જીવનના સાત પગલા..
1) જન્મ —— એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
2) બચપન —— મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.
3) તરુણાવસ્થા —— કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે, મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
4) યુવાવસ્થા —— બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે, કુરબાની ની આશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
5) પ્રૌઢાવસ્થા —– ખૂદને માટે કંઇ ન કરી શકતાં, મળેલુ આપવાની પણ ખૂશી છે. કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિષા છે.
6) ઘડપણ —— વિતેલા જીવનનો સરવાળો છે, મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
7) મરણ —— જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિસાબ થશે, સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે. સાત પગલા પૂરા થશે….. ફરીથી જીવનના સાત પગલા લેવા..

No comments:
Post a Comment