Tuesday, August 14, 2012

જન્મકલ્યાણક: ઇન્દ્રનું મેરૂપર્વત પ્રતી ગમન

Indra Takes child lord towards Meru Parvat to celebrate JANMA KALYANAK


જન્મસમયે અસંખ્ય યોજન દૂર આકાશ અને પાતાલવર્તી દેવલોકના તમામ ઇન્દ્રોનાં સિંહાસનો ચલિત થયાં. જન્મકાર્યમાં જેની શાશ્વતી અને પ્રધાન જવાબદારી છે એવા પહેલા સૌધર્મ દેવલોકના `શક્ર' ઇન્દ્ર અવધિજ્ઞાનથી ભગવાનના જન્મને જાણી તરત જ, ત્યાંથી જ, પ્રભુ સન્મુખ ચાલીને દર્શન-વંદન-સ્તુતિ કરે છે. પછી તીર્થંકરોના જન્માભિષેકનો પવિત્ર ઉત્સવ પૃથ્વી ઉપર રહેલા મેરુ પર્વત પર જઈને પોતાને ઊજવવાનો હોઈ, સૌધર્મ દેવલોકના અન્ય દેવદેવીઓને પોતાની સાથે ઉત્સવમાં પધારવા સુઘોષા ઘંટા વગડાવીને દેવદ્વારા આમંત્રણ પાઠવે છે. અસંખ્ય દેવો અને ત્રેસઠે ઇંદ્રો સ્વસ્થાનથી બારોબાર મેરુ પર્વત ઉપર જાય છે, જ્યારે શક્રેન્દ્ર જન્મની રાત્રે જ સીધા પૃથ્વી પર આવી, ત્રિશલાના શયનગૃહમાં જઈ, માતા સહિત ભગવાનને નમસ્કાર કરી, આજ્ઞા માગી, દૈવિક શક્તિથી અવસ્વાપિની નિદ્રા દ્વારા માતાને નિદ્રાધીન કરી, ભક્તિનો સંપૂર્ણ લાભ સ્વયં લેવા તરત જ વૈક્રિયલબ્ધિ-શક્તિથી પોતાનાં જ પાંચ રૂપ બનાવી, એક રૂપથી એઓ ભગવંતને બે હાથમાં લે છે, બીજા રૂપોથી છત્ર-ચામરાદિક ધારણ કરીને જંબૂદ્વીપના કેન્દ્રમાં આવેલા, નંદનવન અને જિનમંદિરોથી શોભતા મેરુપર્વત પર લઈ જાય છે.

On hearing of Lord's birth, Throne's of all Indra's in Devlok & Patal Lok gets to move. The arrangements of all Birth Festivals vests with Shakrendra of Saudharm Devlok & so knowing of birth of Lord, they go there & did Darshan-Vandan-Stuti & thereafter took the child lord with them towards Meru Parvat to have grand birth festivals of Lord & put Queen Trishla in deep sleep. Saudharm Indra invites all other Dev Devi's to join in this celebrations by ringing Sughosha Ghant (Sughosha Bell). All dev Devi's & other 63 Indra's come to Meru Parvat.

Above pic depicts that Shakrendra multiplies himself into 5 & takes hold of lord in hands of one while others wave Chamar & keep Chaatra over it & move towards Meru Parvat situated in Nandanvan of Jambudweep.

-Samir Doshi

No comments:

Post a Comment