JANMAKALYANAK: Celebrations by all Dev Devi's at Meru Parvat, JANMABHISHEK
શક્રેન્દ્ર મેરુ પર્વત ઉપર ભગવાનને લાવીને, એ પોતે
તે પર્વતના શિખર ઉપર આવીને એક સુંદર શિલા ઉપર બેસીને, ભગવાનને
પોતાના ખોળામાં રાખે છે. એ વખતે ત્રિલોકનાથ પરમાત્માની ભક્તિ કરી આત્મકલ્યાણ
કરવાને ઉત્સુક બાકીના ૬૩ ઇન્દ્રો અને અસંખ્ય દેવ-દેવીઓ ભેગાં થયેલાં છે.
શક્રેન્દ્રે અભિષેક માટે પવિત્ર પર્વતો-તીર્થસ્થળોની માટી, તથા
પવિત્ર નદી-સમુદ્રનાં સુગંધી ઔષધિઓથી મિશ્રિત જલથી ભરેલા સોના, રૂપા
અને રત્નના હજારો મહાકાય કલશો તૈયાર કરાવ્યા. પછી ઇન્દ્રનો આદેશ થતાં ઇંદ્રાદિક
દેવ-દેવીઓ અપૂર્વ ઉત્સાહ અને આનંદપૂર્વક તે કલશો હાથમાં લઈને ભગવાનનો સ્નાનાભિષેક
કરે છે. અંતે શક્રેન્દ્ર અભિષેક કરે છે. પછી ભગવંતની પવિત્ર કાયાને ચંદનાદિ સુગંધી
દ્રવ્યથી વિલેપન કરી, આરતી-દીવો ઉતારી અષ્ટમંગલ (તેના આકારો)નું આલેખન કરે છે.
બીજા દેવ-દેવીઓ ભગવંતની સ્તુતિ અને ગીત-નૃત્યો દ્વારા આનંદ વ્યક્ત કરે છે. ત્યાર
બાદ સવાર પડે એ પહેલાં જ શક્રેન્દ્ર ભગવાનને ત્રિશલાના શયનાગારમાં લાવી બાજુમાં
સ્થાપિત કરે છે. અન્ય દેવગણ સ્વસ્થાને પહોંચી જાય છે. આ મહોત્સવ તે જ રાત્રિમાં
ઊજવાઈ જાય છે. ત્યાર પછી માતા-પિતા દબદબાભર્યો જન્મોત્સવ ઊજવે છે, અને
પછી કુટુમ્બીઓ ભેગા થઈ બાળકનું `વર્ધમાન' એવું ગુણનિષ્પન્ન નામ સ્થાપિત
કરે છે.
As Shakendra brings child lord Mahavir to Meru Parvat, he sits on hill top & keeps him in his laps. All 63 other Indra's & several Dev Devi's are already there & Shakrendra has already organised for grand Abhishek of Lord with waters of all Tirth's, medicines etc in Kalash's made of Gold, Silver, Diamonds and many jewels & with orders of Shakrendra, all dev devi's do abhishek. At last Shakrendra does the abhishek & does Asht Prakari Puja's. After doing Aarti, Mangaldeep Asht Mangal is prepared. Thereafter before the sunrise, Shakrendra brings child lord to Mother Trishla & keeps it in his cradle. This entire celebrations take place that night itself. Thereafter parents did grand birth celebrations with relatives & give the name VARDHMAN to the child lord.
-Samir Doshi

No comments:
Post a Comment