Saturday, December 24, 2011

પાર્શ્વનાથ સ્તુતિઓ

જેના સ્મરણથી જીવનના સંકટ બધા દૂરે ટળે,
જેના સ્મરણથી મન તણા વાંછિત સહુ આવી મળે,
જેના સ્મરણથી આધિ વ્યાધિને ઉપાધિ ના ટકે,
એવા શ્રી ચિંતામણી પ્રભુના ચરણમાં પ્રેમે નમું...

વિઘ્નો તણા વાદળ ભલે ચોમેર ઘેરાઈ જતા,
આપત્તિના કંટક ભલે ચોમેર વેરાઈ જતા.
વિશ્વાસ છે જશ નામથી એ દુર ફેકાઈ જતા,
એવા શ્રી ચિંતામણી પ્રભુના ચરણમાં પ્રેમે નમું...

ત્રણ કાળમાં ત્રણ ભવનમાં વિખ્યાત મહિમા જેહનો,
અદભુત છે દેદાર જેહના દર્શનીય આ દેહનો,
લાખો કરોડો સૂર્ય પણ જશ આગળે ઝાંખા પડે,
એવા શ્રી ચિંતામણી પ્રભુના ચરણમાં પ્રેમે નમું...

ધરણેન્દ્રને પદ્માવતી જેની સદા સેવા કરે,
ભક્તો તણા વાંછિત સઘળા ભક્તિથી પુરા કરે,
ઇન્દ્રો નરેન્દ્રો ને મુનીન્દ્રો જાપ કરતા જેહનું,
એવા શ્રી ચિંતામણી પ્રભુના ચરણમાં પ્રેમે નમું...

જેના પ્રભાવે જગતના જીવો બધા સુખ પામતા,
જેના નવણથી જાદ્વોના રોગ દૂરે ભાગતા,
જેના ચરણના સ્પર્શને નિશદિન ભક્તો ઝંખતા,
એવા શ્રી ચિંતામણી પ્રભુના ચરણમાં પ્રેમે નમું...

બે કાને કુંડળ જેહના માથે મુગટ વિરાજતો,
આંખો મહી કરુણા અને નિજ હૈયે હાર વિરાજતો,
દર્શન પ્રભુનું પામી મનનો મોરલો મુજ નાચતો,
એવા શ્રી ચિંતામણી પ્રભુના ચરણમાં પ્રેમે નમું...

ॐ  ह्रीं  પદોને જોડીને ચિંતામણીને જે જપે,
ધરણેન્દ્ર પદ્માવતી સહિત ચિંતામણીને જે તાપે,
જન્મો જનમના પાપને સહુ અંતરાયો તસ તૂટે,
એવા શ્રી ચિંતામણી પ્રભુના ચરણમાં પ્રેમે નમું...

કલિકાળમાં હાજરા હજૂર દેવો તણા એ દેવ જે,
ભક્તો તણી ભવ ભાવઠોને ભાંગનારા દેવ જે,
મુક્તિ કિરણની જ્યોતને પ્રગટાવનારા દેવ જે,
એવા શ્રી ચિંતામણી પ્રભુના ચરણમાં પ્રેમે નમું...

No comments:

Post a Comment