Monday, August 6, 2012

શ્રી તીર્થંકરદેવનું અષ્ટમહાપ્રાતિહાર્યયુક્ત ભવ્ય ચિત્ર

શ્રી તીર્થંકરદેવનું અષ્ટમહાપ્રાતિહાર્યયુક્ત ભવ્ય ચિત્ર


આ ચિત્ર જૈન તીર્થંકરદેવની મૂર્તિનું છે. શ્રી તીર્થંકરદેવો કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી જીવનપર્યંત અષ્ટમહાપ્રાતિહાર્યોથી પૂજાતા હોય છે. એટલે આઠ પ્રાતિહાર્યોનો સ્પષ્ટ ખ્યાલ આવે એ માટે અને એક સુંદર અને દર્શનીય ચિત્રનો લાભ સહુને મળે એ ભાવનાથી ખાસ 
આ ચિત્ર બનાવરાવ્યું છે. આઠ મહાપ્રાતિહાર્યોનાં નામ - (૧) સિંહાસન, (૨) ભામંડલ, (૩) ત્રણ છત્ર, (૪) ચામર વીંજાવવું, (૫) અશોકવૃક્ષ, (૬) પુષ્પવૃષ્ટિ, (૭) દુંદુભિ અને (૮) દિવ્યધ્વનિ છે.

શ્રી તીર્થંકરદેવના આત્માઓ જૈનધર્મના કર્મવિજ્ઞાન મુજબ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, આ ચાર ઘાતી કર્મોનાં ક્ષયને કારણે અનેક ઉત્તમ ગુણોથી સભર બનતા હોવાથી તેઓ દેવો-ઇન્દ્રોથી વંદનીય અને પૂજનીય બને છે.

સાધના અને સિદ્ધિ માટે પદ્માસન તેમજ કાયોત્સર્ગ એ બે જ આસનોને શ્રેષ્ઠ ગણ્યા છે. તીર્થંકરો આ બે જ આસનથી મોક્ષે જાય છે. તેથી એ બે જ આસનોવાળી મૂર્તિઓ કરાવવામાં આવે છે. આ ચિત્ર શ્રી આદીશ્વર ભગવાનનું છે.

-સમીર દોશી

No comments:

Post a Comment