્તે વળ્યો છું;
ત્યાં પ્રભુના નામે વ્યાપાર થાય છે.
કોઈક તો મજબૂરી હોય છે અહિં;
કારણ વિના કોણ ગુનેગાર થાય છે?
મળી ન કોઈ એવી જગા;
લાગણીની જ્યાં દરકાર થાય છે.
No comments:
Post a Comment