Tuesday, August 7, 2012

શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિમાં અનિવાર્ય કારણભૂત બનતાં વીશસ્થાનકનાં વીશ પદો

શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિમાં અનિવાર્ય કારણભૂત બનતાં વીશસ્થાનકનાં વીશ પદો



જૈનો આત્મા, ધર્મ, કર્મ, પુણ્ય, પાપ, પરલોક, મોક્ષ આ બધાની સત્તા સ્વીકારે છે, પુણ્યથી સુખ મળે અને પાપથી દુઃખ મળે એમ પણ માને છે. માટે જ જીવે સત્કાર્યો દ્વારા પુણ્યનો સંચય કરતાં રહેવું જોઈએ.
જેમણે પોતાના આત્માને પરમાત્મા બનાવવો હોય તેમણે ઉત્કૃષ્ટ પુણ્યોત્પાદક આરાધના કરવી જોઈએ. ચિત્રમાં બતાવેલા વીશ સ્થાનકના વીશ પદોની આરાધના દ્વારા ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે.

ભાવિમાં તીર્થંકર થનારો જીવ પોતાના અંતિમ ભવ પહેલાના ત્રીજા ભવે આ વીશે વીશ સ્થાનકોની અથવા ઓછા-વધતા સ્થાનકોની શ્રેષ્ઠ આરાધના કરીને પરમાત્મા બનવાનું પુણ્ય બાંધે છે. આ આરાધના કર્યા સિવાય કદી તીર્થંકર થવાતું જ નથી એ નિશ્ચિત વાત છે. આ વીશ પદોનાં નામ અનુક્રમે (૧) અરિહંતપદ
, (૨) સિદ્ધપદ, (૩) પ્રવચનપદ, (૪) આચાર્યપદ, (૫) સ્થવિરપદ, (૬) ઉપાધ્યાયપદ, (૭) સાધુપદ, (૮) જ્ઞાનપદ, (૯) દર્શનપદ, (૧૦) વિનયપદ, (૧૧) ચારિત્રપદ, (૧૨) બ્રહ્મચર્યપદ, (૧૩) ક્રિયાપદ, (૧૪) તપપદ, (૧૫) ગોયમપદ, (૧૬) જિનપદ, (૧૭) સંયમપદ, (૧૮) અભિનવજ્ઞાનપદ, (૧૯) શ્રુતપદ અને (૨૦) તીર્થપદ છે.

પદોનાં નામ અને ક્રમમાં મતાંતરો છે. બધા જ પદોની તેમજ લગભગ સમાન નામવાળા પદોની આકૃતિઓ નિશ્ચિતરૂપે નક્કી થઈ શકે તેમ નથી. એટલે અમોએ અમારી કલ્પના પ્રમાણે દર્શાવી છે.
-સમીર દોશી

No comments:

Post a Comment