Monday, December 19, 2011

ફર્યા છીએ અમે..


 ગમતા ઘણાં ય સગપણ લઈને ફર્યા છીએ અમે;
વીસરાય ગયા જે વળગણ લઈને ફર્યા છીએ અમે.


આંખોમાં ભલે હોય ઘૂઘવતો એક દરિયો આંસુંનો;
દિલમાં કોરું કટ અફાટ રણ લઈને ફર્યા છીએ અમે.


કાગળની ઘણી હોડીઓ તરાવી હેતની હેલીમાં અમે;
સતત ખોવાયેલ પેલું બચપણ લઈને ફર્યા છીએ અમે.


જ્યાં જ્યાં નજર કરી તમને જ નિહાળ્યા છે અમે તો;
આ તે તમારું કેવું ગાંડપણ લઈને ફર્યા છીએ અમે?


રસ્તો મંજિલ અતો પતો શહેર ગામ શેરી કે મહોલ્લો;
તમારા ઘર તરફ જતા ચરણ લઈને ફર્યા છીએ અમે.


સર પર બાંધ્યું રંગીન કફન તમારી હસીન યાદોનું;

સાથ બગલમાં હરદમ મરણ લઈને ફર્યા છીએ અમે.


આસરો કે સહારો ન આપ્યો જ્યારે જાલિમ દોસ્તોએ;
બસ આ ઠાલા શબ્દોનું શરણ લઈને ફર્યા છીએ અમે.


મતલાથી મક્તા સુધી નથી પુરી થતી ગઝલ;

દિલની વાતનું આ અવતરણ લઈને ફર્યા છીએ અમે.

No comments:

Post a Comment