Wednesday, December 21, 2011

મંઝિલ મળે પ્રયાસ વિના


કદાચ એ રીતે મંઝિલ મળે પ્રયાસ વિના,
બધા જ રસ્તે રખડીએ અને પ્રવાસ વિના.

રહી ગયો છું હું અંધકારમાં ફક્ત એથી,
કે મારા જીવવું હતું પારકા ઉજાસ વિના.

કોઇ પૂછો તો ખરા મારાં આંસુનું કારણ,
એ પાણી વહેતું નથી કંઇ અમસ્તું પ્યાસ વિના.

જશો નજીક પછી એને ઓળખી શકશો,
ઘણાંય ફૂલ ખીલે છે અહીં સુવાસ વિના.

કોઇ જગતને ગણે ઝેર તો માનજો નક્કી,
કે એ બિચારો રઝળતો હશે નિવાસ વિના.

ઘણું ગુમાવ્યા પછી સ્વસ્થતા મળી છે આ,
જીવી રહ્યો છું કોઇ જાતની તપાસ વિના.

જગતની ઝેરી હવાથી મરી રહ્યો છું હું,
મને જીવાડ ઓ મારા પ્રભુ, તું શ્ર્વાસ વિના.

કફન કોઇને અકારણ નથી મળ્યું,
જગતમાં જન્મયા હતા એ બધા લિબાસ વિના..

No comments:

Post a Comment