આ ચિત્ર પોતાના
તીર્થંકરપુત્ર વર્ધમાન (મહાવીર)ને વહાલ કરી રહેલા પિતા સિદ્ધાર્થ અને માતા
ત્રિશલાનું છે.
વિશ્વનાં
પ્રાણીમાત્રનું આત્મકલ્યાણ કરવાની શક્તિ-સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂર્વ જન્મોથી જ
મહાન સાધના, આરાધના
કરનારા કરુણાવતાર એવા બાલ ભગવાન મહાવીર કોને વહાલા ન લાગે?
દેવો અને ઈન્દ્રોથી સ્તવાયેલા-પૂજાએલા પાપા
પગલી કરતા ઇશ્વરીય સંતાનને જોઈને કયા માતાપિતાનાં મન હેલે ન ચઢે? ભવિષ્યમાં એકના મટી
સહુના થનારાં, કાલી
કાલી ભાષા બોલતાએ સુકોમળ બાળક જોડે પ્રેમ-વહાલ કરવાનું મન કોને ન થાય?... સહુને થાય. તો પછી સાચા
માતાપિતાનું મન પોતાના આ બાલ રાજાને જોઈને કેટકેટલું ભર્યુંભર્યું હરખઘેલું રહેતું
હશે! તેની આંખો કેવી તૃપ્ત થતી હશે!
Its picture depicting parents King Siddharth & Queen Trishla showering their love to their great kid VARDHMAN (Lord Mahavir)
Awesome,simply beautiful
ReplyDelete