સ્પર્શ મારો છે હુંફાળા શ્વાસ જેવો.
હું, પ્રભાતી સૂર્યના અજવાસ જેવો.
દૂર રહેશો, તો હરણની પ્યાસ જેવો,
પામશો તો મૃગજડી આભાસ જેવો.
કોઈનો પણ ક્યાં હતો હું સાવ અંગત?
તે છતાં સૌ સ્નેહીમાં ખાસ જેવો.
શું કહું, છે આપણો સંબંધ કેવો?
ગીતમાં લય, ને ગઝલમાં પ્રાસ જેવો.
No comments:
Post a Comment